21મી સદીમાં પણ સિનિયર સિટીજનો વિનાનો સમાજ અપૂર્ણ

આપણે 21મી સદીમાં પહોંચ્યા પરંતુ આપણી મૂળભૂત સંસ્કૃતિને ભૂલવા લાગ્યા: યોગેશ જોગસણ

વેકિસન અંગે આજે પણ અનેક લોકોમાં અંધશ્રધ્ધાએ ઘર કર્યું છે: કર્તવી ભટ્ટ

બાળકોમાં અંગ્રેજી શિક્ષણ જરૂરી છે પરંતુ ગુજરાતીનાં ભોગે નહીં જેથી અનેક લોકો ગુજરાતી શિક્ષણ તરફ વળ્યા છે: ડો.ડિમ્પલ રામાણી

સમાજમાં પરિવારોનું આભૂષણ ગણાતા વૃધ્ધોની વેદના, તરૂણોની વ્યથા અને લોકડાઉન અને ઓનલાઈન શિક્ષણ વચ્ચે પીસાતા વિદ્યાર્થીઓની વિટંબણા અંગે ખૂબજ જાણવા જેવી સચોટ માહિતી સૌરાષ્ટ્ર યુનિ.મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ, પ્રો. ડીમ્પલ રામાણી તથા વેકસીન કામગીરીમાં સેવા બજાવનાર વિદ્યાર્થીની કર્તવી ભટ્ટ દ્વારા તાજેતરમાં જ ‘અબતક’ ચેનલના ચાય પે ચર્ચા કાર્યક્રમમાં પ્રસારીત કરવામાં આવેલ જેનો સંક્ષીપ્ત અહેવાલ અહી રજૂ કર્યો છે.

સવાલ: વૃધ્ધો પરિવારમાં રહેવા છતાં એકલતા અનૂભવે છે તેમાં પણ ખાસ કરીને વૃધ્ધાને મૂશ્કેલી હોય છે કે કેમ…?

જવાબ: આપણે 21મી સદીમાં પહોચ્યા પરંતુ મૂળભૂત સંસ્કૃતિને ભૂલવા લાગ્યા અને પશ્ર્ચિમી સંસ્કૃતિ આપણા ઉપર હાવી થવા લાગી છે. જેથી વડીલો પરિવારમાં હોવા છતાં એકલતા અનુભવી રહ્યા છે. જોકે માનસીકતા બદલાઈ રહી છે. જેથી વૃધ્ધાશ્રમોમાં રહેતા વૃધ્ધોની વેદનાને પરિવારજનો વાંચા આપવામાં ઉણા ઉતર્યા છે. પરિવારની મહિલા વૃધ્ધાની બાબતમાં જોઈએ તો કયાંક ને કયાંક સ્વાર્થવૃત્તિ પણ ઘર કરી ગઈ હોય તેવું જણાયા વીના રહેતું નથી. કારણ કે પરિવારની મહિલાઓનાં નામે કોઈ પ્રોપર્ટી કે પૈસા મોટાભાગે હોતા નથી. જેથી વૃધ્ધ મહિલાઓ અમૂક પરિવારમાં બોજા રૂપ લાગે છે. અને ખાસ કરીને મહિલાઓને પરિવારથી દૂર જવું ગમતુ નથી. કારણ કે તે અતિ લાગણીશીલ હોય છે. વગેરે…વગેરે..

સવાલ: લોકોને સરકારી શાળા પ્રત્યે એકાએક પ્રેમ ઉભરાવાનું કારણ શું?

જવાબ: કોરોના મહામારીમાં આર્થિક મુશ્કેલી સૌને વધી છે. ખાનગી શાળામાં ફીનું ધોરણ ઉચુ હોય છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોને ઓનલાઈન શિક્ષણ માટે ખૂબજ મુશ્કેલી પડે છે. અને ઓનલાઈન શિક્ષણ માટે મોબાઈલ જોઈએ રીચાર્જ જોઈએ આ બધુ ખૂબજ ખર્ચાળ છે. જે ખર્ચને પહોચી વળવા પરિવાર સક્ષમ નહોય લોકો સરકારી શાળા તરફ વળ્યા છે. ઉપરાંત સરકારી શાળામાં બાળકોને ભણાવવા ઉપરાંત મધ્યાન ભોજનની સૂવિધા તેમજ તમામ પ્રવૃત્તિઓ સ્કૂલમાં જ કરાવવામા આવે છે. અને તેની પણ ખૂબજ ઓછી ફી જયારે ખાનગી શાળામાં વિવિધ પ્રોજેકટો પ્રવૃત્તિઓકે જેનો ભાર આખરે વાલીઓએ વહન કરવો પડે છે. આવા અનેક કારણોથી સરકારી શાળાઓ તરફના આકર્ષણ વધ્યું છે. અને પાંત્રીસ ટકા લોકો એવું માને છે કે બાળકોને સરકારી શાળામાં ભણાવવા જોઈએ.

સવાલ: વેકસીન લેવામાં લોકો શુકન-અપશુકન કે આ દિવસે રસી લેવી કે ન લેવી વગેરે માને છે ખરા?

જવાબ: જોકે ગ્રામ્ય જ નહી પરંતુ શહેરી વિસ્તારોમાં પણ અમૂક જગ્યાએ અંધશ્રધ્ધા ઘર કરી ગઈ છે. જેગ્રામ્ય વિસ્તારમાં વધુજોવા મળેછે. વેકસીનેશનની સેવા બજાવતા કર્તવીએ ઉમેરતા જણાવ્યું હતુકે ઘણા ગામડાઓમાં આજ પણ વેકસીન અંગે લોકોમાં ભય છે. અંધશ્રધ્ધાની વાત કરીએ તો કોરોના ન થાય તે માટે ડુંગરી-લસણના તોરણ, દાણા વેરવા, દોરાધાગા કરાવવા વગેરેમાં માનનારા લોકો વેકસીન લેવાથી દૂર ભાગે છે. અને વેકસીનેશન અંગેની સાચી વાત સમજાવવા ઉપરાંત કોરોના સામેલડવાનું એક જ હથીયાર હોવાનું જણાવવા છતા પણ અમૂક લોકો મનમાં શંકાતો રાખતા જ હોય છે. પરંતુ સમજાવ્યા પછી પણ આવી વાતો સ્વીકારવા લોકોનું પ્રમાણ ઓછું છે.

સવાલ: ખરેખર વૃધ્ધોની વ્યથા શું હોય છે ?

જવાબ: એક વૃધ્ધાઆશ્રમમાં એક વૃધ્ધાની વ્યથા વ્યકત કરતા ડો. જોગસણે જણાવ્યું હતુ કે વૃધ્ધાને પરિવારજનોએ ભોજનમાં ઝેર આપવાની કોશિષ કરી હતી જયારે દાદાને ખૂબજ સંપતિ હતી અને ભત્રીજાને ખોળે બેસાડયો હતો. તેણે મારી તમામ સંપતી હડપ કરી તેના મૂળ મા-બાપ પાસે જતો રહ્યો અને અમને બંને મારી નાખવાની કોશિષ કરી જેથીઅમે વૃધ્ધાશ્રમમાં આવતા રહ્યા. કયારે વૃધ્ધ માતા-પિતાની જીદના કારણે પણ આવું બનતું હોવાનું પણ તારણ છે.

સવાલ: મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ આનું નિવારણ શું?

જવાબ: આનું નિવારણ જડપથી કરવું અશકય છે. કારણ કે આપખુદશાહી, અતિપ્રેમ આપવો તેમજ અલ્લડ કે જેમાં કઈ ધ્યાન જ ન આપવું વગેરે આ બધુ બદલાય અને સામાજીક કરણનું પરિવર્તન જરૂરી છે. આપણે પશ્ર્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી નાખ્યું તેમાં સૌને સ્વતંત્રતા જોઈએ છે. પરંતુ જવાબદારીઓ સ્વીકારવાનું ભૂલી ગયાછીએ જેથી આવા અનેક પ્રશ્ર્નો ઉદભવે છે. માતા પિતાની ખરી જવાબદારી શું છે. તે પણ બાળકોને શીખવવું પડશે તો જ સમાજમાં પરિવર્તન આવશે.

સવાલ: લોકે ગુજરાતી માધ્યમ શિક્ષણ તરફ એકાએક કેમ વળ્યા છે?

જવાબ: ઈગ્લિશ માધ્યમમાં અભ્યાસ કરતા ઘણા બાળકોનાં વાલી કે જેઓ અંગ્રેજી જાણતા ન હોવા ઉપરાંત કામ ધંધાની દોડમાં બાળકના શિક્ષણ પ્રત્યે સમય પણ આપી શકાતુ નથી અને ગુજરાતી શિક્ષણ બાળકો સહેલાઈથી પચાવી શકે છે. આવા અનેક કારણોસર લોકો ગુજરાતી માધ્યમ શિક્ષણ તરફ દોરાયા છે.

સવાલ: તરૂણોને ત્રાસ અને માતા પિતાને પરોજણ ?

જવાબ: લોકડાઉન અને ઓનલાઈન શિક્ષણ તેમજ ઘરમાં વડીલોનું ટકટક ઉપરાંત માસપ્રમોશન વગેરે બાબતોને ધ્યાને લઈએ તો બાળકો શિક્ષણ અંગે લક્ષ સેવી શકતા નથી. જેથી આ બધી બાબતો તરૂણો માટે ત્રાસજનક હોવાનું પણ એક તારણ છે. કયારેક વાલીઓનું ઓરમાર્યું વર્તન બાળકોને ભાગી જવા પ્રેરતું હોય છે.

સવાલ: પરિવારમાં વૃધ્ધો એકલતા અનુભવતા હોવા અંગે

જવાબ: ડો. જોગસણ: 21મી સદીમાં પહોચ્યા છતા આપણા મૂળભૂત સંસ્કૃતિ ભૂલવા લાગ્યા અને પાશ્ર્ચત્ય સંસ્કૃતિ તરફ વળ્યા જેથી વૃધ્ધો વૃધ્ધાશ્રમમાં પીડાય છે. પરિવારમાં રહેતા હોવા છતાં તે એકલતા અનુભવે છે.પરિવારનો સહકાર મળતો નથી. માનસીક કારણો ઉપરાંત સામાજીક કારણ પણ ભાગ ભજવે.મહિલા વૃધ્ધોને પણ મુશ્કેલીઓ પડે છે. મહિલાઓ પાસે કોઈ પ્રોપર્ટી પોતાના નામે હોતી નથી જેથી મહિલાઓ સચવાતી નથી જયારે પુરૂષો પાસે પ્રોપર્ટી હોય છે.

સવાલ: સાયકોલોજી અને સાયકીયાટ્રીકસ વચ્ચે શું તફાવત છે?

જવાબ: સાયકોલોજીનું કામ તત્કાળ નહી પરંતુ મુળમાંથી મટાડવાનું હોય છે. જયારે સાયકીયાસ્ટ્રીસનું કામ દવાઓ આપી દર્દ મટાડવાનું છે.જેથી આમ જોઈએ તો બંને એક બીજાનાં પૂરક છે. જયારે આમ જોઈએ તો બંને એકબીજાથી જુદા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.