કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભગવાન બિરસા મુંડાની જયંતિ 1પ નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસ તરીકે મનાવવાના કેબિનેટના નિર્ણયની કરી પ્રસંશા
કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્ર અમિત શાહે ભગવાન બિરસા મુંડાની જયંતિ 1પ નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસ તરીકે મનાવવાના મંત્રીમંડળના નિર્ણયને અત્યંત પ્રસશનીય ગણાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે. પોતાના ટવીટસમાં અમિત શાહે કહ્યું કે ‘આપણા જનજાતિઓનું ભારતની સ્વતંત્રતા અને સમૃઘ્ધિમાં ખુબ મોટુ યોગદાન છે.
દેશને સંસ્કૃતિ અને ઇતિહાસને તેમણે પોતાના પરિશ્રમથી સિંચ્યા છે, પરંતુ દુર્ભાગ્યવશ દાયકો સુધી આપણા જનજાતીય ભાઇઓ-બહેનોને ના તેમના અધિકાર મળ્યા કે ના સન્માન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને સન્માન પણ આપ્યું અને અધિકારો પણ’ કેન્દ્રીગ ગૃહ તેમજ સહકારિતા મંત્રીએ કહ્યું કે જનજાતીય નાયકોની વીરતા અને ઇતિહાસને દેશના ખુણે ખુણે પહોચાડવાનો પ્રકાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુબ મોટો પ્રયત્ન કર્યો.
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના ગૌરવ ભગવાન બિરસા મુંડાજીની જયંતિ 1પ નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે મનાવવાનો અત્યંત પ્રશંસનીય નિર્ણય લીધો છે. આનાથી આપણે આપણા જનજાતીય નાયકોના વિરાટ યોગદાનને આવનારી પેઢીઓ સુધી જણાવી શકીશું, આ નિર્ણય માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કોટિ કોટિ અભિનંદન આપું છું.