ક્ષત્રિય રાજ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા દ્વિતીય ‘ગુદડી કા લાલ’ વિદ્યાર્થી સત્કાર સમારોહ અરવિંદભાઈ મણિયાર હોલમાં ભવ્યાતિભવ્ય રીતે સફળતાપૂર્ણ ૬ જાન્યુઆરીને રવિવારના રોજ સમાપન થયું. ગુદડી કા લાલ એટલે ચીંથરે વિટાયેલુ રતનના સ્વાભિમાનયુકત સન્માનમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરકારી શાળામાં ધો. ૧ થી ૮માં ભણતા ક્ષત્રિય ગિરાસદાર સમાજના દીકરા-દીકરીઓને સન્માનિત કરવામાં આવ્યા. આ દ્વિતીય ગુદડી કા લાલ કાર્યક્રમની સ્પોન્સરશિપ અશોકસિંહ પરમાર (નાયબ સચિવ ગાંધીનગર) દ્વારા તેમના પિતા શતાયુ શતાયુ શામળદાસ આર્ટસ કોલેજના નિવૃત પ્રિન્સીપાલ, ગરાસિયા બોર્ડીંગ ભાવનગરના માજી ગૃહપતિ, એનસીસીના નિવૃત મેજર તખ્તસિંહજી પરમાર (કુકડા) હાલ ભાવનગરના જીવન શતાબ્દી પ્રવેશ નિમિતે સ્પોન્સર કરવામાં આવેલ. આવતા વર્ષ માટેની સ્પોન્સરશિપ કુલદપસિંહ વી.જાડેજા (ભચાઉ નગરપાલિકા પ્રમુખ) દ્વારા કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં મહેમાનોમાં મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાનના પ્રમુખ યોગરાજસિંહ જી.જાડેજા, ગુજરાત પ્રદેશ પ્રમુખ, ગુજરાત મહિલા કોંગ્રેસના ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, મહિલા અધ્યક્ષા, અખિલ ગુજરાત રાજપુત યુવાસંઘના દશરથબા મહેન્દ્રસિંહજી પરમાર, ભચાઉ નગરપાલિકા પ્રમુખ કુલદિપસિંહ વી.જાડેજા તેમજ ગોકુલ હોસ્પિટલના એમ.ડી. ડો.દિગ્વીજયસિંહ જાડેજાએ કાર્યક્રમને અનુલક્ષીને વકતવ્ય આપ્યું હતું. તેમજ સરાહનીય કાર્ય કરવા બદલ ક્ષત્રિય રાજ ફાઉન્ડેશન રાજકોટની સમસ્ત યુવા ટીમની પ્રશંસા કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિગ્વીજયસિંહ એન.વાઘેલા (ધીંગડા) દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ ક્રિપાલસિંહ બી.રાણા તેમજ સંકલન સમિતિના સભ્યો, વિરભદ્રસિંહ વાઘેલા, પુષ્પરાજસિંહ ગોહિલ, કિર્તીરાજસિંહ જાડેજા, પંકજસિંહ સરવૈયા, નવલસિંહ જાડેજા, જયદિપસિંહ ગોહિલ, હરદિપસિંહ રાયજાદા, રાજદિપસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, લકકીરાજસિંહ જાડેજા, જગદેવસિંહ જાડેજા વગેરે કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી બન્યા હતા.