વિશ્વ માનવ અધિકારના દિવસે જીવો અને જીવવા દોનો ગુણ અપનાવીએ…!!!
માનવ અધિકાર એટલે પહેલો હક જીવવાનો થાય છે. પરંતુ દુનિયામાં એવ કેટલાય લોકો છે જે તેનું ખુદાનું જીવન પોતાની ઈચ્છા મુજબ જીવવા સક્ષમ નથી હોતા. જેમાં પહેલું નામ આવે છે ગુલમોનું, ગુલામ પ્રથા તો હવે અસ્તિત્વમાં નથી રહી પરંતુ હજુ પણ એવા કેટલાય લોકો છે જે ગુલામીની જીંદગી વ્યતીત કરી રહ્યા છે. પરંતુ આજે અહી મારે કોઈ ગુલામ કે કોઈ મજૂરની વાત નથી કરવી. આજે અહી મારે વાત કરવી છે એવી રાજકુમારીની જેને તેના જ પિતાએ ગોંધીને રાખી હતી જેનાથી મુક્તિ મેળવવા માટે ત્યાથી ભગવું પડ્યું છતાં પણ …..શું તેને મુક્તિનો શ્વાસ મળ્યો ખરો…???
રાજકુમારી એટ્લે રાજભવનમાં રહેતી હોય સૌ કોઈની લાડકી હોય, દેશ વિદેશની કળાઓમાં પારંગત હોય, અને જાહો જલાલીમાં તેનો ઉછેર થતો હોય તેવી જ કલ્પનાઓ આવે છે. અને વર્ષોથી રાજકુમારી પર અનેક પરિ કથાઓ પણ લખાતી આવે છે તેમાં પણ પ્રિન્સેસની આવી જ છબી દર્શાવવામાં આવે છે. પરંતુ આપની આજની વાત જે રાજકુમારીની છે એ રાજકુમારીની જિંદગી આ કલ્પના ઓથી પર છે.
દુબઈ એટલે સોના અને ખનીજનો દેશ જ્યાં હજુ પણ રાજશાહી છે. અને ત્યના રાજા અને યુ.એ.ઈ. ના પ્રધાન મંત્રી શેખ મોહમ્મદ બિનરાશિદ અલ મક્તૂમ. જેને ૬ લગ્ન કર્યા છે જે નાથી તેને ૩૦ સંતાનો પણ છે. તેમની એક દીકરી અને રાજ કુમારી શેખા લતિફાની વાત કરવી છે જેની દૂ:ખ ભરી દાસ્તાન વાંચીને તમારી આંખોમાં પણ આંસુ આવ્યા વગર નહીં રહે. રાજકુમારી શેખા લતિફાને તેનાજ દેશમથી ભાગી છૂટવા માટે સાત વર્ષની તૈયારી કરવી પડી હતી. આ પહેલા પણ લતિફા એ ત્યથી ભવાની કોશિશ કરી હતી.
જેમાં નાકામિયાબ રહી હતી, પરંતુ તેની એ કોશિશ બાદ તેની જિંદગી જેલના કેદી કરતાં પણ બદતર કરી દેવામાં આવી હતી, તેની પહેલી કોશિશ બાદ તેને ત્રણ વર્ષ સુધી જેલમાં રાખવામા આવી હતી અને તોરચર કરવામાં આવ્યું હતું, તેવું લતિફાએ તેના એક વિડીયો દ્વારા જણાવ્યુ છે. આ ઉપરાંત તેના પિતા કેટલા ક્રૂર છે તે પણ તેને આ વિડીયો દ્વારા જણાવ્યુ હતું. અને એટલે જ તેને બીજી વાર જ્યારે એ નર્ક માથી ભાગવું હતું તેના માટેપૂરી સાવચેતી વર્તીને યોજના ઘડી હતી.
લતીફના જીવનમાં કેટલાક પ્રાણીઓને છોડી ને કોઈ મિત્રો કે અન્ય વ્યક્તિઓ નજીક નહોતા. તેવા સમયે ફ્રાન્સની માર્શલ આર્ટ ટ્રેનર ટીના લતિફાને ટ્રેનીંગ આપવા ૨૦૧૪ માં દુબઈના શાહી આવાસમાં ગયી હતી. તે સમયે લતિફાતેના સંપર્કમાં આવી હતી અને ત્યથી ભગવા માટે મદદ માંગી હતી. ટીના ફ્રાન્સના પૂર્વ જાસૂસ હાર્વના સંપર્કમાં પણ હતી અને લતિફા માટે તેને મદદ માંગી હતી. અને આખરા એકસમય એવો આવ્યો જરે લતિફા ટીના સાથે દરિયાઈ માર્ગે એક નાનકડી રબબરની હોળીમાં સ્વર થઈત્યથી નાસી છૂટી.
પરંતુ આહિયા પણ તેને અનેક મુશ્કેલી ઓનો સામનો કરવાનોવારો આવ્યો હતો, જ્યારે તે ત્યથી નિકલલીલ ત્યારે તો એવું જ લાગ્યું હતું કે હવે તેને તેના પિતાની ક્રુરતાથી મુક્તિ મળી ગયી પરંતુ એ માત્ર તેની માન્યતા હતી તેને શું ખબર હતી કે તેનું ભવિષ્ય શું છે? જ્યારે ત્યાથી નીકળી અને અમેરિકન ઝંડા વાળી બોટ લાઈને તેની રાહ જોતાં ફ્રેંચ જાસૂસ પાસે પહોચી અને તેનીબીજી સફરની શરૂઆત કરી.
ત્યારે તેની એ બોટ ભારતની રાહ તરફ આગળ વધી અહતી પરંતુ જેવા તેઓ ભારતના ગોવાના દરિયાઈ માર્ગથી ૩૦ માઈલદૂર હતા તે સમયે તેની બોટ પર ૨ અમીરાતી અને ૩ ભારતીય યુદ્ધક બોટએ તેની બોટનોઘેરાવો લીધો હતો અને તે બોટમાં સાવર તમામ ક્રૂ અને અન્ય વ્યક્તિઓ સાથે મારપીટ કરવામાં આવી હતી જેવુ ફ્રેંચ જાસૂસનું કહેવું છે. મારપીટ બાદ કમાન્ડો લતિફાને લઈને નીકળી ગાય હતા. આ ઘટના માર્ચ ૨૦૧૮ની છે અને ત્યારથી અત્યાર સુધી લતિફાની કોઈ ખબર નથી.