રાજકોટના જુના અધિક કલેકટર પરિમલ પંડયાની અમદાવાદ ખાતે બદલી થતાં રાજકોટના જ નિવાસી અધિક કલેક્ટર તરીકે શ્રી કેતન બી. ઠકકરે આજે ચાર્જ સંભાળ્યો હતો. કેતન ઠકકર ૧૯૯૮ની બેચના જી.એ.એસ. અધિકારી છે.તેમના પોતાની કારકિર્દી ની શરૂઆત જૂનાગઢ ઠથી કરી હતી .તેમણે અગાઉ જુનાગઢ, જામનગર, રાજકોટ અને ત્યાર બાદ છેલ્લે અમદાવાદ મહાનગરપાલિકામાં ડે. કમિશનર તરીકે સેવાઓ આપેલી છે. શ્રી કેતન ઠકકરે આજે શુભેચ્છા મુલાકાતમાં જણાવ્યું હતું કે, તેઓ કલેક્ટર અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જન સેવાઓ વધું વેગવંતી બને અને સુચારૂ વ્યવસ્થાઓ જળવાય રહે તેમજ રાજ્ય સરકારના ઉદેશો સિધ્ધ થાય તેવા પ્રયાસો કરાશે.

હાલ રાજકોટનના જ પોતીકા એવા અધિક કલેકટર કેતન ઠક્કર હવે પોતાના શહેરની અને જિલ્લાની અંદર ચાલતી જનસેવા કામગીરીઓને વેગવંતી બનાવશે.
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં બદલીનો દોર ચાલી રહ્યો છે. થોડા સમય પહેલા જ ગુજરાતમાં સચિવાલયમાં એકસાથે 77 IAS ઓફિસરોની બદલી કરવામાં આવી હતી, ત્યારે હવે ગુજરાત કેડરના 79 ક્લાસ 1 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીમાં રાજકોટના અધિક નિવાસી ક્લેક્ટર પરિમલ પંડ્યાની અમદાવાદ અધિક નિવાસી ક્લેક્ટર બનાવવામાં આવ્યા છે. તો અમદાવાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશન કેતન ઠક્કરની રાજકોટના અધિક નિવાસી ક્લેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. તો અમદાવાદના અધિક નિવાસી ક્લેક્ટર હર્ષદ વોરાની ગાંધીનગર ખાતે ટ્રાન્સપોર્ટ વિભાગમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે બદલી કરવામાં આવી છે.

ત્યારે આજે સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, રાજ્યના ત્રણ મહાનગર સુરત,અમદાવાદ અને રાજકોટના IPS ની ટૂંક સમયમાં બદલી થઇ શકે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.