મુખ્યમંત્રી રૂપાણી તથા કેન્દ્રીય આરોગ્ય મંત્રી નડ્ડાના હસ્તે થશે ખાતમૂહૂર્ત: રકતપિતની રસી તેમજ મેલેરીયા મુકત ગુજરાત અભિયાનનો શુભારંભ, ઈન્ટર્ની હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ
સીવીલ હોસ્પિટલના જર્જરીત જૂના બિલ્ડીંગની જગ્યામાં જ શહેર જીલ્લાના દર્દીઓને વધુ સુવિધા મળી રહે તે માટે સુપરસ્પેશ્યાલીટી હોસ્પિટલ તે સ્થળ પર બનાવવા અંગે ગુજરાતની રાજયની આરોગ્ય વિભાગ દ્વારા કવાયત ચાલતી હતી. તેને મંજુરીની મ્હોર મળી ગયેલ છે. આ નવી ઈમારતનાં નિર્માણથી દર્દીઓમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ છે. આમ આ સુપરસ્પેશિયાલીટી હોસ્પિટલના નિર્માણ થકી રાજકોટ સીવીલ હોસ્પિટલમાં પ્રધાન મંત્રી સ્વાસ્થય સુરક્ષા યોજના અંતર્ગત મલ્ટી સ્પેશ્યાલીટી સુવિધા ધરાવતી અત્યાધુનિક બિલ્ડીંગ નિર્માણનો પ્રોજેકટ અંતે ધમધમતો થશે અને આગામી રવિવારે વિજયભાઈ ‚પાણી તથા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડાના વરદ હસ્તે ખાતમૂહૂર્ત કરવામાં આવશે.
આ ખાતમૂહૂર્તના પ્રસંગે ગુજરાત રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ મંત્રી શંકરભાઈ ચૌધરી, મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નીતીનભાઈ ભારદ્વાજ ખાસ ઉપસ્થિત રહેશે.
અંતમાં કમલેશ મિરાણીએ જણાવેલ કે ગુજરાત રાજયની પારદર્શક, નિર્ણાયક, પ્રગતિશીલ અને સંવેદનશીલ સરકારની આ એક વધુ સિધ્ધિ બનશે. અને સંવેદનશીલ સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના આ સંવેદનશીલ નિર્ણયથી રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના દર્દીઓની હાલાકી દૂર થશે. આમ, ગુજરાતની ભાજપ શાસિતસરકારની વધુ એક સિધ્ધીને આવકારીને અભિનંદન પામતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જણાવ્યું હતુ.