શિયાળ તાણે સીમ ભણી, કુતરૂં તાણે ગામ ભણી!!

સરકારની જે રાજયોને વળતર આપવા માટે જીએસટી કાઉન્સીલ દ્વારા જે યોજના બનાવવામાં આવી છે તેને ધ્યાને લઈ ઘણાખરા મહત્વપૂર્ણ સુધારાઓ પણ જોવામાં આવી રહ્યા છે. જીએસટીમાં જે ખાધ ઉદભવિત થઈ છે તેને કેવી રીતે પુરી કરી શકાય તે માટે રાજયોને વળતર યોજના માટે પ્રેરીત કરવામાં આવ્યા હતા. કોરોનાના કારણે જે લોકડાઉનની સ્થિતિ સર્જાય હતી તેને લઈ અર્થવ્યવસ્થામાં ઘણો ફેરબદલ પણ જોવા મળ્યો છે ત્યારે આ સમયગાળામાં કેન્દ્ર સરકારને જે જીએસટી મારફતે આવક થવી જોઈએ તે થઈ શકી નથી. જેને વશ સરકાર માટે હાલની સ્થિતિ અત્યંત કપરી બની છે જેમાં એક તરફ રાજયોને સંભાળવાની જરૂરીયાત છે તો બીજી તરફ કેન્દ્રને પણ આવક કેવી રીતે વધુ થાય તે જાણવું પણ એટલું જ જરૂરી છે. આ મુદ્દાને ધ્યાને લઈ ૪૨મી જીએસટી કાઉન્સીલમાં આ મુદ્દો ઉઠવા પામ્યો હતો જેમાં નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, આ વર્ષે રૂા.૨૦ હજાર કરોડનું વળતર એકત્રિત કરવામાં આવ્યું છે જે રાજયોમાં વહેંચવામાં આવશે પરંતુ હજુ સુધી જે યોગ્ય જવાબ રાજયોને મળવો જોઈએ તે ન મળતા ફરી ૧૨મી ઓકટોબરે જીએસટી કાઉન્સીલની બેઠક યોજાવા જઈ રહી છે.

૪૨મી જીએસટી કાઉન્સીલની બેઠકમાં નાણા સચિવ અજય ભુષણના જણાવ્યા મુજબ ૧લી જાન્યુઆરીથી જે કરદાતાઓનું વાર્ષિક ટનઓવર ૫ કરોડથી ઓછુ હશે તેને માસિક રીટર્ન ફાઈલ કરવાની જરૂર રહેશે નહીં. સાથોસાથ સરકારે કમ્પઝેશન સેસ પણ વર્ષ ૨૦૨૨ સુધી રાખવા માટેનો નિર્ણય લીધેલો છે જેથી રાજયોને કમ્૫ઝેશન સેસ તરફથી થતી આવકથી તેઓ વળતર પણ ચુકવી શકે છે પરંતુ સરકારના આ વિકલ્પને બિનભાજપ શાસિત રાજયોએ નકારી કાઢયો છે અને જણાવ્યું છે કે, સરકાર આરબીઆઈ પાસેથી લોન લઈ રાજયોને નાણા પરત કરે. જીએસટીમાં હાલ ઘણાખરા સુધારાઓ જોવામાં આવી રહ્યા છે ત્યારે હાલના સમયમાં ઉધોગોને બેઠુ કરવા અને દેશની આવકને વધુને વધુ વધારવા માટે સરકાર હાલ પ્રયત્નો કરી રહ્યું છે ત્યારે આગામી ૧૨મી ઓકટોબરની બેઠક અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.