- જામનગરના આંગણે ઉતર્યું આખે આખું બોલીવુડ જગત
જામનગર ન્યૂઝ : જામનગરના આંગણે ઐતિહાસિક ઇવેન્ટનો પ્રારંભ ગઈ કાલે થઈ ચૂક્યો છે. અનંત અંબાણી અને રાધિકા માર્ચન્ટના પ્રિવેડિંગ સમારોહ હજુ પણ બે દિવસ ચાલશે. આ જાજરમાન ઇવેન્ટના પ્રારંભની સાથે જ જામનગરના આગણે આખે આખું બોલિવુડ જગત તથા હોલિવુડના દીગજ્જો અને ક્રિકેટ રમતગમત ક્ષેત્રના હિરલાઓ અને દેશ વિદેશની હસ્તીઓનું આગમન થયું હતું. મુકેશ અંબાણીના ભાઈ અને અનંત અંબાણીના કાકા અનિલ અંબાણી પણ જામનગર આવી પહોંચ્યા હતા.
ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની અને તેમના પત્ની સાક્ષી પણ જામનગર ખાતે ગઈકાલે આવી પહોંચ્યા હતા.
ક્રિકેટર અને હિટમેન ગણાતા રોહિત શર્મા પણ પોતાની પત્ની સાથે ગઈકાલે જામનગર પહોંચ્યા હતા. સચિન તેંડુલકર તેમજ અંજલી તેંડુલકર અને સારા તેંડુલકર પણ ગઈકાલે સહભાગી થવા માટે આવ્યા હતા. હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા પણ જામનગર આવ્યા હતા. ભારતના જાણીતા બિઝનેસમેન સુલેહ શેઠ જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત કેન્દ્રીય ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટ મંત્રી અનુરાગ ઠાકોર પણ જામનગરમા છે.
ખાસ પ્રી-વેડિંગ અવસરે સહભાગી થવા માટે ભૂતાનના રાજાનું પણ જામનગર ખાતે આગમન થયું હતું આ દરમિયાન જિલ્લા પોલીસ વડા દ્વારા તેઓનું આદર ભાવ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.
આમિર ખાન પણ જામનગર આવી પહોંચ્યા હતા.
અક્ષય કુમાર, બોલીવુડ જગતના પાવર કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કયારા અડવાણી પણ જામનગરના આંગણે મહેમાન બન્યા હતા. બોલીવુડ જગતની માધુરી દીક્ષિત પણ જામનગર એરપોર્ટ પર આવ્યા હતા .બોલીવુડ જગતના સિંઘમ અજય દેવગન અને તેમના પત્ની પણ એરપોર્ટ ખાતે પધાર્યા હતા. શ્રદ્ધા કપૂર એ ચાહકોના દિલ જીતી લીધા હતા.
દિશા પટની પણ જામનગર એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. સેફ અલી ખાન, કરીના કપૂર, સારા અલી ખાન અને કરિશ્મા કપૂર તેમજ તૈમુર, ઈબ્રાહીમ અલી પણ જામનગર આવ્યા છે.
ખાસ સ્ટાઇલિશ બોય જોહન અબ્રાહમ પણ જામનગર ખાતે આવતા ચાહકોએ અભિવાદન કર્યું હતું. વરૂણ ધવન પણ ફેમિલી સાથે એરપોર્ટ પહોંચ્યો હતો. સાઉથ ફિલ્મ સ્ટાર રામચરણ પણ જામનગર આવી પહોંચ્યા હતા. જે બ્લેક કપડામાં પોતાની પત્ની સાથે નજરે પડ્યા હતા.
બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ, રિહાના, ઈવાંકા ટ્રમ્પ અને અન્ય ઘણાં પૂર્વ વડાપ્રધાન પણ ત્રણ દિવસના પ્રિ વેડિંગ સમારોહમાં સામેલ થવા જામનગર આવી પહોંચ્યા છે.અંબાણી પરિવારના જમાઈ આનંદ પિરામિલ પણ જામનગર આવ્યા હતા. તે જ રીતે કતાર દેશના પ્રાઇમ મિનિસ્ટર મોહમ્મદ બિન અબ્દુલરહેમાન બિન જસ્સિમ અલ થાની પણ જામનગરના મહેમાન બન્યા છે. સદગુરુ જગી મહારાજ પણ જામનગરની મુલાકાતે આવ્યા છે.
સાગર સંઘાણી