દાદી પૌત્રને ગળે વળગાડીને ધ્રુસકે-ધ્રુસકે રડ્યા
દાદી પૌત્રને ગળે વળગાડીને ધ્રુસકે-ધ્રુસકે રડ્યા
દાદી પાનીબાઇ પૌત્ર રાજુ ઉર્ફે રાહુલને ગળે વળગાડીને ધ્રુસકે-ધ્રુસકે રડ્યા હતા ત્યારે રાહુલે તેમના અશ્રુ લુછતા ભાવુક દ્રષ્યો સર્જાયા હતાં. આ સમયે તેના પિતા પ્રકાશની પણ આંખો ભીંજાઇ ગઇ હતી. ખરાઇ અંતે ચાર વર્ષ પહેલાં અપહરણ કરાયેલો રાહુલ પરિવારને પરત મળી શક્યો હતો. ચિલ્ડ્રન હોમમાં કાર્યવાહી બાદ દાહોદ પોલીસે રાજુ ઉર્ફે રાહુલને જોધપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો.રાજસ્થાન અને દિલ્હીથી બાળકોનું અપહરણ કરીને ભિક્ષાવૃતિ કરાવતા યુવક-યુવતી દાહોદમાં પકડાયા હતાં. ત્યારે ત્રણ બાળકો પૈકી જોધપુરથી રાજુને દાહોદના ચિલ્ડ્રન હોમમાં અને દિલ્હીથી અંજલીને ગોધરા ખસેડવામાં આવી હતી.
ભિક્ષાવૃતિ કરાવતા યુવક–યુવતી દાહોદમાં પકડાયા
આંતરરાજ્ય હૃમન ટ્રાફિકિંગની ઘટના ઉપરથી પરદો ઊંચકનાર દાહોદની બી ડિવિઝનના પી.આઇ એ.એન ગઢવીએ તાત્કાલિક અસરથી બી ડિવિઝન પોલીસનો સંપર્ક કર્યો હતો. રાહુલનું આશરે 2019માં અપહરણ થયું હતું. આ અંગે જાણ કરાતા જોધપુર પોલીસ સોમવારે પ્રકાશ અને પાનીબાઇને લઇને દાહોદ પોલીસ પાસે પહોંચી હતી. પી.આઇ ગઢવી જોધપુર પોલીસને લઇને દાહોદના ચિલ્ડ્રન હોમ પહોંચ્યા હતાં.