દરેક તીથઁકરની માતાને ચૌદ મહા સ્વપ્ન આવે છે.માતા ત્રિશલાને સપના આવ્યા બાદ ધમે જાગરણ કરી રાત્રિ વ્યતિત કરે છે.સવારમાં ત્રિશલા માતા પોતાને આવેલા સપનાની વાત મહારાજા સિધ્ધાથેને કરે છે.કૂશળ – વિદ્વાન સ્વપ્ન પાઠકોને બોલાવી રાજા તેના અથેને જાણે છે. ચાલો….આપણે પણ કલ્યાણકારી, મંગલકારી એવા મહા સ્વપ્નાઓનું મહાત્મય જાણીયે….

(૧) હાથી: હે માતા… આપનો પુત્ર જગતમાં હાથીને જેમ નિભેય થઇને વિચરશે.

(૨) ઋષભ: આવનાર વીર પુત્ર તેના જ્ઞાન અને ચારિત્ર બળથી વિષય – કષાયરૂપી કાદવ – કીચડમાં સંસારમાં ફસાયેલા અનેક જીવોને બહાર કાઢશે.

(૩) સિંહ: આ શુરવીર પુત્ર સિંહ ળની જેમ પરાક્રમી બની શાસનની ધુરા સંભાળશે.નીડર – નિભેય બનીને વિચરશે.

(૪) લક્ષ્મી: હે માતા …આપનો પુત્ર ભૌતિક લક્ષ્મીનો ત્યાગ કરી શાશ્વતી એવી મોક્ષ લક્ષ્મીને વરશે.

(૫) પુષ્પની બે માળા: આવનાર બાળક મોટો થઇ આગાર અને અણગાર ધમે સમજાવી તીથેની સ્થાપના કરશે.

(૬) ચંદ્ર: હે માતા… આપનો પુત્ર ચંદ્ર સમાન શીતળ તેમજ સૌમ્ય હશે.

(૭) સૂયે: આવનાર બાળક જગતમાંથી મિથ્યાત્વના અંધારા દૂર કરી, દીપક અને સૂયે સમાન તેજસ્વી – ઓજસ્વી બનશે.

(૮) ધજા: જેમ મંદિર પર રહેલી ધજાથી દૂરથી ખ્યાલ આવે છે તેમ આપના પુત્રની પણ યશ કીર્તિ દૂર – સુદૂર ફેલાશે.

(૯) કળશ: અમૃતના કળશમાંથી જેમ અમૃતપાન કરાવી શકાય તેમ આપનો લાલ…જિનવાણી રૂપી જગતને જ્ઞાનામૃત પીવડાવશે.

(૧૦) પદ્મ સરોવર: શુભ અને પ્રેમનું પ્રતિક છે,આવનાર બાળક જયાં પણ જશે પ્રેમ અને પ્રસન્નતા ફેલાવશે.

(૧૧) ક્ષીર સમુદ્ર: હે માતા…તમારો પુત્ર સમુદ્રની જેમ અનેક જીવાત્માનો આધાર અને નાથ બનશે.

(૧૨) દેવ વિમાન: સદ્ ગતિનું પ્રતિક છે. હે માતા… તમારૂ સંતાન અનેકના સદ્ ગતિનું નિમિત્ત બનશે અને સ્વયં સિદ્ધ ગતિને વરશે.

(૧૩) રત્ન રાશિ: ભૌતિક સમૃદ્ધિને પ્રગટ કરવા માટે જેમ લક્ષ્મીનું મહત્વ છે એવી રીતે આત્મિક ગુણોને પ્રગટ કરવા રત્ન રાશિનું મહત્વ છે.

(૧૪) અગ્નિ: હે…રત્નકુક્ષિણી માતા…જેવી રીતે અગ્નિ પ્રજવલિત થવાથી અંધારું ચાલ્યું જાય છે તેમ આપનો લાડકવાયો કેવળ જ્ઞાન અને કેવળ દશેનને પ્રાપ્ત કરી દુનિયાનો પ્રકાશનો પૂંજ અને તારણહાર તીથઁકર બનશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.