ભારતના ૨૭ રાજયો તથા કેન્દ્ર શાસીત પ્રદેશો સાથે ર૩ દેશોએ ફેરમાં લીધો ભાગ
ટી.ટી.એફ.માં ભારત સરકારના પ્રવાસન મંત્રાલયે મહાત્મા ગાંધીજીની ઉજવણીના દોઢસો વર્ષના વિષયને ઉજાગર કરવા ફેરમાં લીધો ભાગ
શ્રીલંકા ટુરીઝમ ફેરમાં સૌથી મોટા પવેલીયન તરીકે થયું પ્રસ્થાપીત
ભારત દેશ પ્રવાસન ક્ષેત્રે અનેક વિધ શીખરો સ્વર કર્યા છે. ત્યારે અમદાવાદ ખાતે ટ્રાવેલ એન્ડ ટુરીઝયમ ફેરનું એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ સુધી ચાલનારા અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના એકસીબીશન હોય ખાતે શરુ થઇ ગયેલ છે. વિવિધ શહેરોમાં
યોજાતા ટી.ટી.એફ. ટ્રાવેલનો સૌથી મોટો એક સેટ છે. ભારતમાં ર૭ રાજયો તથા કેન્દ્ર શાસીત પ્રદેશો અને ર૩ વિદેશી દેશો ટી.ટી.એફ
અમદાવાદમાં સામેલ થયા છે અને સમગ્ર ગુજરાત માટે ટયુરીઝમ ક્ષેત્રના વ્યાપાર માટે દ્વાર ખુલ્લા છે. ટી.ટી.એફ માં જે વિદેશી એકઝીબીશ સામેલ થયા છે. તેના શ્રીલંકા, ઇન્ડોનેશીયા, નેપાળ, ભૂતાન, હોગકોંગ, મલેશીયા, માલદીપ, યુ.કેઇન ઉસ્બેકીસ્તાન સહીતના દેશનો સમાવેશ થાય છે. ત્યારે ભારતના રાજવની વાત કરવામાં આવે તો ઉતરાખંડ, હિમાચલ પ્રદેશ, ઓરિસ્સા, કેરેલા, કર્ણાટક, ગોવા, સહીતના રાજયો પાર્ટનર સ્ટેટ તરીકે જોડાયા છે. ટી.પી.એફ માં નિયમીત રીતે સામેલ થતા ભારત સરકારનું પ્રવાસન મંત્રાલય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ ઉજવણીમાં ૧૫૦ વર્ષ વિષય પર ખાનગી સહયોગીઓ સાથે સામેલ થયું છે. ભારતના આઠ શહેરોની ટી.પી.એફ સીરીઝમાં ટી.ટી.એફ અમદાવાદ વધુ એક વખત સૌથી મોટો સો બની રહેશે. જેથી ગુજરાત ની બજારોને આનો સીધો લાભ મળશે. આ એકસ્પોમાં વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, વલસાડ, નવસાર, વાપી, ભરુચ, અંકલેશ્ર્વર આણંદ વગેરે શહેરોના ટ્રાવેલ્સ એજન્ટો અને ટુર ઓપરેટરો પણ મોટી સંખ્યામાં ભાગ લઇ રહ્યા છે. ટી.ટી.એફ અમદાવાદ માટે છ હજારથી વધુ ટ્રેડ બાયર સો તેમના નામ અગાઉથી નોંધાવ્યો છે. ટી.ટી.એફ. અમદાવાદને યજમાન રાજય ગુજરાતના ટયુરીઝમ વિભાગનો તથા અન્ય રાજયોના ટુરીઝમ વિભાગના સહયોગ પ્રાપ્ત થયો છે. ટી.ટી.એફ. અમદાવાદ બાદ ૬ થી ૮ સપ્ટેમ્બર સુરતના દીન દયાલ ઉપાઘ્યાય ઇન્ડોર સ્ટેડીયમ ખાતે આયોજન કરશે.
ભારતનું સૌથી મોટું એડવેન્ચર વર્લ્ડ એટલે સની’ઝ વર્લ્ડ: સની નીમહાન
અમદાવાદ ખાતે આયોજીત થયેલા ટ્રાવેલ એન્ડ ટુરીઝયમ ફેરમાં પુનાની સનીજ વર્લ્ડ પ્રાપર્ટી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેના અનેક વિધ પ્રવૃતિઓ કરાવામાં આવી રહી છે. ડેસ્ટીનેશન બેડીંગ માટે સનીઝ વર્ડ સૌથી વિશ્વાસ પાત્ર પ્રોપટી માનવામાં આવે છે જેના અનેક વિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જેમાં ભારતનું સૌથી મોટો એડવેન્ચર રીસોર્ટ સૌથી લાંબી ઝોપ લાઇન તથા જાઇન્ટ સ્પીનરનું આયોજન કરવામાં આવ્યું છે. અબતક સાથે વાતચીત કરતા સની વર્લ્ડના મેનેજીંગ ડાયરેકટર સની નીમ્હાનો વાતચીત કરતા જણાવ્યું હતું કે તેઓની ઇચ્છા છે કે સૌરાષ્ટ્રની જનતા તેમનો વધુને વધુ લાભ લે અને તેમના પારીવારીક પ્રસંગો સનીઝ વર્લ્ડ ખાતે મનાવે અંતમાં તેઓએ જણાવ્યું હતું કે ટી.ટી.એફ માં તેઓની પ્રોપટીને ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
અમદાવાદ ખાતેનું TTF એક્સ્પો ટુર ઓપરેટરો માટે આશિર્વાદરૂપ: વિશાલ લાઠીયા
રાજકોટ ખાતે આવેલી જિયા હોલીડેસ ના સંસ્થાપક વિસાલભાઈ લાઠીયા એ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અમદાવાદ ખાતે આયોજિત TTF એક્સસ્પો ટુર ઓપરેટરો માટે આશીર્વાદ રૂપ બની રહેશે ત્યારે દર વખતે ની જેમ આવખતે પણ જે આયોજન થયું છે તે વિશેષ છે વધુમાં વિશાલભાઈ એ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ૧૦ વર્ષ થી આ એક્સ્પો માં ભાગ લઈ રહ્યા છે અને પ્રવાસન માટે જતા યાત્રિકો ને નવા ડેસ્ટિનેશન વિશે માહિતગાર પણ કરવા માં આવી રહ્યા છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે TTF ખાતે તેઓ કોઈ નવીન એવી જગ્યા હોઈ તો તે તેને ટુર પેકેજમાં સમાવે છે હાલ તેઓ એ જણાવ્યું હતું કે અત્યારના દિવાળી રજા ઓ નજીક આવતા પ્રવાસીઓ કરેલા, બાલી, દુબઇ, સિંગાપોર જેવા સ્થળો પર જવાનું સૌથી વધુ પસન્દ કરે છે અંતમાં તેઓ એ અબતક ના માધ્યમ થી લોકો ને સનદેશો આપતા જણાવ્યું હતું કે લોકો એ TTF એક્સ્પો માં મુલાકાત લેવી જોઈ એ અને નવા નવા ડેસ્ટિનેશનો વિશે માહિતી મેળવી ત્યાં ફરવા પણ જવું જોઈએ.
બાલી ખાતે ઘણી ખરી જગ્યા અનેક્સપ્લોર છે: અંશુલ ગુપ્તા
TTF ટુરિઝમ ફેર ખાતે અનેક વિધ દેશો તેમના ઉનએક્સપલોર જગ્યા માટે આવતા મુલાકાતીઓ ને માહિતી આપતા હોય છે ત્યારે સમગ્ર વિશ્વ બાલીથી પરિચિત છે ત્યારે EASY TO TRAVEL કમ્પનીના અંશુલ ગુપ્તા એ અબટક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે વિશ્વ આખું બાલીથી પરિચિત છે પરંતુ બાલી ખાતે એવી અનેક જગ્યાઓ છે જે લોકો ના ધ્યાન પર નથી આવી લોકો જ્યારે બાલી આવતા હોય છે ત્યારે તેઓ નિર્ધારિત જગ્યા ઓ પર ફરવા નું વધુ પસન્દ કરે છે સાથોસાથ બાલી ખાતે એરપોર્ટ દૂર હોવા ના કારણે તેનો પશ્ચિમ ભાગ અનેક્સપલોર રહ્યો છે ત્યારે TTF માં આવાનું મુખ્ય કારણ એ જ છે કે બાલી ખાતે જે જગ્યા કે ફરવા લાયક સ્થળથી લોકો વાકેફ ન હોઈ તો તેઓ ને પૂર્ણત: માહિતી આપવામાં આવે અંત માં તેઓ એ અબતક મીડિયા ની કામગીરી ને બિરદાવી હતી.
ભારતમાં પણ હવે ક્રુઝનો આનંદ મેળવી શકાશે: નીરજ શર્મા
કેરોટ ક્રુઝ શિપિંગ પ્રાઇવેટ લિમિટેડ ના ડાયરેકટર નીરજ શર્મા એ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે TTF એક્સ્પો હરવખત ની જેમ આ વખતે પણ અનેકવિધ નજરનાઓ સાથે આવ્યું છે ત્યારે ભારતીય લોકો માટે સારા સમાચાર એ છે કે દર વખતે લોકો ક્રુઝ ને માણવા માટે વિદેશ જતા હોય છે પરંતુ હવે ભારત માં જ ક્રુઝ નો લાભ લોકો લઇ શકશે ક્રુઝ કેરોટ નામની શિપ બોમ્બે ટુ ગોઆ, બોમ્બે ટુ દીવ તથા બોમ્બે થી આંતરરાષ્ટ્રીય દરિયાયી મારફતે લોકો ને પ્રવાસ પાર લઇ જશે ક્રુઝ માં જનાર લોકો ને સૌથી વધુ રૂપિયા ખર્ચવા પડતા હોઇ તેવું લોકો નું માનવું હોઈ છે પરંતુ ક્રુઝ કેરોટ નજીવા ખર્ચ થી લોકો ને પ્રવાસ પર લઈ જશે સોળ હજાર રૂપિયા ના બેઝિક પેકેજ થઈ લોકો ક્રુઝ નો લાભ મેળવી શકશે જેમાં નવ રેસ્ટોરન્ટ, એન્ટરટેઇન્મેન્ટ, કેસીનો જેવી પ્રવૃત્તિ કરવામાં આવશે આ ક્રુઝ પર સાત્વિક ભોજન લેનાર યાત્રિકો ને પયોરવેજ પણ જમાડવા માં આવશે અંત માં તેઓ એ જણાવ્યું હતું કે ટુરિઝમ ફેર માં આવવા થી લોકો નો ખુબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.