રાજકોટનાં ખોખળદળ ખાતે જૂનુ ધમ્મકોટ વિપશ્યના ધ્યાન કેન્દ્ર હતુ ૧૮ એકર જમીનમાં વિકસાવેલું હતુ તેને હવે મોટુ સ્વરૂપ આપી જામનગર રોડ રંગપર ખાતે ૨૧ એકર જમીનમાં વિકસાવવામાં આવશે. આ કેન્દ્રનું ભૂમિપૂજન ગઈકાલના રોજ કરવામાં આવ્યું હતુ આ તકે બહોળી સંખ્યામાં મહાનુભાવો તથા વિપશ્યી સાધકો ઉપસ્થિત રહ્યા હતા.
અબતક સાથેની વાતચીત દરમિયાન રાષ્ટ્રીય કામઘેનું આયોગના ચેરમેન ડો. વલ્લભ કથિરીયાએ જણાવ્યું હતુ કે પૂ. સત્યનારાયણ ગોયૈકાના સંપર્કમાં આવ્યા પછી પ્રથમ શિબીર ત્યારબાદ અનેક શિબીર કરી છે. રાજકોટનું સદભાગ્ય છે કે ધમ્મકોટ કેન્દ્ર કોઠારીયા રોડ પર વર્ષોથી અહીયા કાર્યરત હતુ તેનું વિસ્તૃતીકરણ કરી આંતરરાષ્ટ્રીય કક્ષાનો વિપશ્યના કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. તેનું આજે ભૂમિપૂજન થઈ રહ્યું છે. અહીયા શોર્ટ ટમ, લોંગટમ, જેવા અનેક શિબીરો થશે. આ તકે આંતરરાષ્ટ્રીય કેન્દ્ર સાચા અર્થમાં એક તપોભૂમિ બનશે જે સદીઓ સુધી અનેક વિપશ્યી સાધકો તૈયાર કરીને વિપશ્યનાનો સંદેશો ફકત દેશ વિદેશ નહી પરંતુ વિશ્ર્વમાં ફેલાવશે અને તેના તરંગો દ્વારા આ ભૂમિ દ્વારા અનેક શુભ કાર્યો વિશ્ર્વ કલ્યાણના થશે. દરેક આત્મા મોક્ષમાર્ગ પર જવામાં પ્રયત્નશીલ છે. નિર્વાણ માટે ભગવાન બુધ્ધે આપેલી આ વિધા જે સાર્વકાલીન, સાર્વભૌમિક સાર્વદેશીક છે. તે ચોકકસ રીતે અનેક યુગો સુધી મનુષ્યના આત્મકલ્યાણ માટે મોક્ષ માર્ગ માટે નિમિત બનશે તેવી મને શ્રધ્ધા છે.
અબતક સાથેની વાતચીતમાં બાલાજી વેફર્સના માલીક ચંદુભાઈ વિરાણીએ જણાવ્યું હતુ કે
આજના સમયમાં માણસને સુખી થાવું છે પરંતુ માણસ દુ:ખી થાય છે. જો માણસ સમજી જાય કે સુખ અહીયા જ છે. તો તે સુખ કયાં મળે? જે વિપશ્યનાની અંદર શિબીર કરવાથી મનની સ્થિરતા મળે. ભટકતુ મન સ્થિર થાય જો મગજ સ્થિર હોય તો મોટુ સુખ તે જ છે. તો એ વિપશ્યનાનો ઘણી વખત જાતે અનુભવ કરેલો છે. વિપશ્યનાથી અનેક લોકોને શાંતિ મળશે. ત્યારે આજે ધમ્મકોટ ખાતે વિપશ્યના સેન્ટરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. અહીયા ઘણા બધા લોકો ઉપસ્થિત રહ્યા છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન જયંતીભાઈ ઠકકરએ જણાવ્યું હતુ કે
સૌરાષ્ટ્રની ભૂમિ મારા માટે કર્મની ભૂમિ છે. કારણ કે પહેલું જે સેન્ટર તૈયાર થયું ત્યારથી અહી જ કામ કરેલું છે. અને આ તપોભૂમિનાં માધ્યમથી અનેક લોકોને કઈ રીતે કલ્યાણ થાય તે કામમાં જોડાયેલા છીએ આજે નવા ધમ્મકોટ ખાતે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આજે ભૂમિપૂજન વખતે નવસોથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.