શું વિકાસ માટે ‘ઉત્પાદકતા’ જરૂરી કે, ‘માનવ કલ્યાણ’?
ગુજરાત મઝદુર સભા અને ટ્રેડ યુનિયન સેન્ટરે મહિલાને રાત્રે મજુરી કામમાંથી વહેલા છુટા કરવા અને શ્રમજીવીના ઓવર ટાઇમના પ્રશ્ને નારાજગી વ્યક્ત કરી
રાજયના વિકાસ માટે ‘ઉત્પાદકતા’ જરૂરી છે તેમ શ્રમજીવીઓ માટે દયાભાવ સાથે તેના ‘માનવ કલ્યાણ’ જરૂરી છે. ગુજરાત સરકાર દ્વારા ફેકટરી એકટમાં કરેલા સુધારા અને ફેરફાર સામે ગુજરાત મઝદુર સભા અને ટ્રે યુનિયન સેન્ટર દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારી મહિલા મજુરને રાત્રીના સમયે મજુરીનું કામ ન આપવું અને શ્રમજીવીઓના કામના કલાકો ઉપરાંત લેવાતા કામના બદલામાં ઓવર ટાઇમનું મહેનતાણું અંગે વિસ્તૃત વિગત સાથે દાદ માગી છે.
ગુજરાત સરકાર દ્વારા ફેકટરી એકટના ૧૯૪૮ના કાયદામાં ફેરફાર કરી કરેલા સુધારા સાથે ૧૭ એપ્રિલ ૨૦૨૦ના રોજ કોરોનાને ધ્યાને લઇ બહાર પાડેલા જાહેરનામાની કેટલીક જોગવાય શ્રમજીવીઓ માટે બંધન કરતા અને મુશ્કેલી સમાન ગણાવી સુપ્રીમ કોર્ટમાં ગુજરાત મઝદુર સભા અને ટ્રેડ યુનિયન સેન્ટર દ્વારા પડકારવામાં આવી છે.
ગુજરાત મઝદુર સભા અને ટ્રેડ યુનિયન સેન્ટર દ્વારા કરાયેલી પીઆઇએલની સુનાવણી સુપ્રીમ કોર્ટના ન્યાધિશ ડી.વાય.ચંદ્રચુર અને કે,એમ.જોસેફની ડિવિઝન બેન્સમાં સુનાવણી નીકળી હતી. પીઆઇએલ દ્વારા ફેકટરી એકટમાં ગુજરાત સરકાર દ્વારા લાગુ કરાયેલા નવા નિયમ અને સુધારેલા કાયદામાંથી મૂક્તિ આપવાની દાદ માગી છે.
ગુજરાતમાં શ્રમજીવીઓને ૧૨ કલાકનું કામ લેવામાં આવે છે. દર છ કલાકે ૩૦ મિનિટનો વિરામ અને સાપ્તાહીક ૭૨ કલાક કામ કરવાનો બનાવેલો નિયમ અયોગ્ય ગણાવી મઝદુર સંઘ દ્વારા કામદારો દિવસ દરમિયાન કુલ ૯ કલાક જ કામ કરી શકે અને સપ્તાહમા ૪૮ કલાક કામ કરી શકે અને દર પાંચ કલાકના સળંગ કામ બાદ ૩૦ મિનિટનો વિરામ આપવા તેમજ મહિલા શ્રમિકોને છ થી સાંજના સાત વાગ્યા દરમિયાન કામમાંથી મુક્તિ આપવાની માગ કરી છે. આ સિવાય શ્રમજીવી પાસેથી વધુ કલાકો કામ લેવામાં આવે ત્યારે તેઓને ઓવર ટાઇમ આપવા માગ કરી છે. શ્રમિકોની તંદુરસ્તી જાળવવા અને માનસિક તનાવ ન અનુભવે તે પણ જરૂરી ગણાવી માનવ કલ્યાણની વિસ્તૃત દલિલ કરી છે.ગુજરાત મઝદુર સભા અને ટ્રેડ યુનિયન સેન્ટર દ્વારા સુપ્રીમ કોર્ટમાં માગવામાં આવેલી દાદના પગલે ન્યાયધિશ દ્વારા રાજય સરકારના મઝદુર અને રોજગાર વિભાગને નોટિસ મોકલી આ અંગે યોગ્ય પ્રત્યુતર માગવામાં આવ્યો છે.