ડાયરામાં બ્રિજરાજદાન ગઢવી, દેવાયત ખાવડ, પૃથ્વીરાજસિંહ ઝાલા અને મીનાબા જાડેજાએ રમઝટ બોલાવી લોકોને મંત્રમુગ્ધ કર્યા: સમગ્ર ડાયરાનું સંચાલન રાજપુતાણી મહિલાઓ દ્વારા કરાયુ
સ્વાભિમાન સંગઠન દ્વારા શનિવારે સાંજે પારીજાત પાર્ટી પ્લોટ, રાજકોટ ખાતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેનુ સમગ્ર સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતુ. ડાયરામાં બ્રિજરાજદાન ગઢવી, દેવાયત ખાવડ, પૃથ્વીરાજસિંહ ઝાલા અને મીનાબા જાડેજા સહિતના કલાકારોએ રમઝટ બોલાવી હતી.
રાજપુતાણીઓ દ્વારા શ‚ કરવામાં આવેલ સ્વાભિમાન સંગઠન નામની સંસ્થા સંસ્કૃતિ સંરક્ષણની પહેલ છે. આ સંગઠન ફકત યુવા ક્ષત્રિયાણીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. સંસ્કૃતિના પાશ્ચાત્ય આંધળા અનુકરણને ડામવા માટે દીકરીબાઓએ પોતાના યુવાન ખંભા પર આ ઝુંબેશ લીધી છે.
શનિવારે અનેક નામિ કલાકારોએ ડાયરામાં રમઝટ બોલાવી હતી. અને બહોળી સંખ્યામાં ડાયરાને માણવા માટે લોકો ઉમટી પડયા હતા. આ ડાયરાને સફળ બનાવવા માટે આયોજકો મહેશ્ર્વરીબા જાડેજા (પડાણા), ઉવર્શીબા રાણા (વનાળા), પ્રિયાબા રાઠોડ (કનોજ) તથા દિવ્યાબા ઝલા (સમલા)એ જહેમત ઉઠાવી હતી.
કિન્નરીબા હરદેવસિંહ જાડેજાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે સ્વાભિમાન સંગઠન દ્વારા એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ આ ડાયરો દિકરીઓનાં શિક્ષણ, વિધવા માતાઓને સહાય તેમજ સંસ્કૃતિને ફરીથી ઉજાગર કરવા પુનરોધાર કરવા માટે થઈ આયોજન કરવામાં આવ્યું હતુ.
હાલમાંજે પશ્ર્ચિમ સંસ્કૃતિની ઉંડી છાપ જોવા મળી રહી છે. તેની અસર થોડી ઓછી કરવી અને ખાસ તો ગરાસીયા રાજપૂતોને એજ શોર્ય તરફ પાછા વાળવાના મુખ્ય ઉદેશ સાથે ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ.