23 નવેમ્બરે રિલીઝ થનારી ‘મેડલ’ સુપરહિટ જશેનો ‘અબતક’ મીડિયાની મુલાકાતે આવલા સ્ટારકાસ્ટે વ્યકત કર્યો આત્મ વિશ્વાસ
આવનારી ગુજરાતી ફિલ્મ ‘મેડલ’ની સ્ટાર કાસ્ટએ ‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ ફિલ્મમાં પાત્ર ભજવનાર હેમાંગ દવે અને ગીતકાર કુશલ ચોકસીએ વિશેષ વિગતો આપી હતી બાળકોને ગમે તેવી આ ગુજરાતી ફિલ્મ આગામી તા.25 નવેમ્બર શુક્રવારથી સિનેમા ઘરોમાં પ્રસારીત થશે.
ફિલ્મનો વિષય સામાન્ય બાળકોની અસામાન્ય ટુર્નામેન્ટ જીતવાની લડત અને તેમાં એક શિક્ષકનું માર્ગદર્શન પર આધારિત છે . જેના મુખ્ય પાત્રો માં છે : જયેશ મોરે , કિંજલ રાજપ્રિયા , મૌલિક નાયક , ચેતન દૈયા , હેમાંગ દવે , અર્ચન ત્રિવેદી વગેરે . ધૃવિન દક્ષેશ શાહ દ્વારા નવકાર પ્રોડક્શનનાં બેનર હેઠળ નિર્મિત થયેલ આ ફિલ્મ નવકાર પ્રોડક્શનના નેજા હેઠળ બનેલ બીજી ફિલ્મ છે. ‘મેડલ’ ની પટકથા અને સંવાદ લખનાર વૈશાખ રાઠોડ પણ એક મહત્વની ભૂમિકામાં આ ફિલ્મમાં જોવા મળશે . આ ફિલ્મનું દિગ્દર્શન ધવલ જીતેશ શુક્લ દ્વારા કરવામાં આવ્યું છે જે પોતાની ” ખિચડી ” , ” ભાખર વડી ” જેવી ટેલિવિઝન સિરિયલમા લાગણીપૂર્ણ દિગ્દર્શન માટે નામના મેળવી ચૂક્યા છે અને હવે મેડલ એમની પહેલી ફીચર ફિલ્મ છે .
મેડલ ગુજરાતની એક મોટી ફિલ્મ કહી શકાય , જેનું શૂટિંગ લગભગ 40 દિવસ સુધી મોટા ટિંબલા ગામ ખાતે કરવામાં આવ્યું હતું . આ ફિલ્મ માં ગ્રામીણ વિકાસ , શિક્ષા અને રમત ગમત ને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે . મેડલ ની વાર્તા એક યુવાન અંગ્રેજી શિક્ષક પર આધારિત છે , જે સરકારી શાળામાં ભણાવવા માટે ખાનગી શાળાની આરામદાયક નોકરીનો ઇનકાર કરે છે . પછી શરૂ થતી તેની કઠણ સફરમાં સામાજિક કલંક સામે લડે છે , ગામનાં વિદ્યાર્થીઓને મનથી કેળવે છે અને તેમને ખેલ કલા મહાકુંભ ” માં મેડલ જીતવા માટે તાલીમ આપે છે . શું તેઓ મેડલ જીતી શકશે ?
નવકાર પ્રોડક્શન્સની શરૂઆત 2016 માં સ્થાપક ધ્રુવિન શાહ અને શ્લોક રાઠોડના હાથે થઈ હતી . ગુજરાતમાં વિશ્વકક્ષાની ગુણવત્તાયુક્ત ફિલ્મ બનાવવી , પ્રમોટ કરવી અને ફેલાવવી નવકાર પ્રોડક્શન હાઉસ નો ધ્યેયે રહેલ છે . વર્ષોથી પ્રદેશની જરૂરિયાતોને સમજીને , નવકારે વિશ્વભરના દર્શકો માટે નવી ગુજરાતી સામગ્રી બનાવવાનો પાયો પહેલેથી જ તૈયાર કર્યો છે .