દિવાળીએ સસ્પેન્સ, કોમેડી અને થ્રિલરના મિશ્રણ સાથે મૂવી રિલીઝ થશે
‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાતે આવતા ગુજરાતી ફિલ્મ ’બાગડ બિલ્લા’ ના સ્ટાકાસ્ટ તથા ફિલ્મી અભિનેત્રીએ ફિલ્મ વિષે વિગતવાર ચર્ચા કરી હતી. ‘અબતક’ સાથે ચેતનભાઇ ધાનાણી, જોલી રાઠોડ (અભિનેત્રી), ઓજસ રાવલ, ચેતન વ્યાસ,મૌલીન પરમાર સહીતના નિર્માતા ભાવિન માંડવીયા અને જીગર માંડવીયા એ પ્રથમ વખત ફિલ્મ તરીકેનો અનુભવ કરેલ છે. જેમાં દધ દર્શક સચિન બ્રહ્મભટ્ટ પણ છે.
આવનારી ‘બાગડ બિલ્લા’ મુવીમાં કોમ્બે પેકેજ, રોમાંચ સાથે સાથે કોમેડી છે, તો દિવાળીના દિવસે જ રીલીઝ થનાર આ મુવીથી દર્શકો સુધી પુરતું મનોરંજન મળશે. અને ચોકકસ પણે લોકોને દિવાળીમાં પૂર્વ મનોરંજન સાથે ઝુમી ઉઠવા મજબુર કરી દેશે. તો આવનારી ‘બાધડ બિલ્લા’ થ્રીલર ફિલ્મને દર્શકો જોવા જાય તે માટે પુરી સ્ટારકાસ્ટએ જનતાને ફિલ્મ જોવા માટે આહવાન કરેલું છે.
ફિલ્મમાં અભિનેત્રી તરીકે કોઈ રેફરન્સ શોધવાથી ન મળે એવું અજોડ પાત્ર ચારિત્ર્ય છે: જોલી રાઠોડ
આવનારી આ ગુજરાતી મુવી માં જે પાત્ર છે તે અજોડ છે જેમનો ક્યાય પણ સંદર્ભ મળવા જેવો નથી અને ફિલ્મમાં વાર્તા છે તેમાં અભિનેત્રીનું પાત્ર અલગ જ છે.
ફિલ્મ બનાવવામાં નિર્માતા સહયોગી પાત્રતા ધરાવતા ઓજસે, ચેતન બધાના સહયોગ એ પ્રોત્સાહન મળ્યું અને ફિલ્મના અભિનેત્રી તરીકે મન મક્કમ રાખીને પાત્રતા નિભાવવા સક્ષમ બની હતી. આ ફિલ્મમાં કામ કરવા માટેનો એક અલગ જ રોમાંચ હતો.
બાગડ બિલ્લા એક કોમ્બો અને પુરા પેકેજ વાળી ફિલ્મ છે: ચેતનભાઇ ધાનાણી
આવનારી ફિલ્મ કોઈ હોરર નથી કે તમને ડરાવી રહી છે, પરંતુ ફિલ્મ હવે આ ઉદાહરણ તરીકે આપણે અમારી ફિલ્મ ની વાત કરીએ તો રેવા અને હેલકરોને પણ એટલો જ પ્રેમ પબ્લિક તરફથી મળ્યો હતો. કોઈપણ ફિલ્મ લખવાથી જો તમને પોતાને મજા કરાવે એવું જો લખો એવું જો બનાવશો તો એ જનતાને મજા કરાવશે,
એવું માનવામાં આવી રહ્યું છે અને સાથે સાથે કોમેડી છે એનું કારણ અમારી હિરોઈન હોય છે એવું મને લાગે છે કે આવનારી આ ગુજરાતી ફિલ્મ બાગડ બિલ્લા એ સંપૂર્ણ રીતે ધૂમ મચાવશે અને મુવીમાં સસ્પેન્ડ તેમજ પણ સાથે સાથે જોવા મળશે.
નવી વાર્તા કે જે અત્યાર સુધી ક્યાંય ન આવી હોય તે દર્શકોને પીરસવાનો પ્રયત્ન કર્યો છે: મૌલીન પરમાર
દિવાળી ઉપર ઘણી બધી હોલીવુડ અને બોલીવુડ ફિલ્મો પણ રિલીઝ થતી હોય છે તો તેની સામે ટક્કર આપી શકે તેવી આ ગુજરાતી ફિલ્મ આવી રહી છે અને ભાવિ દર્શકોને સંપૂર્ણ રીતે મનોરંજન આપે શકશે. આ ફિલ્મ રોમાંચક વળાંક લઈ રહે તેવી છે જે માટે અન્ય ફિલ્મ કરતા અલગ પડે છે અને સ્પેશિયલ ફિલ્મ તરીકે બની જશે.
આમ દર્શકોને ચોક્કસપણે મનોરંજન પૂરું પાડે તેવી ફિલ્મ છે જેથી દર્શકોને થિયેટર સુધી આવવા માટે પ્રોત્સાહિત કરશે. આ ફિલ્મ ઘણા બધા કારણો માટે યુનિક છે.