લાલપુરના સેવકધુણિયામાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારના અખાડા પર એલસીબીએ દરોડો પાડી છ શખ્સોને રોકડ, વાહન સાથે પકડી પાડયા છે. જ્યારે દરોડા વેળાએ પાંચ શખ્સો નાસી ગયા છે.
લાલપુર તાલુકાના સેવકધુણિયા ગામમાં એક મકાનમાં જુગારનો અખાડો ચલાવાતો હોવાની બાતમી સ્થાનિક ગુન્હાશોધક શાખાના વસરામભાઈ તથા કમલેશ ગરસરને મળતા પીઆઈ આર.એ. ડોડિયાના માર્ગદર્શન હેઠળ શનિવારે બપોરે એલસીબીનો કાફલો સેવકધુણિયામાં ત્રાટક્યો હતો.
ત્યાં આવેલા અમિતસિંહ ચંદુભા વાઘેલા તથા ધવલસિંહ ચંદુભા વાઘેલાના રહેણાંક મકાનમાં એલસીબીએ ઘેરો ઘાલી તલાશી લેતા આ બન્ને ભાઈઓની નાલ આપી ગંજીપાના વડે જુગાર રમી રહેલા ઈશ્વરિયા ગામના રામજીભાઈ ગાંગાભાઈ ખરા, સેવકધુણિયાના દિલુભા વિરાજી જાડેજા, ઈન્દુભા રવુભા જાડેજા, અલનુરઅલી જાફરઅલી ધાલવાણી, લાલુભા અમરસંગ જાડેજા નામના પાંચ શખ્સો અને અમિતસિંહ ઝડપાઈ ગયા હતા. જ્યારે એલસીબીને જોઈને ધવલસિંહ, વિક્રમસિંહ મોતીસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ લખુભા જાડેજા, શાંતુભા લધુભા જાડેજા, નટુભા જીવુભા જાડેજા નામના પાંચ શખ્સો નાસી ગયા હતા.
એલસીબીએ પટમાંથી રૃા.૧૧૫૦૦ રોકડા, સાત મોટરસાયકલ મળી કુલ રૃા.૨ લાખ ૬ હજારનો મુદ્દામાલ કબજે કર્યાે છે. આ કાર્યવાહીમાં પીઆઈ ડોડિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.એમ. લગારિયા, પીએસઆઈ વી.વી. વાગડિયા, સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઈ, બશીરભાઈ મલેક, હરપાલસિંહ સોઢા, એચ.આર. જાડેજા, ભરત પટેલ, નાનજીભાઈ પટેલ, શરદ પરમાર, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ, મિતેશ પટેલ, નિર્મળસિંહ બી. જાડેજા, નિર્મળસિંહ એસ. જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપ ધાધલ, કમલેશ ગરસર, ભૂપતભાઈ ખાચર, દિનેશ ગોહિલ, લક્ષ્મણ ભાટિયા, એ.બી. જાડેજા, અરવિંદગીરી સાથે રહ્યા હતા.