૨૦૨૫ સુધીમાં લીગોના ડિટેકટર્સની ક્ષમતા વધારી સુપરનોવા તારાની ગતિવિધી માપી શકાશે
આલ્બર્ટ આઈન્સસ્ટાઈનની થિયરીને પ્રબળ ટેકો આપતા સંશોધન એટલે કે ગુરુત્વાકર્ષણના મોજાનું સંશોધન કરનાર લેસર ઈન્ટરફોરેમેટ્રીક ગ્રેવીટેશનલ વેવ અબ્ઝર્વરટરી (લીગો) હવે સુપરનોવા તારાનું અધ્યયન કરશે. લીગોના એકસકલુઝીવ ડિરેકટર ડેવીડ રીઝ તાજેતરમાં બેંગલોરમાં હતા. તેમણે આ મામલે કહ્યું હતું કે, બ્લેક હોલ અને ન્યુટ્રોન તારા વિશે આપણે ખુબ જ ઓછું જાણીએ છીએ. આ ક્ષેત્રે સંશોધન કરવું આવશ્યક છે. અમે સુપરનોવા તારાનું સંશોધન કરવા પણ માંગીએ છીએ. અલબત હજી આપણા ડિટેકટર સુપરનોવા તારાની હલન-ચલન સમજી શકે તેવા સેન્સેટીવ નથી.
સુપરનોવા તારાનું અઘ્યયન કરવા માટે લીગોના ડિટેકટરને અપગ્રેડ કરવામાં આવશે. જેનીપાછળ ૪ વર્ષ જેટલો સમયગાળો લાગે તેવી ધારણા છે. બે બ્રેકવોલ વચ્ચેના તરંગો સમજવા અને તપાસવા માટે લીગો પઘ્ધતિનો ઉપયોગ થઈ શકે છે. ઈટાલી ખાતેની વિરગો લેબોરેટરીમાં જાપાન સાથે મળી આ મુદ્દે પ્રોજેકટ સ્થપાયો છે. જે પ્રોજેકટ ૨૦૨૫ સુધીમાં કાર્યરત થઈ જશે. ભારતમાં મુકાયેલા ડિટેકટરર્સની ક્ષમતા વધારવા માટે સંસ્થા પ્રયાસ કરી રહી હોવાનું તેમનું કહેવું હતું.