સરાઝા બેકરીની તમામ આઇટમો ઉપરાંત, કેઈક્સ, કલાત્મક બ્રેડસ, કોફી, ચા, શેઈક્સ, હેલ્થી જયુસ, સ્નેકસ, વોફલ્સ, ડીઝર્ટ્સ, આઇસ્ક્રીમ, નમકીન જેવી અનેક વાનગીઓ હવે રૈયા રોડ પર ઉપલબ્ધ
રાજકોટની સ્વાદપ્રિય જનતા માટે દેશ-વિદેશમાં નામના પ્રાપ્ત શેફ અજય ચોપરાના માર્ગદર્શન નીચે રાજકોટના કાલાવાડ રોડ પર વર્ષ 2019 માં “સરાઝા” રેસ્ટોરન્ટ, બેન્કવેટ હોલ અને બેકરીનો શુભારંભ થયો હતો. સરાઝાની યશકલગીમાંં વધુ એક છોગું ઉમેરાયું છે. તા. 08 સપ્ટેમ્બર ના રોજ રાજકોટના વિકસીત એવા રૈયા રોડ ઉપર આવેલ સવન સરેનામાં વધુ બેઠક ક્ષમતા સાથે સરાઝા બેકરી અને કાફેના બીજા ફ્રેન્ચાઇઝ આઉટલેટનો શેફ અજય ચોપરાની પ્રેરક ઉપસ્થિતિમાં ધમાકેદાર પ્રારંભ થયો છે.
પંજાબી કુટુંબમાં જન્મેલા શેફ અજય ચોપરા આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવે છે. તેમણે ઓબેરોય સેન્ટર ફોર લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ (ઘઈકઉ) માંથી રાંધણકલા અને મેનેજમેન્ટ ટ્રેનીંગ પ્રોગ્રામમાં સુવર્ણ પદક મેળવીને સ્નાતકની પદવી હાંસલ કરેલ છે. અજ્ય ચોપરા ભારતમાં દિલ્હી, મુંબઈ, શિમલા અને વિદેશમાં લંડન ખાતે ખ્યાતનામ હોટલોમાં રેસ્ટોરન્ટો સાથે સંકળાયેલા છે. ટેલીવિઝન પર આવતા માસ્ટર શેફ ઈન્ડીયા રિયાલીટી શોમાં જજ અને હોસ્ટ તરીકે અજય ચોપરાએ ખુબ લોકપ્રિયતા મેળવી છે. તાજેતરમાં તેમની બીગ ડેડી ઓફ શેફ નામનું પુસ્તક પ્રકાશીત થયું છે,
સરાઝા રેસ્ટોરન્ટની કાલાવાડ રોડ સ્થિત મુખ્ય આઉટલેટમાં 180 જેટલા અતિથિઓને એક જ સમયે સમાવિષ્ટ કરતું, 20 ફુટ ઊંચી છત ધરાવતું અને ઉત્કૃષ્ટ સ્ટાફ ધરાવતુ રેસ્ટોરન્ટ છે. સરાઝા રેસ્ટોરન્ટમાં શેફ અજય ચોપરા દ્વારા તૈયાર કરાયેલ અવનવી વાનગીઓના મેનુમાં તાજેતરમાં 30 નવી વાનગીઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ ઉપરાંત કોઈપણ નાના-મોટા પ્રસંગ અને સેમિનાર જેવી ઇવેન્ટસને યાદગાર બનાવવા માટે 7000 સ્ક્વેર ફુટનો એરીયા ધરાવતો વિશાળ અને અદભુત સજાવટ સાથેનો બેન્કવેટ હોલ પણ છે, જે 600 જેટલા મહેમાનોને સમાવવા સક્ષમ છે. બેન્કવેટ હોલમાં પ્રસંગને યાદગાર બનાવવા ઈવેન્ટ મેનેજમેન્ટની શ્રેષ્ઠ ટીમ નિયુકત કરવામાં આવી છે,
સરાઝા બેકરીમાં પેસ્ટ્રીઝ, કલાત્મક બ્રેડ, અને અન્ય બેકરી આઈટમો ગરમ અને તાજી પિરસવામાં આવે છે. તેમજ આ બેકરી છુટક અને જથ્થાબંધ ઓર્ડરને પહોંચી વળવા સક્ષમ છે. આ વર્ષે સરાઝા દ્વારા દિવાળી માટે ખાસ મિઠાઈઓ બનાવવામાં આવશે જેમાં મોહનથાળ, કાજુ મેસુબપાક, કોકોનટ રોલ, ફેરેરો પેંડા, બાલુશાહી અને કાળા જાંબુના કોમ્બીનેશન સાથે બનાવેલી બાલજામ મિઠાઈ રાજકોટવાસીઓની દિવાળીની ઉજવણીને ખાસ બનાવી દેશે. સરાઝા રેસ્ટોરન્ટ, બેન્કવેટ હોલ અને બેકરીની સફળતાથી અને ઘણા ઉદ્યોગ-સાહસીકોની સરાઝા સાથે જોડાવાની ઉત્કંઠાથી પ્રેરાયને રાજકોટ સરાઝાની પ્રમોટર ટીમના કુશલ અનડકટ, શ્રિયુશ ગજેરા, શૈલેશ ગોટી, વીશ્વાશ માણેક, અમિત રાયઠઠા, નીલ દોશી, હિતેષ વોરા, ધ્યેય ઠક્કર, વિક્રમ સંઘાણી અને સંજય ધમસાણીયા દ્વારા રાજકોટ ખાતે અક્ષર માર્ગ બાદ, રૈયા રોડ પર આ બીજુ ફ્રેન્ચાઇઝ આઉટલેટ શરુ કરવામાં આવ્યું છે.