અમદાવાદમાં ચાલી રહેલા ટુર્સ અને ટ્રાવેલ્સ ફેરના બીજા દિવશે પણ મોટી સંખ્યામાં મુલાકાતી ઉમટ્યા. આ ટ્રાવેલ ટ્રેડ શો ભારતનો સૌથી જૂનો અને અનોખો ટ્રાવેલ કાર્નિવલ છે, જે વર્ષ 2017ની તુલનામાં 25 ટકા મોટો છે. દેશ-વિદેશના ટુર્સ અને ટ્રાવેલ્સના સ્ટોલમાં ફરવાલાયક સ્થળો અને પેકેજીસની માહિતી મેળવવા અહી મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટ્યા છે.વૈશ્ર્વિક સ્તર ઉપર લોકો અનેકવિધ જગ્યા પર જવાનું પસંદ કરતા હોય છે.હરવા ફરવા માટે ત્યારે અમદાવાદ શહેર ખાતે ગુજરાત યુનિવર્સિટીના ક્ધવેન્શન હોલમાં ટીટીએફ એક્ષપોનું આયોજન કરવામાં આવ્યું છે.જેનો આજે બીજો દિવસ છે. જેમાં અનેકવિધ દેશોએ ભાગ લઈ પોતાના દેશ અને ત્યાંની વિશેષતાઓને દર્શાવવામાં આવી છે. જેથી જેતે દેશમાં ટુરિસ્ટની સંખ્યા વધે. આ એકઝીબીશનમાં અનેક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્સીઓએ ભાગ લીધો છે. મોટી સંખ્યામાં મુલાકાતીઓ અહીં આવીને સ્ટોલમાંથી પોતાના મનપસંદ પેકેજીસ તેમજ વિવિધ ફરવાલાયક સ્થળોની માહિતી મેળવી રહ્યા છે.
ટીટીએફ એક્સપોના બીજા દિવસે મુલાકાતીઓનો ભવ્ય પ્રતીસાદ
Previous Articleઆ રીતે ઘરે બનાવો કેળાંની સ્વાદિષ્ટ ચટણી
Next Article શું સનસ્ક્રીન આપની ત્વચા માટે નુક્સાનકારક છે?