• શરદ પુનમની રાત રે રંગ ડોલરીયો
  • ચંદ્રમાંના અજવાળે હજારો વૈષ્ણવોએ દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવો: ભાવિકોને પ્રસાદનું વિતરણ કરાયું

દ્વારકાધીશ જગતમંદિરમાં શરદ રાસોત્સવ યોજાયો પૂનમના ચંદ્રમાંના અજવાળે વૈષ્ણવો મનમૂકીને ઝૂમ્યાં દ્વારકાધીશ જગતમંદિરમાં ગઇકાલે શરદ પૂનમની પરપરાગત ઉજવણીના ભાગરૂપે ગતરાત્રિના મંદિર પિરસરમાં પરપરાગત રીતે શરદ રાસોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઠાકોરજીને વિશેષ શંગાર – વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા જયારે પૂનમમાં ચંદ્રમાના અજવાળે રાત્રિના 8  થી 10:30 દરમ્યાન યોજાયેલ રાસોત્સવમાં પૂજારી પિરવાર સહિત વૈષ્ણવ સંપ્રદાયના ભાવિકો મન મૂકીને રાસોત્સવમાં ઝૂમ્યાં હતા. મંદિર પિરસરના મુખ્ય મંદિર સિવાયના સોળ મંદિરનું સંચાલન કરતા શારદાપીઠના પટ્ટરાણી પિરસરમાં પૂજારી આનંદભાઇ તથા વિજયભાઇ દ્વારા મહાઆરતી, મહાભોગ, પ્રસાદનું વિતરણ કરાયું હતું.

વિક્રમ સંવત ર080ની અંતિમ પૂર્ણિમા એટલે કે આસો માસની પૂનમનું સ્નાન તેમજ ઠાકોરજીના દર્શન કરવા હજારો ભાવિકો વહેલી સવારથી જ છપ્પન સીડીએ સ્વર્ગ દ્વારેથી જગતમંદિર પ્રવેશી કાળિયા ઠાકોરજીના દર્શન ર્ક્યા હતા. ભાવિકો ઠાકોરજીના દિવ્ય દર્શન નિહાળી ભાવવિભોર થયા હતા. મંદિર વહેલી સવારે છ વાગ્યે ખૂયા હોય પવિત્ર ગોમતી સ્નાન બાદ ઠાકોરજીના દિવ્ય દર્શન નિહાળવાની પરપરા અનુસાર હજારો ભાવિકો ઉમટયા હતા.

  • રૂક્ષ્મણીજી મંદિરે અન્નકુટ મનોરથ
  • દ્વારકાધીશ રાજાધિ રાજના મુખ્ય પટ્ટરાણી રાજરાજેશ્ર્વરી રૂકિમણી માતાજી મંદિરે શરદ પૂર્ણિમા નિમિત્તે અન્નકૂટ મનોરથ યોજાયો હતો.
  • એક તરફ દ્વારકાધીશ જગતમંદિરમાં રાસોત્સવ યોજાઇ રહયો હતો જયારે ઠાકોરજીના મુખ્ય પિરાણી રૂકિમણી માતાજી મંદિરે વારાદાર પૂજારી અરૂણભાઇ દવે તથા કંદર્પભાઇ દવે દ્વારા યોજાયેલ અન્નકૂટ મનોરથનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.
  • હજારો ભાવિકોએ ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યુ

દ્વારકા યાત્રાધામમાં  ચાલી રહેલા પાવન આસો માસની પૂર્ણિમા એટલે કે અશ્ર્વિન પૂનમના પાવન અવસરે હજારો ભાવિકોએ દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં પાવનકારી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. આજરોજ પવિત્ર ગોમતી સ્નાન કરી ઠાકોરજીના દર્શનની પરપરા હોય વહેલી સવારથી જ ગોમતી ઘાટો પણ ભાવિકોની ભીડ ઉમટી હતી.

 

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.