અબતક, રાજકોટ
પેટ્રોલિયમ પેદાશોની સતત વધતી જતી જરૂરિયાતો અને સતત પણે ભાવ વધારા ના માહોલમાં હવે ફરજિયાત પણે હાઇડ્રોકાર્બન ઇંધણ ના બદલે વૈકલ્પિક ઉર્જા તરફ વળવું અનિવાર્ય બન્યું છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા ટૂંક સમયમાં ઇથેનોલ ના ઉત્પાદક અને ખેડૂતો બંનેને પ્રોત્સાહન મળે તેવી નીતિ જાહેર કરશે ,ઇથેનોલ ઉત્પાદન પ્રોત્સાહન નીતિ 2021માં રાજ્ય સરકાર અનેકવિધ રાહત સહાય ની જાહેરાત કરશે
પેટ્રોલમાં ઇથેનોલ નું પ્રમાણ વધારવાની સાથે સાથે આગામી દિવસોમાં ઇથેનોલ ની જરૂરિયાતોમાં ગુજરાત ને વધુમાં વધુ સ્વનિર્ભર બનાવવા માટે ઇથેનોલ ઉત્પાદન સાથે જોડાયેલા પાક વાવવા માટે ખેડૂતોને સહાય થી લઈને પ્રોત્સાહન અને ખા ઈનસેન્ટિવ આપવાનું સરકાર વિચારી રહી છે, બજારમાં પૂરતા પ્રમાણમાં ઇથેનોલ ઉત્પાદન નું લક્ષ્ય પુરુ કરીને 2025માં પેટ્રોલમાં ઈથેનોલનું પ્રમાણ 20 ટકા સુધી કરવા નું આયોજન કરવામાં આવ્યું છે અત્યારે પેટ્રોલમાં માત્ર 7.93ટકા જેટલું ઇથેનોલનું મિશ્રણ થાય છે. ઘર આંગણે ઉભી થનારી ઇથેનોલ ની જરૂરિયાત પૂરી કરવા માટે શેરડી ની ખેતી કરતા ખેડૂતો અને તેનું ઉત્પાદન કરતા ઉદ્યોગોને ખાસ પ્રકારની સહાય સબસીડી અને ઉત્પાદન આધારિત સહાય પ્રોત્સાહન યોજના નું સરકાર દ્વારા આયોજન કરવામાં આવશે, ગુજરાત સરકાર દ્વારા ટૂંક સમયમાં જ ઇથેનોલ આધારિત નીતી જાહેરાત કરશે આ નીતિમાં ઇથેનોલ ઉત્પાદક એકમો અને ઉત્પાદન વધારવા અને ગુણવત્તા સુધારવા માટે જરૂરી સહાય સબસીડી સેકસી સાથે સાથે સરકાર દ્વારા નવા પ્રોડક્શન ના ઉત્પાદન માટે ની ઉપયોગી વ્યવસ્થા અને નવી પદ્ધતિ ને સરકાર દ્વારા મંજૂરી સહિતની પ્રક્રિયામાં લોકોને મદદરૂપ થશે ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ ને પ્રોત્સાહન નીતિ અંગે નોડલ એજન્સી તરીકે નિમણૂક કરવામાં આવી છે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ નેમાળખા સાથે જોડીને સંપૂર્ણ વ્યવસ્થા અને કોઈપણ સમસ્યા ઉભી થાય તો તેના નિવારણ માટે ની સત્તા આપવામાં આવશે
ઇથેનોલ ઉત્પાદન એકમ ઉભુ કરવા માટે મહત્તમ રૂપિયા દસ કરોડ અથવા25 ટકા જેટલી સબસિડી આપીને ઇથેનોલના ઉત્પાદનને પ્રોત્સાહન અપાશે.ઇથેનોલ ઉત્પાદન એકમના ઉત્પાદન માટે મહતમ રૂપિયા પાંચ કરોડ ની પાંચ વર્ષની મુદત માટે 7 ટકા ના વ્યાજ દરથી લોન આપવાની કેન્દ્ર સરકારની યોજના નો લાભ આપવામાં આવશે આ ઉપરાંત પાંચ વર્ષ સુધી એસજીએસટી અને વિદ્યુત શુલ્ક માંથી મુક્તિ આપવામાં આવશે શેરડી અને મકાઈ પકવતા ખેડૂતોને ઉત્પાદન માટે પોતાનો માલ વેચવા બદલ ટન ના1000 રૂપિયા જેટલી ખાસ સબસીડી આપવા મા આવશે.
ગુજરાત સરકારની નવી ઇથેનોલ પ્રોત્સાહન નીતિ થી શેરડી અને મકાઈ સહિતના યવિંફક્ષજ્ઞહ ના ઉત્પાદન સાથે જોડાયેલા કૃષિ પાકોના વાવેતરને પ્રોત્સાહન મળશે અને ખેડૂતોને પણ આવક બમણી નહીં પરંતુ અનેક ગણી વધારવા માટે એક આગવી વ્યવસ્થા ઉપલબ્ધ થશે
પેપેટ્રોલના સતત પણે વધતા ભાવ અને વિદેશથી કરવામાં આવતી આયાત ના કારણે ખરચવા માં આવતું મિયા મણ અર્થતંત્ર માટે બોધરૂપ બની રહ્યું છે ત્યારે પેટ્રોલમાં 20 ટકા જેટલું ઇથેનોલ નો ઉપયોગ શરૂ કરવાના આ નિર્ણયથી પેટ્રોલ ની આયાત ખર્ચ ઘટશે સાથે સાથે ઘરેલુ ધોરણે ઇથેનોલ ના ઉત્પાદન માટે શેરડી અને મકાઈ સહિતના પાકોનું વાવેતર ઉત્પાદન અને ખેડૂતોને વળતર મળવાથી ઘરેલુ વિકાસ દર માં સુપર ઉછાળો આવશે આમ કે આમ ઉઠ્યો કે દામ જેવી ઇથેનોલ ની આ નીતિથી અર્થતંત્ર, ઉદ્યોગ ,ખેડૂત ને બંને હાથમાં લાડવા જેવા લાભ મળશે ગુજરાતમાં ટૂંક સમયમાં જ અમલમાં આવનારી ઇથેનોલ ની આ નીતિ ક્રાંતિકારી પરિણામો લાવનારી બની રહેશે ઇથેનોલ 40 થી 45 રૂપિયા લિટર ની પડતર કિંમતે ઉપલબ્ધ થઇ શકે છે અને પેટ્રોલમાં તેનું પ્રમાણ 20 ટકા સુધી લઇ જવામાં આવે તો પેટ્રોલના ભાવ પણ પરવડે તેવા નીચા જવા માં સરળતા રહે.
પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ 20 ટકા સુધી લઇ જવાના લક્ષ્યને પૂરૂ પાડવા માટે ગુજરાતમાં ઘર આંગણે શેરડી અને મકાઈ માંથી ઇથેનોલનું ઉત્પાદન વધારવાની રણનીતિ અર્થતંત્ર અને ખેડૂતોને આર્થિક રીતે સઘ્ધર બનાવશે
મકાઇમાંથી એક ટને 380 લીટર ઈથેનોલ બનાવી શકાય
પેટ્રોલમાં સરળતાથી ભેળવી શકાય અને વાતાવરણનું પ્રદૂષણ ઘટાવી શકવાની ક્ષમતા ધરાવતું ઇથેનોલ શેરડી ઉપરાંત મકાઈ માંથી પણ મળી શકે છે મકાઈ ની ખેતી શેરડી કરતા ઓછા પાણી અને માવજતથી કરી શકાય છે.વળી 1 ટન મકાઈ માંથી 380 લીટર જેટલું ઇથેનોલ બનાવી શકાય છે આમ ના ઉત્પાદનમાં શેરડી પકવતા ખેડૂતોની સાથે સાથે હવે મકાઈ પકાવનાર ખેડૂતોને પણ લાભ થશે.