ઘનિષ્ઠ વૃક્ષારોપણ માટે શહેરની સંસ્થાઓનાં હોદેદારો સાથે મેયર બીનાબેન આચાર્ય સહિતનાં મહાપાલિકાનાં પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીની બેઠક વૃક્ષારોપણની વાતો કરવાથી જવાબદારી પૂર્ણ નહીં થાય, વૃક્ષને બાળકની જેમ ઉછેરવું પડશે: મેયર
શહેર હરીયાળુ હશે તો ગ્રીન કવરનાં કારણે તાપમાન ૪ ડિગ્રી જેટલું ઓછું થશે: મ્યુનિસિપલ કમિશનર
ક્રોકરીટનાં જંગલ બની ગયેલા રાજકોટ શહેરને ફરી હરીયાળું બનાવવા માટે ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં શહેરભરમાં બે લાખથી વધુ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક મહાપાલિકા દ્વારા નકકી કરવામાં આવ્યો છે. આ માટે આજે મેયર બીનાબેન આચાર્ય સહિતનાં પદાધિકારીઓ અને મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની સહિતનાં અધિકારીઓ દ્વારા શહેરની અલગ-અલગ સેવાભાવી અને સામાજીક સંસ્થાઓ સાથે એક બેઠક યોજવામાં આવી હતી.
શહેરમાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ થાય તેવા ઉમદા હેતુથી આજે તા.મેયર બિનાબેન આચાર્ય,અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની દ્વારા જુદીજુદી સંસ્થાના હોદેદારો અને અધિકારીઓ સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેયર અને કમિશનરએ વ્રુક્ષારોપણ માટેની આ મેગા ઝુંબેશમાં શહેરમાં બે લાખ વ્રુક્ષો વાવવાનો નિર્ધાર વ્યક્ત કરી જાહેર હિતમાં અને પર્યાવરણનાં હિતમાં આ લક્ષ્યાંક સિદ્ધ કરવામાં સહયોગી થવામાં રાજકોટ મહાનગરપાલિકાને સાથસહકાર પ્રદાન કરવા સૌ સંસ્થાઓને હૃદયપૂર્વક અનુરોધ કરવામાં આવ્યો હતો. આ મીટીંગમાં શહેરમાં વૃક્ષારોપણ અંતર્ગત અને વૃક્ષોની જાળવણી કરવા માટે જરૂરી માર્ગદર્શન સંબધિત પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું.
આ મીટીંગમાં મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ વધુ માહિતી આપતા જણાવેલું કે, રાજકોટ શહેરમાં કુલ ૨ લાખ વૃક્ષો વાવવાનો અને ઉછેરવાનો લક્ષ્ય છે. શહેરના તમામ લોકો અને સામાજિક સંસ્થાના હોદ્દેદારો સહકાર આપશે તો આ લક્ષ્ય એવો મોટો નથી કે તેને સિદ્ધ નાં કરી શકાય. વ્રુક્ષારોપણ કર્યા બાદ તેનો ઉછેર કરવો એ પણ બહુ મહત્વનું કાર્ય છે. હજુ સમય છે કે આપણે પર્યાવરણને યાદ કરી વૃક્ષોનો ઉછેર કરીએ. પછી સમય જતા એવું ન બને કે પર્યાવરણ આપણને યાદ કરે. કમિશનરએ એક ઉદાહરણ આપતા એમ હતું કે, ત્રિકોણબાગ ખાતે ૪૫ ડીગ્રી તાપમાન હોય ત્યારે કુદરતિ સૌંદર્ય અને હરિયાળીથી સમૃદ્ધ એવા પ્રદ્યુમન પાર્ક વિસ્તારમાં ચાર-પાંચ ડીગ્રી તાપમાન ઓછું હોય છે. મતલબ કે, હરિયાળી હશે તો શહેરમાં ગ્રીન કવરના પરિણામે શહેરનું તાપમાન આશરે ચારેક ડીગ્રી ઓછું થઇ શકે છે. જો વ્રુક્ષારોપણ નહી કરીએ તો પર્યાવરણ આપણને સતત યાદ આવવાનું જ છે, તો અત્યારથી પર્યાવરણની જાળવણી કરીએ અને બધા સાથે મળીને વૃક્ષોનો ઉછેર કરીએ.
માન. મેયર બીનાબેન આચાર્યે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, વૃક્ષોની જાળવણી અંગે સંપૂર્ણ માહિતી અહીંથી આપવામાં આવી જ છે. બધાના સહકારથી આપણે રાજકોટ શહેરમાં ધનિષ્ઠ વૃક્ષારોપણ કરીશું તો આવનારી પેઢીને અને પર્યાવરણને ખુબ જ ઉપયોગી થશે. વૃક્ષોથી શહેરમાં પ્રદુષણની માત્રા ઓછી થઇ શકે છે. ગરમીમાં રાહત થશે. આ ૪૫ ડીગ્રી તાપમાનમાં જો શીતળ વૃક્ષનો છાયો મળે તો રાહત મળે છે, તેથી શહેરના તમામ લોકો સહકાર આપશે તો આપણે રાજકોટને સંપૂર્ણપણે ગ્રીન રાજકોટ બનાવવામાં સફળ બનીશું.
માન. મેયર બિનાબેન આચાર્યએ વધુમાં એમ પણ કહ્યું હતું કે, માત્ર વ્રુક્ષારોપણ કરવા માત્રથી આપણી જવાબદારી પૂર્ણ થઇ જતી નથી, આપણે તેનું જતન પણ બાળકનાં ઉછેરની જેમ જ કરવો પડશે. અત્યારે છોડ વાવ્યા બાદ તેનું સતત એક વર્ષ સુધી જતન કરીશું તો આપણા સૌની આ મહેનત લેખે લાગશે.
આ મીટીંગમાં આગાખાન ફાઉંડેશનથી આશીક્ભાઈ નાબાણી, મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટથી કુલદીપ રાબા, માહી મિલ્ક પ્રોડક્ટથી તુષાર ભુવા, મનમંદિર એજ્યુકેશન ટ્રસ્ટ, રેસકોર્ષ ક્રિકેટ એકેડમીથી કૌશિક અઢીયા, રેસકોર્ષ સ્વિમિંગ પુલથી બંકિમ જોષી, પૂજિત રૂપાણી મેમો. ટ્રસ્ટથી ભાવેન ભટ્ટી અને નીરદ ભટ્ટી, ૧૦૦૦ ટ્રી ક્લબથી હાર્દિક બાવીશી, અરિહંત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સથી હાર્દિક શાહ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સથી મયુર આદેસરા, સમાજ સેવા કેન્દ્રથી અધોક લુણાગરિયા, મેમોરી ચેરીટેબલ ટ્રસ્ટ, સંવેદના સેવા સેતુ, જય સરદાર યુવા ગ્રુપ, સાઈબાબા ચેરીટેબલ ટ્રસ્ટ, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનથી પોપટભાઈ, ત્રિવેદી ટેનીસ એકેડમી, નવજીવન ટ્રસ્ટથી શાહિલ સિંધી, ખોડલધામ ટ્રસ્ટથી નીલદીપ તલાવિયા, જય ઝાલાવાડિયા, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટથી કરશનભાઈ ગઢીયા, સમૃદ્ધ ફાઉન્ડેશન, કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમથી પ્રતિભા ભોજાણી, જડેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટથી મોહનભાઈ, મુરલીધર યુવા ગ્રુપથી જયેશ રાઠોડ, ગ્લોબલ ટ્રસ્ટથી દીપક વ્યાસ, આર્ષ વિદ્યામંદિર-મુંજકા, સમન્વય ફાઉંડેશનથી મનસુખભાઈ વરસાણી, સદભાવના વૃદ્ધાશ્રમ, વાત્સલ્ય એજ્યુકેશનચેરીટેબલ ટ્રસ્ટ, ગ્રીન ઓમથી મહેન્દ્ર ટાંક, ઇકોલોજીક્લબથી દીપિકા કાલરિયા ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગાર્ડન શાખાને ફાળવવામાં આવેલા તમામ પ્લોટ પર વૃક્ષો ઉછેર કરી શકશે, દરેક વોર્ડમાં આવેલા રાજકોટ મહાનગરપાલિકાના પ્લોટ, વોર્ડ ઓફીસ, સરકારી કચેરીઓ, રોડ ડીવાઈડર, શાળાઓ તમામ જગ્યા પર બહોળી સંખ્યામાં સંસ્થાઓના સહકારથી વૃક્ષનો ઉછેર કરી શકશે.
આ મીટીંગમાં મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન વિજયાબેન વાછાણી, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, સેનિટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, વોટરવર્કસ સમિતિ ચેરમેન દેવરાજભાઈ મકવાણા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ ચેરમેન રૂપાબેન શીલુ, માધ્યમિક શિક્ષણ સમિતિ ચેરમેન અંજનાબેન મોરજરીયા, કોર્પોરેટર ડો. દર્શિતાબેન શાહ, દુર્ગાબા જાડેજા, ડેપ્યુટી કમિશનર સી.કે. નંદાણી, તેમજ શહેરની જુદી જુદી સંસ્થાના હોદેદારો, અધિકારીઓ, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
પાંચ ડીગ્રી તાપમાન ઓછું હોય છે. મતલબ કે, હરિયાળી હશે તો શહેરમાં ગ્રીન કવરના પરિણામે શહેરનું તાપમાન આશરે ચારેક ડીગ્રી ઓછું થઇ શકે છે. જો વ્રુક્ષારોપણ નહી કરીએ તો પર્યાવરણ આપણને સતત યાદ આવવાનું જ છે, તો અત્યારથી પર્યાવરણની જાળવણી કરીએ અને બધા સાથે મળીને વૃક્ષોનો ઉછેર કરીએ.