ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરી. ટ્રસ્ટ દ્વારા મહાઆરતી-લોકસાહિત્ય -ડાયરો સહિતના આયોજનો; ૫૧ બુલેટ, ૧૦૦૦ યુવાનો તથા ૫૦૦ બહેનો શોભાયાત્રામાં જોડાઈ; વિવિધ ફલોટસ આકર્ષણનું કેન્દ્ર: અનેક સંસ્થાઓ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત-સન્માન
ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા તથા કડવા પાટીદારના કુળદેવી ઉમીયા માતાજીની જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ આ શોભાયાત્રા પશુપતી નાથ મહાદેવના મંદિરથી પ્રસ્થાન થઈ અંબિકા ટાઉનસીપ સુધી પહોચી છે. આ શોભાયાત્રામાં ૫૧ બુલેટ, ૧૦૦૦ બાઈક સાથે યુવાનો તેમજ ૫૦૦ બહેનો જોડાયા હતા. ઈન્દીરા સર્કલ ખાતે ભાજપના કાર્યકર્તાઓ મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ધનસુખભાઈ ભંડેરી સહિતના કાર્યકર્તાઓ દ્વારા માં ઉમીયાની શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.
અન્ય સંસ્થાઓ દ્વારા પણ શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. મા ઉમીયા માતાજીના જાજરમાન રથ સાથેની આ શોભાયાત્રામાં વિવિધ સામાજીક સંસ્થાઓ દ્વારા વિવિધ ફલોટસ જેમાં શિક્ષીકા સ્વાસ્થ્ય, યોગ, ભારતીય સંસ્કૃતી પર્યાવરણ, બેટી બચાવો ધાર્મિક પ્રસંગો જેવાવિષયો આધારીત સામાજીક સંદેશો આપતા સુશોભીત ૧૦ જેટલા ફલોટસ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા આ શોભાયાત્રામાં જોડાવા માટે શહેરના ૨૫,૦૦૦ પરિવારોને વોર્ડ વાઈઝ નિમંત્રણ પત્રીકાનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
ઉમીયા પદયાત્રીક પરિવાર દ્વારા ઉમા જયંતી નિમિતે કર્ણાવતી પાર્ટીપ્લોટ કાલાવડ રોડ ખાતે મહાઆરતી તેમજ પ્રખ્યાત લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર માયાભાઈ આહિરનો લોકડાયરો યોજાશે. ઉમા જયંતી નિમિતે યોજાયેલ આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે સિદસર મંદિરના પ્રમુખ ડો.ડાયાભાઈ પટેલ, ઉદઘાટક તરીકે ગુજરાત રાજય બિન અનામત આયોગના ચેરમેન બાબુભાઈ ઘોડાસરા, અતિથિ વિશેષ તરીકે સાંસદ મોહનભાઈ કુંડારીયા, પુર્વ મંત્રી ચીમનભાઈ સાપરીયા, વલ્લભભાઈ વડાલીયા, ઉમિયા માતાજી મંદિર સિદસરના ઉપપ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, અરવિંદભાઈ કણસાગરા, નંદલાલભાઈ માંડવીયા, ધારાસભ્ય લલીતભાઈ કગથરા, મનસુખભાઈ પાણ, નાથાભાઈ કાલરીયા, શીવલાલભાઈ આદ્રોજા, જે.ડી. કાલરીયા, મૌલેશભાઈ ઉકાણી, ઉકાણી, ઉમીયા માતાજી મંદિર સિદસરના મંત્રી જયેશભાઈ પટેલ, મુળજીભાઈ ભીમાણી, જેન્તીભાઈ કાલરીયા ઉપસ્થિત રહેશે.
આજે પાટીદાર સમાજનો ઉત્સવ સમગ્ર સમાજ માટે ઉત્સાહનો માહોલ બન્યો: ધનસુખ ભંડેરી
અબતક સાથેની વાતચીતમાં ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું કે આજરોજ ઉમીયા જયંતી નિમિતે સમગ્ર પાટીદાર સમાજનો ઉત્સવ છે. અને રાજકોટમાં પણ કડવા પાટીદાર સમિતિના માધ્યમથી ઉમા જયંતીની યાત્રા નીકળી છે ત્યારે આજે ભારતીય જનતાપાર્ટીએ આ યાત્રા શહેરના ઈન્દીરા શર્કલ પાસે આવતા ખુબ ઉત્સાહથી માતાજીની આરાધના કરીને માતાજીના ભકતોના માધ્યમથી ખાલી પાટીદાર સમાજ નહી પરંતુ સમગ્ર સમાજ માટે ના ભકતો માટે આ ઉત્સાહનો માહોલ છે. અને બધા લોકો આ જયંતીમાં ભાગ લે છે. અને શોભાયાત્રાનું આયોજન કર્યું છે. તેમના માટે ખૂબ ખુબ ધન્યવાદ આપું છું.
શોભાયાત્રાથી સમસ્ત શહેરમાં ભકિતનો માહોલ ઉભો થયો: મેયર
અબતક સાથેની વાતચીતમાં મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતુ કે મા ઉમીયા માતાજીની આજે ‘જન્મજયંતિ નિમિતે પાટીદારો અને માતાજીના ભકતો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું છે. અને તેના લીધે રાજકોટમાં પણ ભકિતનો માહોલ ઉભો થયો છે. માતાજીની આ યાત્રા થકી લોકો સુધી ધાર્મિક સંદેશો પહોચશે આજની યાત્રામાં ઘણા લોકોએ ભાગ લીધો છે.
ઈન્દિરા સર્કલ ખાતે ભાજપ પરિવાર દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત: રજની ગોલ
અબતક સાથેની વાતચીતમાં મીડીયા ઈન્ચાર્જ રજનીભાઈ ગોલએ જણાવ્યું હતુ કે ઉમીયા પદયાત્રીક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉમિયા માતાની શોભાયાત્રામાં ઈન્દિરા સર્કલ ખાતે પહોચતા ભાજપ પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ અને શોભાયાત્રામાં ૫૧ બુલેટ, ૧૦૦૦ બાઈક સાથે યુવાનો, ૫૦૦ બહેનો જોડાયા છે. અને ૧૦ જેટલા વિવિધ ફલોટ સાથે ભવ્ય શોભાયાત્રા પશુપતીનાથ મહાદેવના મંદિરથી પ્રસ્થાન થઈ ૧૮ કિ.મી.ના ટમાં અંબિકા ટાઉનસીપમાં આ શોભાયાત્રા પૂર્ણ થશે.