ઘાનમોદના સુંટ્રેલની ૭૫ વર્ષીય સરસ્વતીબાઇ સમાચારોમાં છે. ૬૦ વર્ષથી તેમણે અનાજનો એક પણ દાણો લીધો નથી. ચા અને પાણીના સહારે જીવી રહ્યા છે તો પણ તેમનુ શરીર ચુસ્ત અને મજબુત છે તેમજ તેઓ ખેતરોમાં પણ કામ કરે છે.
કેવી રીતે થયો ટાઇફોઇડ :
– સરસ્વતીબાઇ અને દ્વારકા પ્રસાદના લગ્ન નાની ઉંમરના થઇ ગયા હતા. જ્યારે તેમને પહેલુ સંતાન થયુ ત્યારે તે બિમાર પડી ગયા અને તેઓને ટાઇફોઇડ થઇ ગયો.
– તે કંઇ પણ ખાય તો તે પચતુ ન હતું. અને ઉલ્ટી થઇ જતી. તેમજ તેમણે સારવાર તો કરાવી પરંતુ કોઇ ફરક જોવા મળ્યો નહી.
માત્ર પાણી અને ચા છે. તેમનો ખોરાક
– સરસ્વતીએ ખાવાનું સંપૂર્ણ રીતે બંધ કરી દીધુ હતુ અને તેઓ ફક્ત પ્રવાહી પર નિર્ભર છે.
– સવાર સાંજ ચા અને અઠવાડિયે એક વખત કેળુ ખાઇ લે છે. અને અત્યારે માત્ર ચા જ તેનુ ભોજન બની ગયુ છે.
– સરસ્વતીને ૫ બાળકો છે પરંતુ તેમણે ક્યારેય પણ એક દાણો અનાજનો ખાધો નથી તેમ છતા સરસ્વતી સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.