ગંદી વાસ મારતું પ્રદુષિત પાણી પશુઓ પણ પીતા નથી

રાજકોટ જીલ્લાના લોધિકા ગામમાં રોકડીયા હનુમાન પાસે બોરમાં છેલ્લા પંદર દિવસથી ગટરનું પાણી ભળી ગયેલ  છે. આ બાબતે અસરગ્રસ્ત ગ્રામજનોએ વારંવાર સમપંર સમક્ષ રજુઆત કરેલ પણ તેમણે જણાવેલ કે આ બાબત આરોગ્ય અને સિંચાઇ ખાતા હસ્તકની છે.

આ પ્રદષિત પાણી પશુઓ પણ પીતા નથી. અને ગંદીવાસ મારે છે તેમાં કપડા ધોઇ શકાતા નથી. જયારે ગટર નાખી ત્યારે પણ ઘણા ગ્રામજનોએ જણાવેલ કે ગટરના પાઇપમાં સિમેન્ટથી સાંઘ કરવા જોઇએ પણ તે સમય કોઇએ ખાસ ઘ્યાન આપેલ ન હતું અને ગટરમાં જે પાઇપ નાખેલ છે તે બિલકુલ ભંગાર અને રિજેકટ થયેલ પાઇપ નાખેલ છે ઠેક ઠેર આ ભુંગળા ભાંગીને ગટરમાં પડવાથી વારંવાર ગટરો બંધ થઇ જાય છે. જો બોરમાં આવતું ગટરનું પાણી અટકાવવામાં નહી આવે તો ગ્રામજનો આરોગ્ય ઉપર ગંભીર ખતરો ઉભો થાય તેમ છે. આથી આ ગટરનું પાણી તાત્કાલીક બંધ કરાવવા રાજેશભાઇ કમાણી સાથે અસરગ્રસ્ત ગ્રામજનોએ કલેકટરને આવેદન પાઠવી રજુઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.