ખાઓ લેકીન રખો હિસાબ…
વધુ માત્રામાં ફેટા સોલ્ટ અને સુગરયુકત ખોરાક લેવાથી તેમજ તંમ્બાકુના સેવનથી ગુજરાતીઓમાં ‘આઇસેમિક હાટ ડીસીઝ’નું પ્રમાણ વઘ્યું.
ગુજરાતમાં વધતા જતાં હ્રદયરોગના પ્રમાણને નિયંત્રીત કરવા રાજયભરમાં વેલનેસ સેન્ટરો ઉભા કરવા સરકારને ભલામણ.
આજના ભાગદોડભર્યા જીવનમાં કેન્સર, હ્રદયરોગ જેવી ગંભીર બીમારીઓનું પ્રમાણ વઘ્યું છે. જેની પાછળનું મુખ્ય કારણ ખાવા-પીવાની અને સુવાની પઘ્ધતિ તેમજ તેના સમયમાં અનિયમિતતા ગણી શકાય છ. ભારતમાં આઇસેનિક હાર્ટ ડીસીઝનું પ્રમાણ વઘ્યું છે. તેમાં પણ ગુજરાત છઠ્ઠા ક્રમે છે.
આ આઇસેમિક હાર્ટ ડીસીઝ આઇએચડી કે જેમાં ધમની સંકોચાઇ જાય છે અને હ્રદયને પહોચતો ઓકિસજન તેમજ લોહીનો પ્રવાહ નિયંત્રીત થઇ જાય છે. જે એક ગંભીર પ્રકારની હ્રદયની બીમારી છે. આ હ્રદયરોગનું પ્રમાણ ગુજરાતમાં પણ વઘ્યું છે.
કહેવાય છે કે શરીરને તમામ પ્રકારના વિટામીન મળે તે રીતની બધી જ ચીજવસ્તુઓ આરોગવી જોઇએ પરંતુ તેનો હિસાબ પણ રાખવલ જરુરી છે. કારણ કે ખોરાકમાં કેટ, સોલ્ટ, સુગર સહિતના તમામ દ્રવ્યો છે. જો તમે ચરબીવાળુ ખાતા હોય તો તે ઠીક છે પરંતુ વધુ ચરબીવાળુ ખાવાથી ચોકકસ પણે સ્વાસ્થ્યને નુકશાન કરે છે જો કે આપણને બધાને ખબર જ છે કે, કોઇપણ વધુ વસ્તુ હાતિકારક જ સાબીત થાય છે.
ગુજરાતમાં તો જાણે ગુજરાતીઓની જીભ જ હ્રદયરોગને આમંત્રણ આપતી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે ગુજરાતના લોકો ખાવા-પીવાના ખુબ જ શોખીન છે તેવું મનાય છે. આપી ખોરાકમાં ફેટ, સોલ્ટ, સુગરનું પ્રમાણ પણ વધુ વધતા હ્રદયરોગનું પ્રમાણ ગુજરાતીઓમાં વઘ્યું છે.
ધ ગ્લોબલ બર્ડન ઓફ ડીસીઝના અભ્યાસ મુજબ ગુજરાતમાં છેલ્લા ર૬ વર્ષમાં એક લાખની વસ્તીએ ૩૭૩૬ લોકોને હ્રદયરોગ થયો છે જેમાંથી ઘણાં લોકો હજુ હ્રદયરોગથી પીડાય રહ્યા છે તો ઘણા મોતને ભેટયા છે.
રીપોર્ટમાં જણાવાયું છે કે વર્ષ ૧૯૯૦ થી ૨૦૧૬ સુધીમાં ગુજરાત આઇસેમિક હ્રદગરોગના પ્રમાણમાં ૧૦માં ક્રમે હતુ જે હાલ છઠ્ઠા ક્રમે પહોચ્યું છે. રર થી ર૪ ટકા ગુજરાતીઓ એવા નોંધાયા છે કે જેઓ ઉંચા લોહીના દબાણથી પિડાઇ રહ્યા છે.
જણાવી દઇએ કે , આ રીપોર્ટ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય ના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેકડીકલ રીસર્ચ, પ્બલીક હેલ્થ ફાઉન્ડેશન તેમજ હેલ્થ મેટીકસ એન્ડ ઇદેલ્યુએશન ઇન્સ્ટટીટયુટ દ્વારા સંયુકત રીતે તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ભલામણ કરાઇ છે કે ગુજરાતમાં વધતા જતા હ્રદયરોગના પ્રમાણને અટકાવવા સરકારે યોગ્ય પગલા ભરી એક પોલીસી બનાવવી જોઇએ. લોકોને સારી પ્રાથમીક સુવિધા પ્રદાન કરી આરોગ્ય વિષયક શ્રેષ્ઠ સેવા આપવી જોઇએ. અને આ માટે રાજયભરમાં વેલનેસ સેન્ટરર્સ ઉભા કરવામાં આવે તેમ પણ જણાવાયું છે.