૨૮ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત ૬૯ લોકોની હત્યા નિપજાવી’તી
૨૦૦૨માં થયેલા ગોધરાકાંડ અને ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં થયેલા કોમી રમખાણોમાં અમદાવાદના નરોડા પાટીયા પાસે આવેલી ગુલબર્ગ સોસાયટીમાં નરસંહાર થયો હોવાનો કેસ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો છે જેને હવે ગુજરાત હાઈકોર્ટે ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની અપીલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગોધરા સાંપ્રદાયિક તોફાનો દરમિયાન ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ અમદાવાદના ચમનપુરા વિસ્તારમાં ગુલબર્ગ સોસાયટીમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત ૬૯ લોકોની હત્યા માટે ૬૬ આરોપી કેસ દરમિયાન ૬૦ આરોપીઓના સંબંધમાં ફેંસલો સંભળાવવામાં આવ્યો હતો. દોષીત ઠરેલા ૨૪ વ્યક્તિઓમાંથી ૧૧ને હત્યાના ગુના માટે આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી હતી જયારે ૧૨ આરોપી હતા જેમને સામાન્ય અપરાધ માટે દંડ આપવામાં આવ્યો હતો અને પાંચ થી ૧૦ વર્ષની વચ્ચે સજા સંભળાવવામાં આવી હતી.
ગુજરાત હાઈકોર્ટે ૨૦૦૨ના ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ મામલે અપીલની સુનાવણી વધુ તેજ કરવાનો નિર્ણય લીધો છે અને અભિયોજન પક્ષને ચાર અઠવાડિયામાં બધા પક્ષોને પેપર બુક, બધા કેસ દસ્તાવેજોના સંકલનની આપુર્તિ કરવાનો આદેશ આપ્યો છે. ડિવિઝન બેંચ ન્યાયમૂર્તિ જે.બી.પારડીવાલાની અધ્યક્ષતામાં કહ્યું કે, અભિયોજના પક્ષે પેપર વર્ક, પુસ્તકોની આપૂર્તિ કર્યા બાદ અદાલતમાં સુનાવણી શરૂ થશે તેવું વિશેષ અભિયોજક આર.સી.કોડેકરે જણાવ્યું. ખંડપીઠે એસઆઈટીને પીડિતો, સાક્ષીઓના કેસ પેપર આપવા માટે એમ.એમ.તિર્મીજીએ જણાવ્યું કે તેમને પેપર ફાઈલ મળી નથી.
મહત્વનું છે કે આ મામલે કેટલાક આરોપીઓ દસ વર્ષથી વધુ વર્ષથી જેલના સળીયા પાછળ છે, ગુજરાત હાઈકોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે, એસઆઈટીએ જુલાઈ ૨૦૧૬માં નિચલી કોર્ટના આદેશ સામે કોઈ અપીલ કરી નથી જેમાં ૨૪ વ્યક્તિઓને દોષીત જાહેર કરાયા હતા અને ૩૬ને પુરાવાના અભાવે છોડી મુકાયા હતા.