‘આપાગીગાના ઓટલા’ દ્વારા આયોજિત ભાગવત સપ્તાહમાં માનવ મહેરામણ

વરાહ અને કપિલ અવતાર પ્રસંગની કથાનું રસપ્રદ સંગીતમય શૈલીમાં વર્ણન કરતા રામેશ્વરબાપુ હરિયાણી

 

ભાગવત સપ્તાહના બીજા દિવસે પૂર્વ સાંસદ રામજીભાઇ માવાણી અને રમાબેન માવાણી, ગૌસ્વામી સાધુ સમાજ અને બક્ષીપંચ સમાજના આગેવાનોનું વિશેષ સન્માન

અબતક, રાજકોટ

આપાગીગાના ઓટલા દ્વારા આયોજીત સર્વે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં કથાના બીજા દિવસે કથા સ્થળ શ્રી દ્વારકા નગરી શેઠ હાઇસ્કુલ ખાતે બહોળી સંખ્યામાં માનવ મહેરામણ કથા શ્રવણ માટે ઉમટી પડ્યો હતો. કથાના આયોજક અને રાજકોટ શહેરના લોક લાડીલા સામાજિક અને રાજકીય આગેવાન પૂ.નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ (શ્રી નરેન્દ્રભાઇ સોલંકી) દ્વારા કથા શ્રવણ કરવા માટે આવેલા ભાવિક જનોનું શબ્દોના સથવારે હાર્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતુ. રાજકોટ શહેરના વિવિધ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા ભાવિક જનોની મેદનીને કથા આયોજનના બિજા દિવસે વિદ્વાન કથાકાર વકતા શ્રી રામેશ્ર્વરબાપુ હરીયાણી દ્વારા કથાનું રસપાન કરવાયુ હતુ.

શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના બીજા દિવસે વ્યાસ પીઠ પરથી પૂજ્ય રામેશ્ર્વરબાપુ હરીયાણીએ સંગીતની સુરાવલીઓ વચ્ચે ભજન અને કિર્તનના રસાસ્વાદ સાથે પોતાની વિદ્વતા પૂર્ણ શૈલીમાં જણાવવામાં આવ્યુ હતુ કે શ્રીમદ્ ભાગવત એ ઇશ્ર્વરનું જ અનન્ય સ્વરૂપ છે તમને જેટલુ પૂણ્ય ઇશ્ર્વરના દર્શન કરવાથી મળે છે તેટલુ જ પુણ્ય ભાગવત પોથીના દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે. તેઓએ આ તકે ભાગવત કથા એ પિતૃઓનુ મોક્ષ કરનારી કથા છે કળીયુગમાં તેનું અનન્ય મહત્વ રહેલુ છે.

13

રોટલો અને ઓટલાથી સારૂ કાર્ય જગતમાં બીજું કોઇ નથી નરેન્દ્ર બાપુ

પોથી યજમાનોને સંબોધતા તેઓએ જણાવ્યુ હતુ કે તમે ભાગ્યશાળી છો કે તમોને પૂજ્ય નરેન્દ્રબાપુના સાનીધ્યમાં યોજાઇ રહેલી આ કથામાં તમારા પિતૃઓના મોક્ષાર્થે પોથી યજમાન બનવાનું પુણ્ય પ્રાપ્ત થયું છે. તમારા પિતૃઓનો પહેલા દિવસથી જ મોક્ષને પ્રાપ્ત થયા છે અને તેઓ અત્યારે પ્રભુના ચરણમાં રમણ કરતા હશે. ભાગવત કથામાં મુખ્યત્વે ભગવાન વિષ્ણુના 10 અવતારોનું નિરૂપણ કરવામાં આવતુ હોય છે ત્યારે કથાના બીજા દિવસે વિદ્વાન વક્તા દ્વારા કપીલ અવતાર અને વરાહ અવતારની લીલાઓનું નીરૂપણ કરવામાં આવ્યું છે. ભાગવત કથાની સાથે સાથે જીવન ઉપયોગી દ્રષ્ટાંતો આપતા પૂ. રામેશ્ર્વર બાપુએ જણાવ્યુ હતુ કે “સવાર થી સાંજ સુધી કોઈ ને નડીએ નહી એજ જીવનનું સૌથી મોટું તપ છે.” આજે આ કળયુગમાં મહેનત વગરના પૈસા લોકોને ગમે છે કળયુગની અંદર પવિત્રતા ઓછી થઇ છે. દાન કરવાનું મહાત્મય ધીમે ધીમે લોકોમાંથી ઘટી રહ્યું છે. શાસ્ત્રો અને પુરાણો વેચાવા લગ્યા છે અને સાથે સાથે આપણી ગુરૂ પરંપરામાં જે શિક્ષણ મફ્ત મળતુ તેનુ હાલના સમયમાં સંપૂર્ણ પણે વ્યપારીકરણ થઇ ચુક્યું છે ત્યારે હવે લોકો એ સુખની પ્રાપ્તીનો માર્ગ મેળવવો હોય તો કથા શ્રવણ એ ઉત્તમ માર્ગ છે. પૂજ્ય રામેશ્ર્વરબાપુ હરીયાણી એ જણાવ્યુ હતુ કે સૌરાષ્ટ્રની આ તેમની પહેલી કથા છે અને તેઓ નિ:સ્વાર્થ ભાવે કરી રહ્યા છે.

નરેન્દ્રબાપુ સાથે તેમનો પ્રેમનો નાતો બંધાયો છે અને તેના કારણે તેઓ આટલા ભાવ વિભોર છે સાથે સાથે તેઓએ જણાવ્યુ હતુ કે પૂજ્ય નરેન્દ્રબાપુને કંઈ જ કરવાની જરૂર નથી ખુબજ સરસ રીતે તેઓનું સેવા કાર્ય ઓટલાના માધ્યમથી ચાલી રહ્યું છે. પોતાના સત્કર્મો દ્વારા તેઓ સાધુતાને દિપાવી રહ્યા છે. વ્યાવસાયીક રીતે પણ સુખી સંપન્ન છે. છતાં પણ પોતાના સાધુ કર્મને આધીન રહીને તેઓ પોતાના રોટલા અને ઓટલાના કાર્યને વિસ્તૃત કરવા માટે આ શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કર્યુ છે. જેમાના દ્વારા અનેક પરિવારના પિતૃઓને મોક્ષની પ્રાપ્તી થશે આના થી બીજુ મોટુ કોઇ સત્કાર્ય ન થઇ શકે.

14

કથાના બિજા દિવસે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતુ અને કથાકાર પૂજ્ય રામેશ્ર્વરબાપુ હરીયાણીની ભાવ વાહી શૈલીથી ભાવીક જનો ભાવ વિભોર બની ગયા હતા. કથાના બિજા દિવસે રાજકોટ શહેરના નામાંકીત કહી શકાય તેવા સમાજ શ્રેષ્ઠીઓ અને રાજકીય તેમજ સામાજીક અગ્રાણીઓનું પૂજ્ય નરેન્દ્રબાપુ તથ પૂજ્ય રામેશ્ર્વરબાપુ દ્વારા વ્યાસપીઠ પરથી સન્માન કરવામાં આવ્યું હતું. રાજકોટના પૂર્વ સાંસદ શ્રી રામજીભાઈ માવાણી અને પૂર્વ સાંસદ શ્રીમતી રમાબેન માવાણી પણ કથા શ્રવણ માટે પર્ધાયા હતા ત્યારે તેમનુ સ્ટેજ પરથી શાલ ઓઢાડી ફુલ હાર દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ. પૂજ્ય નરેન્દ્રના આમંત્રણને માન આપીને કથામાં ઉપસ્થિત થયેલા ગૌસ્વામી સાધુ સમાજના સંતો, મહંતો સર્વ શ્રી હસુગીરી બાપુ, શ્રી ધીરૂપુરી બાપુ, શ્રી દિલીપભારતી બાપુ, શ્રી નટવરગીરી બાપુ, શ્રી રમેશગીરી બાપુ, શ્રી ચંદુગીરી બાપુ, શ્રી ડી પુરીબાપુ, શ્રી ઘનશ્યામગીરી બાપુ, શ્રી મનુભારથી બાપુ, શ્રી કિશોરભારથી બાપુ, શ્રી વિશાલગીરી બાપુ, શ્રી યોગેશગીરી બાપુ, શ્રી રાજેશગીરી બાપુ, શ્રી શીવગીરી બાપુ, શ્રી રાજગીરી બાપુ તથા અતિત નવર્નિમાણ સેનાના મહામંત્રી શ્રી હસમુખગીરી ગોપાલગીરીનું સ્ટેજ પરથી શાલ ઓઢાડી ફુલહાર દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતું.

16

બક્ષીપંચ સમાજમાં જાગૃતિ માટે કાર્યરત સામાજીક અગ્રણીઓ તેમજ સમસ્ત વિશ્ર્વકર્મા સમાજના સામાજીક આગેવાનો એવા સર્વ શ્રી યોગેશભાઈ પીઠડીયા, નટુભાઇ ગોહેલ, એડવોકેટ તનસુખભાઇ ગોહેલ, શ્રી રસીકભાઇ ગોહેલ, સુર્યકાંતભાઈ વડગામા તથા આર.ટી.ઈ.ના માધ્યમથી જાણીતા બનેલા સામાજીક આગેવાન મનીષભાઇ ઓડેદરાનું પણ સ્ટેજ પરથી વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતું.

કથા પૂર્ણ થયા બાદ હજારોની સંખ્યામાં ભાવિક જનોએ શુધ્ધ ઘીની બે મીઠાઈઓ સાથેના ભોજન મહાપ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર આયોજનમાં ખડે પગે રહેનારા યુવા સ્વયંમ સેવકોએ સુચારૂ વ્યવસ્થાની જાળવણી થાય તે માટે સેવા બજાવી હતી.

કાર્યક્રમનું કવરેજ કરવા પધારેલા પત્રકાર ભાઇઓ-બહેનોને પણ કથાના આયોજક પૂ.નરેન્દ્રબાપુ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરાયા હતા.

પૂ.નરેન્દ્ર બાપુ વિધાનસભામાં ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ કરે તેવી પ્રબળ લોક લાગણી

12

છેલ્લા સાડા ત્રણ દાયકાથી સર્વ સમાજના સ્વીકૃત નેતા તરીકે પોતાની અનેરી પ્રતિભા ઉભી કરનારા રાજકોટ મહાનગર પાલિકાના પૂર્વ ડેપ્યૂટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન નરેન્દ્રભાઇ સોલંકી (પૂ.નરેન્દ્ર બાપુ)નો યજમાનીમાં હાલ સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે. જેમાં રોજ જ્ઞાનની સરવાણી વહી રહી છે. કોઇ પરિવાર પોતાના પિતૃના મોક્ષાર્થે વ્યક્તિગત ધોરણે સપ્તાહનું આયોજન કરે તો પણ આવી અફલાતુન વ્યવસ્થા જોવા મળતી નથી. નરેન્દ્રભાઇ સોલંકી પારકી છઠ્ઠીના જાગતલ છે. તેઓએ હમેંશા સમાજની ચિંતા કરી છે. ક્યારેય વ્યક્તિગત સ્વાર્થ જોયો નથી. ચાર ટર્મ સુધી નગરસેવક રહ્યા ત્યારે પણ તેઓ હમેંશા સર્વે સમાજને સાથે રાખીને ચાલ્યા છે. હવે જ્યારે તેઓ એક સંતને છાજે તે રિતે ભાગવત સપ્તાહના યજમાન બન્યા છે ત્યારે ઓબીસી સમાજ તેમા પણ ખાસ કરીને વિશ્ર્વકર્મા સમાજના લોકોમાંથી એવી લોકલાગણી ઉઠી રહી છે કે પૂ.નરેન્દ્રબાપુ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ કરે.

રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક માટે ભાજપના દાવેદારોમાં હાલ સૌથી ટોપ પર ચાલી રહ્યા છે. જો તેઓને ટિકિટ આપવામાં આવે તો ભાજપ આ બેઠક રેકોર્ડ બ્રેક લીડ સાથે જીતે તેવા પણ સુખદ સંકેતો પ્રાપ્ત થઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.