આજે ગુવાહાટીમાં જીએસટી કાઉન્સિલની બેઠકના બીજા દિવસે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રાહતની ખબર આવી રહી છે. આ બેઠકમાં કાઉન્સિલે 177 વસ્તુઓ પર 28 ટકાને બદલે હવેથી 18 ટકા GST લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.
આ નિર્ણય પહેલાં કુલ 227 એવી વસ્તુઓ હતી જેના પર 28 ટકા GST લાગતો હતો જેને હવે 18 ટકા કરી દેવામાં આવ્યો છે. જેથી હવે માત્ર 50 વસ્તુઓ એવી રહેશે કે જેના પર 28 ટકા GST લાગશે.
આ બેઠકમાં પ્રથમ દિવસે જુદી જુદી બાબતો પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકના અંતે ઘણી વસ્તુઓ પર ટેક્સ ઘટાડાની જાહેરાત થવી અપેક્ષિત હતી. જીએસટી લાગુ થયાના ચાર મહિના બાદ નાણાપ્રધાન અરૂણ જેટલીની આગેવાનીમાં પેનલ સમગ્ર રીતે ટેક્સની સમિક્ષા કરી રહી હતી જેના પગલે આ બેઠકના અંતે નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણયની આજે સાંજે ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બે દિવસની બેઠક ગૌહાટીમાં યોજાઇ હતી.