કોપર કોર્નર-૩માં ઘણી ફેસીલીટી: અત્યાધુનિક સુવિધા સાથેનું કોમ્પ્લેકસ
ઈમીટેશન જવેલરી માર્કેટ માટે ખાસ કોપર કોર્નર ૩નાં અત્યાધુનિક બિલ્ડીંગનું ઉદઘાટન કરવામાં આવ્યું હતુ કોપર કોર્નર ૩ એ અત્યાધુનિક સુવિધા સાથેનું કોમ્પ્લેક્ષ છે. જેમાં સૌ પ્રથમ વાર ત્રણ પાર્કિંગની ફેસીલીટી અપાશે. આ ઉપરાંત આ કોમ્પ્લેક્ષ લોનેબલ તેમજ ટાઈટલ કલીયર હોવાથી સરળતા રહેશે. આઉપરાતં કોમ્પ્લેક્ષનાં દરેક ફલોર પર સીસીટીવી કેમેરા ગોઠવેલા છે. કોમન એરિયાની અંદર ઈટાલીયન માર્બલનું ફલોરીંગ પણ અપાયું છે. ડબલ હાઈટેડના શોરૂમ આપેલા છે. જેની અંદર લેકીંગ ટોઈલેટ અને પેન્ટ્રીની વ્યવસ્થા પણ અપાઈ છે.આ તકે બિલ્ડર પ્રવિણ પીપળીયાએ જણાવ્યું હતુ કે છેલ્લા ૧૮ વર્ષથી રાજકોટની અંદર રીયલ એસ્ટેટ સાથે હું સંકળાયેલો છું કોપર બ્રાન્ડ હેઠળ અમે રાજકોટની અંદર અલગ અલગ વિસ્તારમાં રાજકોટ તથા રાજકોટની બહાર પણ ઘણા બધા પ્રોજેકટો, રેસીડેન્સીયલ તેમજ કોમર્શીયલ પ્રોજેકટો અમે કરેલા છે. કોપર કોર્નર બિલ્ડીંગ અત્યારના સમયનું હાઈટેક બિલ્ડીંગ અમે લોકો બનાવી રહ્યા છીએ જેમાં લોકોની જરૂરીયાત મુજબ ઘણી બધી એડવાન્સ ફેસીલીટી અમે આ બિલ્ડીંગની અંદર લાવ્યા છીએ. બેઝીકલી આ વિસ્તારમાં જ હું મોટો થયો છું એટલે આ વિસ્તારની બેઝીક જરૂરીયાત શું છે. ખાસ કરીને જવેલરી તેમજ સિલ્વર ઓર્નામેન્ટ વગેરેનો મને ડિટેઈલમાં ખ્યાલ છે. એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખી મેં ૧૯૯૯માં પણ આ વિસ્તારમાં પ્રોજેકટ કરેલા છે. ૨૦૦૭માં પણ આ વિસ્તારમાં પ્રોજેકટ કરેલા છે. એવી રીતે અલગ અલગ સમયમાં મેં આ વિસ્તારમાં પ્રોજેકટો કરેલા છે. એટલે હાલ લોકોની જરૂરીયાતોને ધ્યાનમાં રાખી અમે નવો પ્રોજેકટ લાવ્યા છીએ.આ તકે રાઈટ સોલ્યુશનનાં ઓનર મુકેશ શુકલએ જણાવ્યું હતુ કે અમે આ ફિલ્ડમાં છેલ્લા ૭ વર્ષથી જોડાયેલા છીએ રણછોડનગર એરિયામાં ઈમિટેશન જવેલરી માટેનું માર્કેટ જયાં એશિયા લેવલ ઉપર જેનું નામ છે. એ એરિયાની અંદર ઈમિટેશન જવેલરી માટે અમે લોકો ખાસ એક અધતન સુવિધા અને આધુનિકક સગવડો સાથેનું એક કોમ્પ્લેક્ષ લઈને આવી રહ્યા છીએ. જેનું નામ છે. કોપર કોર્નર ૩ આ બિલ્ડીંગની વાત ક‚ તો આ એરિયાની અંદર ઈમીટેશન જવેલરી માર્કેટ જે રીતે કુદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે.તે ઈન્ડસ્ટ્રી અને ઈન્ડિયા લેવર ઉપર જેનું નામ છે. એના માટે અમે લોકો એક સ્પેશિયલ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ બનાવીએ છીએ. આ કોમ્પ્લેક્ષમાં શો રૂમ, શો-પીસ, ઓફીસ અને શોપ છે. બિલ્ડીંગની વાત કરૂ તો સૌ પ્રથમવાર આ એરિયાની અંદર અમે લોકો ત્રણ પાર્કિંગની ફેસિલીટી આપીએ છીએ. જેમાં અંડર ગ્રાઉન્ડ સેલર પાર્કિંગ, ગ્રાઉન્ડ ફલોર પાર્કિંગ અને પ્રથમ વખત લીફટ સાથેનું ટુ વ્હીલરનું ટેરેસ પરનું ઓનર પાર્કિંગ આપીએ છીએ. જેથી કરીને આવનાર તમામ ઓનર્સ માટે અને કસ્ટમર્સ માટે સગવડતા રહે. આ સિવાય ટોટલી કોમ્પ્લેક્ષ લોનેબલ, ટાઈટલ કલીયર છે. તમામ બેંકનાં અંદરરથી બેંક લોન સપોર્ટ પણ મળી શકે છે, દરેક ફલોર પર સીસીટીવી કેમેરા ગોઠવેલા છે. કોમન એરિયાની અંદર ઈટાલીયન માર્બલનું ફલોરીંગ આપેલું છે. ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફલોર ઉપર ડબલ હાઈટેડના શો રૂમ આપેલા છે. જેની અંદર એટેચ લેકીંગ ટોઈલેટ અને પેન્ટ્રીની વ્યવસ્થા આપેલી છે ૨૪ કલાકની સિકયોરીટી પણ અપાઈ છે.આ તકે રાજેશભાઈ જાનીએ જણાવ્યું હતુ કે તેઓ છેલ્લા ૭ વર્ષથી માર્કેટીંગ ફિલ્ડ સાથે જોડાયેલા છે. કોપર કોર્નર-૩એ આ એરિયાનું પ્રથમ એવું કોમ્પ્લેક્ષ બનશે કે જેમાં ૧૦૦% ટાઈટલ કલીયર, લોનેબલ ટાઈટલ આપી રહ્યા છીએ. જેથી કરીને શો-રૂમ અને ઓફિસો બનશે. એ બધા ઓનર્સ માટે કાયમી માટે સુવિધાજનક રહેશે. બીજુ કે ઈન્ટરનેશનલ માર્કેટ ઈમિટેશન જવેલરીનું એમાં આવત ગુજરાત બહારનાં ગ્રાહકો છે. અને ઈન્ટરનેશનલ ગ્રાહકો છે. એને સરી ફેસીલીટી પ્રોવાઈડ કરી શકીએ એ પ્રકારની વ્યવસ્થા કોપર કોર્નર-૩ કોમ્પ્લેક્ષમાં આપવા જઈ રહ્યા છીએ.