વિહિપ પ્રેરિત શોભાયાત્રામાં અનેક સંતો-મહંતો ધર્મપ્રેમીઓ જોડાશે: સામાજીક સમરસ્તાના ઉત્તમ ઉદાહરણરુપ વાલ્મીકી સમાજ દ્વારા રામજીની પાલખીનું વહન સુખનાથ મંદીરે આતકબાજી, ઢોલનગારા સાથે સ્વાગત: રામભકતો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
દર વર્ષે રામનવમીના પાવન પર્વ નીમીતે ભગવાન શ્રીરામના પ્રાગટયને વધાવવા વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય દર્શનીય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. શહેરના મુખ્ય માર્ગો પર ફરતી આ શોભાયાત્રાના દર્શનનો લ્હાવો લેવા શહેરીજનો બહોળી સંખયામાં ઉમટી પડે છે. દરેક કાર્યકર્તામાં આ આયોજનને લઇને અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રામનવમી નીમીતે યોજાનાર ભગવાન શ્રીરામની પાલખી યાત્રા તા. ૧૪-૪ ને રવિવારના રોજ સવારે ૧૦ કલાકે પંચનાથ મહાદેદ મંદીર ખાતેથી પ્રસ્થાન કરશે અને સુખનાથ મહાદેવ (રામનાથ પરા) ખાતે પૂર્ણ થશે. રાજકોટના અગ્રગણ્ય સાધુ સંતો અને અનેક આગેવાનોની હાજરી સાથે આ રામલલ્લાની પાલખી યાત્રાને વાલ્મીકી સમાજ પોતાના કરકમલોથી ઉપાડશે તે માટે વાલ્મીકી સમાજમાં જબરજસ્ત ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં ઢોલ, નગારા, કિર્તન મંડળી તથા સંપૂર્ણ વાલ્મીકી સમાજ પાલખી યાત્રામાં જોડાશે.
પાલખી યાત્રાનો ‚ટ પંચનાથ મંદીરથી પ્રસ્થાન હરીહર ચોક, મહાત્મા ગાંધીના પુતળા પાસે, નાગરીક બેંક ચોક, ધમેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, પ્રહલાદ ટોકીઝ, નવાનાકા, સોનીબજાર, કોઠારીયાનાકા પોલીસ ચોકી, ગ‚ડ ગરબી ચોક, રામનાથપરા મેઇન રોડ, બજરંગ ચોક, રામનાથપરા મહાદેવથી થઇ સુખનાથ મહાદેવ મંદીર ખાતે સંપન્ન થશે. ત્યારબાદ શ્રીરામ જન્મોત્સવ મહાઆરતી અને ભોજન પ્રસાદ ફળાહારનું આયોજન કરાયું છે.
આ યાત્રા દરમ્યાન પાલખી યાત્રાની પ્રસ્થાન સમયેની વ્યવસ્થા પંચનાથ મંદીર દ્વારા કરવામાં આવશે. સાત હનુમાનજી મંદીર દ્વારા તથા પવન કુરીયર દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. હરીહર ચોકમાં એનીમલ હેલ્પલાઇન દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુ (જયુબેલી ચોક) ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વાગત કરવામાં આવશે તથા યોગ વેદાંત સેવા સમીતી દ્વારા સ્વાગત ધર્મેન્દ્ર રોડ વેપારી એસો. દ્વારા છાશ વિતરણ કરવામાં આવશે. લાખાજીરાજ રોડ પ્રણામી મંદીર દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવશે. નવાનાકા સીંધી કાપડ બજાર એસો. દ્વારા શરબત વિતરણ, સોની બજાર વેપારી દ્વારા ફુલહારથી સ્વાગત તથા રામનાથ પરા ચોકમાં હરીરામ સત્સંગ મંડળ દ્વારા પાણી વિતરણ તથા બડાબજરંગ મિત્ર મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવશે. તથા સમસ્ત રાજપુત સમાજ દ્વારા પણ સ્વાગત કરવામાં આવશે. રથયાત્રાના સમગ્ર રુટમાં અનેક જગ્યાએ ઠંડુ પાણી, શરબત, ફળાહાર નાસ્તો વિગેરે સેવાનો પણ અનેક સંસ્થા દ્વારા લાભ આપવામાં આવશે.
આ શોભાયાત્રામાં સૌપ્રથમ ધર્મઘ્વજ, રામલલ્લાની પાલખી, સંગીતની સુરાવલી વહાવતું બેન્ડ, ફલોટસ બાઇક સવાર યુવાનો ડી.જે. અન્ય વાહનો અને શોભાયાત્રામાં જોડાનાર અન્ય લોકો હશે.
અંતમાં સુખનાથ મહાદેવ મંદીરે આતશબાજી ઢોલનગારા દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરી ભકતો દ્વારા ફળાહાર કરાવવામાં આવશે તથા યાત્રા સમાપન બાદ રામજન્મોત્સવની ભવ્યાતિભવ્ય આરતીનો લાભ લેવા હિન્દુ જનતાને જાહેર આમંત્રણ છે.
આ આયોજનને સફળ બનાવવા માટે સુખનાથ મહાદેવ મંદીરના પદમાબેન તથા મંદીરના પુજારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
વાલ્મીકી સમાજ જે રાજકોટ શહેરમાં વસે છે તે વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહેવાના છે. આ વર્ષ રામનવમીની ભવ્ય ઉજવણી રામ મંદીરના સંકલ્પ સાથે ઉજવાશે.
અયોઘ્યામાં જે રામલલ્લાની મૂર્તિ બિરાજમાન થવાની છે. તે પ્રમાણેની જ રામલલ્લાની મૂર્તિ તૈયાર કરવામાં આવી રહી છે. જે પાલખી યાત્રામાં મુખ્ય સ્થાન બિરાજમાન રહેશે.
આ ધર્મયાત્રાને સફળ બનાવવા વિ.હિ.પ. ના હરીભાઇ ડોડીયા, શાંતુભાઇ રુપારેલીયા, હસુભાઇ ચંદારાણા,હરેશભાઇ ચૌહાણ, કૃણાલભાઇ વ્યાસ, નિતેશભાઇ કથીરીયા, વિનુભાઇ ટીલાવત, રામભાઇ શાંંખલા, રાહુલભાઇ જાની, વનરાજભાઇ ચાવડા, હર્ષદભાઇ સરવૈયા, સુશીલભાઇ પાંભર, કલ્પેશભાઇ મહેતા, ધનરાજભાઇ રાઘાણી, મહાવીરસિંહ જાડેજા, મનોજભાઇ કદમ, બ્રિજેશભાઇ લોઢીયા, કિશોરભાઇ તન્ના વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.આ માટે વિહિપ દરેક સંસ્થા,મંડળ, યુવક મંડળ, સામાજીક સંસ્થા અને તમામ લોકો કે જેઓ આ આયોજનમાં તન-મન- ધનથી બહોળી સંખ્યામાં જોડાઇ અને શહેરની તમામ હિન્દુપ્રેમી જનતા આ શોભાયાત્રામાં દર્શનનો લાભ લ્યે તેવી અબતક ની શુભેચ્છા મુલાકાતે આવેલા રામભકતાએ અપીલ કરી છે.