એનાકોંડા કે વોટરબોઆ જીનસ યુનેકટસના મોટા સાપોનો એક સમુહ છે જે ઉષ્ણ કટિબંધવાળા દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે. પ્રવર્તમાન સમયમાં તેની ચાર પ્રજાતિ મુખ્યત્વે જોવા મળે છે. તેની ઉપપ્રજાતીને બોના કહે છે. બોઆ લિનિયસ ૧૭૫૮ની પ્રચલિત થયા હતા. આમ જોઈએ તો સાપોના સમુહને લાગુ પડે છે. ખાસ જોઈએ તો લીલા કલરનો એનાકોંડા જે વજનનાં હિસાબે દુનિયાના સૌથી મોટો અને લાંબો સાપ છે.

knowledge corner LOGO 4 7

દક્ષિણ અમેરિકામાં પહેલા તેને અનાકાઓ કોઆ કે આનાકોના કહેતા હતા. એનાકોંડા શબ્દ શ્રીલંકાના એક સાપના નામ ઉપરથી લેવામાં આવ્યો હતો. ૧૬૮૪માં પણ એક વિશાળકાય સાપનું વર્ણન જોવા મળે છે. બાદમાં ૧૭૬૮માં સ્કોટીસ મેગેઝીનમાં ઉલ્લેખ થયો. જંગલ તથા પશુ-પ્રાણીઓ ઉપર સંશોધન કરતા એડવિને એનાકોંડા એક ટાઈગરને કચડીને મારી નાખતો હતો તે દ્રશ્ય જોયું. જોકે શ્રીલંકામાં કયારેય વાઘ હતા જ નહીં જોકે મોટા હાથીને પણ મારી નાખે એવી શકિત એનાકોંડામાં જોવા મળી હતી. એ વખતે આ પ્રજાતિ વિશે ઘણી બધી ખોટી વાતો પ્રચલિત હતી. બ્રાઝીલમાં એનાકોંડાને સુચુરી-સુકોરીજુ અને સુકુરીઉબા નામથી ઓળખાય છે. એનાકોંડા શબ્દની સાથે વિશાળ મહાકાય સાપોની પ્રજાતિઓ જોડાયેલી છે. દક્ષિણ અમેરિકામાં જોવા મળતા પાણીના સાપોના એક સમુહ જીનસ યુનેકટસની કોઈપણ પ્રજાતિનો ઉલ્લેખ જોવા મળે છે.

યુનેકટસ નોટીયસ:– પીળા એનાકોંડાની એક નાની પ્રજાતિ છે. જે પૂર્વ બોલિવિયા, દક્ષિણ બ્રાઝિલ, પૈરાગ્વે અને પૂર્વોતર આર્જેટીનામાં જોવા મળે છે.

યુનેકટસ મુરિનસ:– લીલો એનાકોંડા દુનિયાની સૌથી મોટી પ્રજાતિ છે. જે કોલંમ્બિયા, વેનેજુએલા, ઈકવાડોર, પેરૂ , બોલીવીયા, ગિયાના, બ્રાઝીલ, વેસ્ટ ઈન્ડિઝના ટ્રીનીદાદ-ટૌબેંગોમાં જોવા મળે છે.

યુનેકટસ ડેસ ચાઉએન્સિી:– ઘાટારંગના ધબ્બાવાળા એનાકોંડા એક દુલર્ભ પ્રજાતિ છે. જે બ્રાઝીલનાં ઉતર-પૂર્વ અને ફ્રેંચ ગયાનામાં જોવા મળે છે.

યુનેકટસ બેનિયેન્સિસ:- બોલીવીયા એનાકોંડા હાલમાં બોલીવીયામાં બેની અને પંડો વિભાગમાં જોવા મળે છે.

  • આ ચાર પ્રકારનાં એનાકોંડા વિશ્ર્વમાં હાલ જોવા મળી રહ્યા છે.

લીલા એનાકોંડાનું નામ ગ્રીક શબ્દથી ઉપરથી પડેલ છે. જેનો અર્થ સારો તરવૈયો થાય છે અને લેટીનમાં મુરીસ કે જેનો અર્થ ચૂહોં કા થાય છે. જે ઉંદરનો શિકાર કરવાની ટેવને કારણે જાણીતુ થયું હતું. જુદા-જુદા ૮ પ્રકારની પ્રજાતિ પણ જોવા મળે છે જેને બોઆ તરીકે ઓળખાય છે. જે સામાન્ય રીતે મોટા સાપોના પ્રકાર માટે પ્રાચીન લૈટીન શબ્દ પરથી આવ્યો હતો.

લીલો એનાકોંડાનું વજન ૫૫૦ પાઉન્ડ સુધી જોવા મળે છે. દક્ષિણ અમેરિકામાં જોવા મળતા આ સાપ દુનિયાના સૌથી મોટા સાપ છે જેનું વૈજ્ઞાનિક નામે યુનેકટસ મુરિનસ છે. જે ૨૦ થી ૩૦ ફુટ લાંબો હોય છે. એક મોટી બસ જેવડો તેનો આકાર હોય છે. તેની અન્ય પ્રજાતિ રેટિકયુલેટેડ પાયથન થોડો નાનો હોય છે પણ એનાકોંડાના વિશાળ પરિધ એને ડબલ ભારી બનાવી દે છે. માદા-નર કરતા મોટી જોવા મળે છે.

એનાકોંડા કાદવ-કિચડ કે ધીમી ગતીથી ચાલતી નદીમાં રહે છે. મુખ્યત્વે એમોઝોન અને ઓરીનોકા બેસિનના ઉષ્ણકટીબંધના વર્ષા વનોમાં રહે છે. તે જમીન ઉપર બોઝલ થઈ જાય છે. જયારે પાણીમાં તે ઝડપથી છુપાઈ શકે બહાર ઝડપથી નીકળી શકે છે. તેના આંખ અને નાકના છિદ્રો તેનામાંથી ઉપર હોય છે. જેથી શિકારની રાહમાં હોય છે. જોકે મોટાભાગે પાણીની અંદર ડુબેલો રહે છે.

તે જંગલી સુવર, હરણ, પક્ષીઓ, કાચબા, જગુઆરને પણ ખોરાક બનાવી લે છે. સ્ટ્રેચર બિગામેંટસને કારણે કોઈપણ આકારનાં પ્રાણીનો શિકાર કરી લે છે. એકવાર ભોજન લીધા બાદ મહિનો સુધી ભોજન કરતો નથી. માદા એનાકોંડા તેના ઈંડાનું ધ્યાન રાખે છે. બેથી ત્રણ ડઝન જીવતા બચ્ચાને જન્મ આપે છે. બચ્ચા બે ફુટ લાંબા હોય છે જેવા જન્મે તેવા જ તે પાણીમાં તરતા અને શિકાર કરવાની ક્ષમતાવાળા હોય છે. તેનું એવરેજ આયુષ્ય દશ વર્ષનું હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.