૧૫ મિનિટમાં જ ૧૦ પ્લેટ પાણીપુરી અને ૫ પ્લેટ સેવપુરી આરોગી
રાજકોટના મહેમાન બનેલા ભારતીય ફાઇટર “ધ ગ્રેટ ખલી”એ નાસ્તાનો સ્વાદ માણ્યો હતો. જિમ લોન્ચિંગ બાદ ખલીએ પાણીપુરી ટેસ્ટ કરી હતી. ખલીને પાણીપુરીનો સ્વાદ એટલો પસંદ આવ્યો હતો કે મિનિટોમાં તેણે ૧૫ પ્લેટ પાણીપુરી આરોગી હતી.
વર્લ્ડ હેવી વેટ ચેમ્પિયન ધ ગ્રેટ ખલીએ રવિવારે રાજકોટ શહેરની મુલાકાત લીધી હતી. તેઓ રાતે વાગ્યે અમદાવાદ જવા નીકળ્યા હતા. આ દરમિયાન ધ ગ્રેટ ખલીએ કાલાવડ રોડ પર આવેલી એક દુકાનમાં પાણીપૂરી ખાવાની મજા માણી હતી. તેમણે ૧૦ પ્લેટ પાણીપૂરી, ૫ પ્લેટ સેવ-દહીંપૂરી ખાધી હતી, એટલે કે ૬૦ નંગ પાણીપૂરી ૨૫ નંગ સેવ-દહીંપૂરી ખાવાની મજા માણી હતી તેમજ ૫૦૦ એમએલની પાણીની ૪ બોટલ પણ પીધી હતી. મહત્ત્વનું છે કે ખલીએ રાજકોટના જાહેર માર્ગ પર સામાન્ય લોકોની જેમ કારની બોનેટ પર પાણીપૂરીની પ્લેટ રાખી ખાવાની મજા માણી હતી. ખુલ્લી જીપમાં રાજકોટની લટારે નીકળ્યા હતા.
સ્વાદપ્રિય જનતાના શહેરમાં પધાર્યા બાદ હવે આંતરાષ્ટ્રીય ફાઇટર ધ ગ્રેટ ખલી રાજકોટમાં આવ્યા બાદ ડાયટિંગથી દુર રહીને પાણીપુરીનો સ્વાદ માણ્યો હતો. મિનિટોમાં જ ખલીએ પાણીપુરી અને સેવપુરીની ૧૫ પ્લેટો ચટ કરી ગયા હતા. ત્યાર બાદ તેઓ અમદાવાદ જવા માટે નિકળ્યા હતા.