ઘર આંગણે ગુલકંદ બનાવી દેશપરદેશમાં કરાય છે નિકાસ
બળદેવભાઈની ગાય આધારિત ખેતી થકી એકર દીઠ દર વર્ષે 1.40 લાખની જબરી કમાણી
આજના સમયમાં કમાણી માટે સૌથી સશક્ત અને શ્રેષ્ઠ માધ્યમ તરીકે ખેતીને ગણવું પણ વધુ પડતું નથી. કારણ કે ખેતી ક્ષેત્રે નવા નવા અખતરાઓ થકી આજના ખેડૂતોએ ખૂબ જ સફળતા હાંસલ કરી છે. ખાસ વાત તો એ છે કે ખેડૂતોએ એટલી સફળતા મેળવી છે કે તેઓની પ્રોડક્ટ દેશ વિદેશના સીમાડા પણ વટાવી ચુકી છે. ત્યારે જામનગર જિલ્લામાં પણ આવા જ એક પ્રગતિશીલ ખેડૂત રહે છે તેઓએ ઓર્ગેનિક ખેતીનો માર્ગ અપનાવ્યા બાદ તેમણે ગુલાબ અને મિશ્ર પાક તરીકે મગફળીનું વાવેતર કર્યું હતું.
અહીંથી તેમની સફળતાની શરૂઆત થઈ કારણ કે તેઓએ ગુલાબની ખેતીમાંથી ગુલકંદ તૈયાર કર્યું અને મગફળીની ખેતીમાંથી ઓર્ગેનિક સિંગતેલ તૈયાર કરી અને વેચવાનું શરૂ કર્યું હતું. તેઓએ યુ-ટ્યુબના માધ્યમથી વીડિયો જોઈ સફળતા મેળવી છે. આજે તેઓ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. અંદાજ મુજબ તેઓ વર્ષે 1.40 લાખની એકર દીઠ કમાણી રોળી રહ્યા છે.
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના કાનપુર (લતીપુર) ગામના પ્રગતિશીલ ખેડૂત બળદેવભાઈ ખાત્રાણીએ ખેતીમાં ઝંપલાવી સફળ બન્યા છે. 2005ની સાલથી ખેતી સાથે સંકળાયેલા છે. પરંપરાગત ખેતીમાં સારી એવી ઉપજ ન થતા તેઓએ નવો આઈડિયા વાપર્યો અને તેમની કોઠાસૂઝ કામ લાગી. ઓર્ગેનિક ખેતીના રાહે આગળ વધ્યા બાદ બળદેવભાઈએ માત્ર યુટ્યુબમાંથી જ વીડિયો જોય-જોયને તમામ માહિતી એકઠી કરી લીધી હતી.
ત્યારબાદ 15 વિઘા જમીનમાં ગાય આધારિત ખેતીના માર્ગે વળ્યાં હતા. ત્યારબાદ માતૃકૃપા ઓર્ગેનિક ફાર્મમાં ગુલાબ અને મિશ્ર પાક તરીકે મગફળીનું વાવેતર કર્યું હતું. જેમાં પણ રાસાયણિક ખાતર અને ઝેરી દવાનો ઉપયોગ કરવાને બદલે માત્ર ગૌમૂત્ર, જીવામૃત થકી જ જબરું ઉત્પાદન કર્યું છે. તેમણે માત્ર ગુલાબનું વાવેતર કરીને કામણી કરવાનું જ નહીં પરંતુ તેનું મૂલ્ય વર્ધન કરવાનો વિચાર કર્યા હતો. કરી ગુલાબની સૂકી પાંડળીનું વેચાણ કરી રહ્યા છે.
ઉપરાંત સકળ, મધ, એલચી, તજપત્રી, વરિયાળીનો ઉમેરો કરીનેચરલ ફોમમાં ગુલકંદ બનાવી વેચાણ કરી રહ્યા છે. ગુલકંદ બનાવતા 12 થી15 દિવસ જેટલો સમય લાગે છે. જેમાં ખાસ વાત એ છે કે આ ગુલકંદની એટલી માંગ છે કે બજાર સુધી વહેંચવા જવું પડતું નથી.
ઘરેથી જ વેપારીઓ લઈ જાય છે. આમ એક જ એકરમાં વર્ષે 120 કિલો ગુલાબની પાંદડીઓ જેની કિંમત 60 હજાર અને 110 કિલો ગુલકંદ બનાવી 40 હજાર રૂપિયામાં વેચી 1.40 લાખની કમાણી કરી રહ્યા છે. આ ઉપરાંત મગફળીનું મિશ્ર પાક તરીકે વાવેતર કર્યું અને મગફળીના વાવેતર બાદ તેઓએ મગફળી વેચવાને બદલે ઓર્ગેનિક ઘાણીનું તેલ બનાવવાનું શરૂ કર્યું અને તેમાં પણ તેમણે સીધી સફળતા મેળવી છે.