નાણામંત્રી નિર્મલા સિતારમનની ઉપસ્થિતિમાં યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ગુજરાત સરકારે વેન્ટીલેટર સહિતની કોરોના સારવારની સામગ્રીમાં રાહત આપવા રજૂઆત કરી હતી. છઠ્ઠી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ગુજરાત સરકારે વેન્ટીલેટર સહિતની ઘટાડાની રજૂઆતને કાઉન્સિલે સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.
નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા કોરોના સારવારમાં ઉ૫યોગી વેન્ટીલેટર અને અન્ય ચીજવસ્તુઓ, દવાઓમાં જીએસટી દર ઘટાડવાની રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ બેઠકમાં કાઉન્સિલે ૧૩,૦૦૦ કરોડ રૂપિયા જીએસટી આવકની તફાવતરૂપે ગુજરાતને ચુકવવાની રજૂઆતને ધ્યાને લેવાનું વચન આપ્યું હતું. નિતિન પટેલે જણાવ્યું હતું ગુજરાત જીએસટી આવકનો તફાવત ૯૨,૦૦ કરોડ હતો. અન્ય રાજ્યો સહિત અમે પણ જીએસટી કાઉન્સીલ કમિટિએ દવા, ઓક્સિજન પ્લાન્ટ, ઓક્સિજન જનરેટર, સાધનો, ઓક્સિમીટરની ચીજવસ્તુઓનો વર્તમાન જીએસટી દર ૧૨% છે તેને ઘટાડવા રજૂઆત કરી છે.
અમે કાઉન્સીલને જીવન રક્ષક ચીજવસ્તુઓ ખાસ કરીને વેન્ટીલેટર, દવાઓ કોરોનાની સારવાર માટે સસ્તા દરે મળી રહે તે માટે વર્તમાન ૧૨ થી ૧૮ના સ્લેબમાં ઘટાડો કરવા વિનંતી કરી છે. કાઉન્સીલે સમિતિઓને આવતા અઠવાડીયા મળનારી બેઠકમાં આ અંગે દરખાસ્ત રજૂઆત કરવા જણાવ્યું હતું. નિતિન પટેલે જણાવ્યું હતું કે જીવન રક્ષક દવાઓ અને વેન્ટીલેટરના જીએસટી દરોમાં આવનારી બેઠકમાં ઘટાડો થશે એવો અમને વિશ્વાસ છે.
સાથે-સાથે રાજ્ય સરકારે નાના અને મધ્યમ વેપારીઓ અને જીએસટી કર દાતાઓને વિલંબથી ટેક્સ ભરવાની પરિસ્થિતિમાં લેટ ફી અને દંડની રકમમાંથી મુક્તિ આપવાની માંગ કરી હતી. ૨૦૦૦ થી ૧૦,૦૦૦ રૂપિયા સુધીના લેટ ફીમાં રાહત આપવાની માંગ કરી છે. વિડીયો કોન્ફરન્સથી નિર્મલા સિતારમનની અધ્યક્ષતામાં યોજાયેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં રાજ્યકક્ષાના રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર, કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
નાના ટેક્સપેયરોને રાહતની (સ્કિમ) જાહેર કરતા નાણામંત્રી
નાણામંત્રી નિર્મલા સિતારમનની ઉપસ્થિતીમાં યોજાયેલી જીએસટી કાઉન્સીલ બેઠકમાં નાના કર દાતાઓને રાહત આપવા માટે એમનેસ્ટી સ્કીમ જાહેર કરવામાં આવી છે જેમાં મધ્યમ અને લઘુ કરદાતાઓને વિલંમથી જીએસટી ભરવાની લેટ ફીમાં રાહત આપવામાં આવશે. કરદાતાઓ પેન્ડીંગ રિટર્ન મુદ્ત રીતે પણ ભરી શકશે. આ યોજનામાં લેટ ફીની મહત્તમ દંડની રકમમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે અને ભવિષ્યના ટેક્સ સમયગાળામાં પણ સામેલ કરવામાં આવશે. વાર્ષિક રિટર્ન ભરવાની પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવશે. સી.એ.ના સર્ટિફીકેટમાંથી મુક્તિ આપવામાં આવશે. ૨૦૨૦-૨૧ વર્ષમાં ૨ કરોડથી ઓછા ટર્ન ઓવરની પરિસ્થિતીમાં વૈકલ્પિક ધોરણે ફાઇલ ભરી શકાશે. તેવી અનેક રાહતો આપતી સ્કીમની ભેટ કર દાતાઓને આપી છે.