ધૂનકી ફીલ્મના કલાકારો પ્રતિક ગાંધી અને દીક્ષા જોશીએ શોપીક્ષો લાઇફ સ્ટાઇલની લીધી મુલાકાત
અત્યારના યુગમાં લોકો ઘરની સાથે સાથે ઇન્ટોરીયલ બાબતે પણ ખુબ જ ઘ્યાન રાખતા હોય છે ત્યારે ફર્નીચરની દુનિયામાં એક નવીનતમ લાઇફસ્ટાઇલ આપી શકે તેવું શોપીક્ષો લાઇફ સ્ટાઇલ પ્રાઇવેટ લીમીટેડ શોરુમનો ભવ્ય શુભઆરંભ થયો છે. ત્યારે રાજકોટના લોકોને કંઇક અલગ જ પ્રકારનું અને આધુનીક યુગની સાથે સુસજજ ફર્નીચર મળે તે માટે આ મોલનો શરુઆત થઇ છે. ત્યારે આ કંપનીના કમ્પલાઇન્સ ઓફીસર મનાલીકુમારી એ જણાવ્યું હતું કે તેઓ કસ્ટમાઇસ ફર્નીચર એટલે કે લોકોને જેવું જોઇએ છે તેવું ફર્નીચર બનાવે છે. જેમાં શોફા સેટ, બેડ, ખુર્શી, ડાઇનીંગ ટેબલ અને સેન્ટ્રલ ટેબલ જેવી પ્રોડકટ બનાવે છે અને તેઓ પાસે ૫૦ હજારથી લઇને પ લાખ સુધીનું ફર્નીચર ઉપલબ્ધ છે અને અત્યારના લોકો માટે ૧૦૦ ટકા કેસ બેકની ઓફર રાખી છે. જેના ગ્રાહકોને માત્ર જીએસટી જ ભરવાનું રહેશે. બાકીના વસ્તુના પૈસાનું તેઓને ૧૦૦ ટકા વળરત ચેકના સ્વરુપમાં મળી રહેશે અને આવનારા સમયમાં તેઓ એ ગ્રેડ લેવલનું ફર્નીચર કે જે રાજકોટમાં ઉપલબ્ધ ન હોય તેવું લોકો માટે લાવવાના છે. શોપીક્ષો લાઇફ સ્ટાઇલના શુભઆરંભમાં ધુનકી મુવીના કલાકારો ડીરેટકરટો અને પ્રોડયુસર પણ ફર્નીચર મોલની વીઝીટ કરી અને ફીલ્મના કલાકારોમાં પ્રતિક ગાંધી અને દીક્ષા જોશી એ પણ ફર્નીચર મોલની વીઝીટ કરી.
લોકોના દિલમાં ‘ધૂન ’લગાવશે ‘ધુનકી’
શોપીક્ષો લાઇફ સ્ટાઇલમાં પ્રમોશન માટે આવેલી ધુનકી અર્બન ગુજરાતી ફિલ્મતી ટીમના કલાકાર પ્રતિક ગાંધી અને દીક્ષા જોશીએ અબતક સાથે ફીલ્મને લઇને ઘણી બધી વાતો કરી હતી ત્યારે આવનારી ૨૬ જુલાઇના ધુનકી મુવી લોકોના દીલમાં એક અલગ જ પ્રકારની ધુન બેસાડશે અને આ ફિલ્મની સ્ટોરી બે મીત્રો વચ્ચેની કહાની ઉપર છે અને બી મિત્રો એકબીજાની સાથે રહીને પોતાની કરીયર બનાવવામાં કેટલા મદદરુપ થયા છે. તેના પર છે કે જે અત્યારની યુવા પેઢીને આકર્ષે તેવી ફીલ્મ છે. તેવું ફીલ્મના કલાકાર પ્રતિક ગાંધી અને દિક્ષા જોશીએ જણાવ્યું હતું. ફીલ્મ વિશે વધુમાં જણાવતા પ્રતિક ગાંધી એ વાત કરી હતી કે આ ફિલ્મ એ એક એવી ફિલ્મ છે કે જે કદાચ હિંદી ફીલ્મ જગતને પણ પહોંચી શકે અને આ ફિલ્મ લોકોની રોજબરોજ ની જીંદગીને પણ આવરી લે તેવી ફીલ્મ છે. જેમાં મે અને દીક્ષાએ પણ ખુબ જ સરસ પાત્ર ભજવ્યું છે. અને લોકોને દર વખતે અમારી પાસે કંઇક નવું જ જોવા મળે તેવી અપેક્ષા હોય છે. ત્યારે અમે એ અપેક્ષા સંપૂર્ણ પણે પૂર્ણ કરીશું તેવા અમારા પ્રયાસો છે. અને ફીલ્મ ને એકવાર ચોકકસ જોવા જજો એવી લોકોને અપીલ પણ કરી હતી.