ઉનાળામાં વધતા જતા તાપની સાથે લોકો તેની સવલતો પણ વધારી રહ્યા છે. ત્યારે હવે લગ્ન પ્રસંગ અથવા કોઈ પણ પ્રસંગમાં ભર બપોરે ઉજવણી કરવા માટે લોકોમાં હવે “મોબાઈલ” મંડપનો ક્રેઝ વધી રહ્યો છે. પ્રસંગોની ઉજવણીમાં ઉનાળાના ધમધખતા તાપમાં લોકો પરસેવે રેપ-જેપ થઈ જતા હોય છે. પરંતુ હવે આ ખેલૈયાઓને તાપથી બચવા માટે મોબાઈલ મંડપનો આવિષ્કાર કરવામાં આવ્યો છે.
મોબાઈલ મંડપ પ્રોસેશનમાં નાચતા-ગાતા ખેલૈયાઓને પ્રોટેક્ટ કરવા માટે તેમની સાથે સાથે રહીને તાપથી બચાવે છે. પરંતુ હર એક સુવિધાની સાથે દુવિધાઓ પણ રહેતી હોય છે. તેમ મોબાઈલ મંડપમાં પણ રસ્તા પર ફરતા પ્રોસેશન સાથે ટ્રાફિક જામની પણ સમસ્યાઓ રહે છે. હાલ શહેરીજનોમાં ભરબપોરે ઉજવણીની સાથે તડકાથી બચવા માટે મુવેબલ મંડપનો ક્રેઝ વધ્યો છે. તો સામે તેનો ખર્ચ પર વધુ હોવાનું જાણવા મળ્યું છે.