ડ્રામા ઈઝ મિરર ઓફ સોસાયટી
સૈનિકોની શૌર્ય ગાથા દ્વારા યુવાનોને આઝાદીની લડત માટે પ્રેરાતા હતા
સ્વાતંત્રદિન, ઈન્ડિપેન્ડેન્ટ ડે નામ સાંભળતા જ જાણે આપણા વાડા ઉભા થઈ જાય છે. સ્વાતંત્રતા મેળવવા પાછળ પોતાની જીંદગી ખરચી નાખનાર સ્વાતંત્ર વિરોને સત-સત નમન છે.પણ આ સાથે લોકોમાં પણ શૌર્યની સાથે સાથે ખુમારી પેદા કરવામાં આપણી રંગભૂમિ પણ પાછી પાની કરી નથી દેશના ખૂણે ખૂણે જાહેરમાં કે છૂપાઈને પણ લોકોમાં સ્વતંત્રતા શું છે. તેની સમજ આપણી રંગભૂમિએ આપી છે.
ગાંધીજી, સરદાર પટેલ, ભગતસિંહ, શુભાષચંદ્ર બોઝ, કે પછી સ્વામિ વિવેકાનંદ આ દરેક વ્યકિતએ યુવાનોને એક જુસ્સો પૂરો પાડયો છે. અને આ જુસ્સાને વધુ મજબૂત રીતે રજૂ કર્યો છે આપણી રંગભૂમિના નાટકોએ આઝાદીના સમયગાળા દરમિયાન ભજવાતા નાટકોમાં કોઈ માઈક કે ઈકો સાઉન્ડ ન હતા પરંતુ કલાકારોના અવાજમાં અને અભિવ્યકિતમાં જ એવો જુસ્સો શૌર્ય ઝળકતુ હતુ
એક પાત્રક્ષ કે ડીબેટ કરીને નાટકો ભજવાતા અને ઓડીયન્સ પણ આ નાટકોમાં ભાગ લઈ શકતુ મતલબ કે નાટકો ત્વરીત હતા આ અંગે વધુ જણાવતા કલાકાર ડો. જયોતિબેને રાજયગૂ કહ્યુંં કે. પહેલા આઝાદી સમયે જે નાટકો ભજવાતા હતા. તેમા શૌર્ય ગાથશઓ હતી લોકોના રૂવાડા ઉભા કરી દે તેવા જુસ્સાથી નાટકો ભજવાતા કોઈ પણ ટેકનોલોજીનો ઉપયોગ થતો ન હતો. કલાકાર અને ઓડીયન્સ વચ્ચે એક તાલમેલ જળવાતો જેને કારણે ઝડપથી ઈફેકટ આવતી હતી.કહેવાય છે કે ‘ડ્રામા ઈઝ મિરર ઓફ સોસાયટી’ નાટકોમાં એજ દર્શાવવામાં આવે છે જે સોસાયટીમાં સમાજમાં બનતુ હોય અંગ્રેજોએ આખી દુનિયા પર લગભગ ૪૫૦ વર્ષ રાજ કર્યું તેનું મુખ્ય કારણ હતુ તેમના દેશ પ્રત્યેનો તેમનો રાષ્ટ્રવાદ અને આજના સમયમાં જો આ જ રાષ્ટ્રવાદ સાથે આપણે સૌ કામ કરીએ તો કોઈની તાકાત નથી કે આપણી સામે આંગળી ચિંધી શકે. અગાઉ દેશ પ્રેમ, દેશદાઝને લઈને નાટકો થતા જેમાં રાણી લક્ષ્મીબાઈનું નાટક હોય કે પછી અડધી રાત્રે આઝાદીનું નાટક હોય આવા નાટકો યુવાનોમાં દેશ પ્રત્યેની જાગૃતિ લાવતા હતા.
૧૯૪૭ થી ૧૯૫૦ સુધી મુંબઈના પૃથ્વી થિયેટરમાં બોલીવુડના ખૂબજ પ્રસિધ્ધ અભિનેતા ટીનુ આનંદના પિતા ઈન્દ્રરાજ આનંદ દ્વારા લેખાયેલું દિવાર અને આહુતી નામનું એક નાટક ભજવવામાં આવ્યું હતુ જેમાં માત્રને માત્ર સ્વાતંત્રની જ વાતો હતી આ અંગે વધુ જણાવતા લેખક, દિગ્દર્શક અને કલાકાર ભરત યાજ્ઞીકે કહ્યું કે, મુંબઈમાં જયારે આ નાટક ભજવાયું હતુ
ત્યારે હું નાનો હતો પણ આ નાટકમાં મારા પિતા પ્રેમશંકર યાજ્ઞીક ખૂબજ સચોટ ભૂમિકા ભજવી હતી અને આ નાટકના ૨૦૦થી ૨૫૦ પ્રયોગ તે સમયે થયા હતા. મહત્વનું છે કે આ અરસામાં જ એટલે કે ૧૯૪૭માં સૌરાષ્ટ્ર કલા કેન્દ્રની સ્થાપના થઈ હતી અને એમા ડિસ્કવરી ઓફ ઈન્ડીયા નામની એક નૃત્યનાટિકા ભજવવામાં આવી હતી. જેમાં સ્વાતંત્રતા અને સ્વાતંત્ર સેનાનીઓની શૌર્ય ગાથાનું નૃત્ય દ્વારા મંચન કરવામાં આવ્યું હતુ.આઝાદી સમયે જે નાટકો ભજવાતા હતા. તેમાં કોઈ એવોર્ડની કે પુરસ્કારની આશા સાથે નહી પરંતુ લોક જાગૃતી માટે નાટકો ભજવાતા હતા આ અંગે વધુ જણાવતા લેખક કલાકાર મનિષ પારેખે કહ્યું. મે ઘણા બધા નાટકોમાં કામ કર્યું છે. જેમાં જુદી જુદી ભૂમિકાઓ ભજવી છે.
એ સરદાર પટેલનું નાટક હોય કે ગાંધીજીનું કે પછી યુવા હૈયાઓને હંમેશા પ્રોત્સાહિતકરતા વિવેકાનંદનું નાટક હોય સાંપ્રત સમયમાં નાટકો માત્ર સરકારી ગ્રાન્ટના સહારે ચાલે છે. ત્યારે અગાઉ જે નાટકો થતા કે રંગભૂમિના કલાકારો જે કામ કરતા તે શૌર્ય સાથે કરતા તેમનામાં અલગ જ પ્રકારની ખુમારી હતી.અત્યારના નાટકો કર્મર્શિયલ થઈ ગયા છે. અને એમાં પણ હવે કોમેડી નાટકોનો દોર શરૂ થયો છે. જયારે અગાઉ ધાર્મિક કાટકો કે દેશભકિતના નાટકો થતા હતા ઉમાશંકર જોષી પર નાટક ભજવ્યું હતુ. જેમાં એકની અંદર દસ જુદા જુદા પ્રસંગોને વણી લીધા હતા જયારે વિવેકાનંદ પર અરેન્જ ! અવેઈક ! નામનું નાટક ભજવ્યું હતુ જેમાં હંમેશા યુવાનોને જાગૃત રાખવાની વાત હતી.!
ગુજરાતી રંગભૂમિમાં હંમેશા શૌર્ય અને ખુમારીની વાતો થાય છે. દેશની આઝાદીને ૭૨ પૂરા થયા તે સમયે મહાપ્રયાણ નામનું એક નાટક ભજવાયું હતુ જે આજે પણ લોકોમાં યાદગાર છે. આઝાદી, દેશદાઝ કે રાષ્ટ્રવાદને ઉજાગર કરવા માટે માત્ર એક દિવસ જ નહી પરંતુ હંમેશા તત્પર રહેવું જોઈએ તેવું આપણી રંગભૂમિ આપણને શિખવે છે.