કર્ણાટકના ગર્વનર વજુભાઈ વાળા અને શહેરના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

છેલ્લા ૫૦ વર્ષથી સૌરાષ્ટ્રમાં આધ્યાત્મીકના ઓજસ પાથરનાર આંતરરાષ્ટ્રીય સંસ્થાન બ્રહ્માકુમારીઝ તેની સુવર્ણ જયંતીના અવસરે ‘અશકત મનથી ખુશનુમા જીવન’ સેમીનાર અને સંયમના માર્ગે વળેલ બ્રહ્માકુમારી ૫૦થી વધુ બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતુ શનિવારના રોજ દિલ્હીથી પધારેલા બ્રહ્માકુમારી આશાદીદીની સ્પીચ આપવામાં આવી હતી અને સાથે બ્રહ્માકુમારીના સેક્રેટરી મૃત્યુંજયભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના ભાગરૂપે પ૦થી વધુ બ્રહ્માકુમારીઝને સન્માનીત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ રૂપે કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળા અને શહેરનાં મહાનુભાવો સાથે બહોળી સંખ્યામાં શહેરના બ્રહ્માકુમારી અને બ્રહ્મકુમાર ઉપસ્થિત રહ્યા હતા.

અબતક સાથેની વાતચીતમાં રાજકોટના બ્રહ્માકુમારી અંજુદીદીએ જણાવ્યું હતુ કે બ્રહ્માકુમારીઝ સૌરાષ્ટ્રમાં ૧૯૬૯માં સૌ પ્રથમ સેવા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. આજે ૫૦ વર્ષ પૂર્ણ કર્યા છે. આ ૫૦ વર્ષ દરમિયાન મહિલા સશકતીકરણ, વ્યસનમૂકિત, બેટી બચાવો, બેટી પઢાવો જેવા અનેક અભિયાનો તથા સેવાઓ દ્વારા બ્રહ્માકુમારીઝ સેવાઓ કરી રહી છે. આજે રાજકોટને આસપાસ ૨૭ સેવા કેન્દ્રો આવેલા છે. ૫૩ બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતુ રાજકોટની ધરામોંથી સયમના માર્ગ લેનાર એવી બહેનો આજે મંચ પર ઉપસ્થિત છે. દિલ્હીથી પણ મહાનુભાવો આવેલા છે.

અબતક સાથેની વાતચીતમાં આબુથી પધારેલા બ્રહ્મકુમારીઝને ૫૦ વર્ષ પૂર્ણ કરવા તે માટે ખૂબ ખૂબ અભિનંદન સેવાકીય પ્રવૃત્તિ દ્વારા સમાજસેવા કરવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ ખાસ કરીને ગુજરાતના ભાઈ બહેનોને મારો સંદેશ છે કે ભારતને સ્વર્ગ બનાવવામાં વિશેષ યોગદાન રહ્યું છે. કારણ કે ગામેગામ સેવા કેન્દ્ર ખાલી ખોલ્યાનથી ત્યાંના ભાઈ બહેનોના જીવન સુંદર, પવિત્રમય જીવન જીવવાની કલા શિખવવામાં આવી છે. ગાંધીજીની શિક્ષાભૂમિ રાજકોટ છે. કે જયાં વિશ્ર્વને માર્ગદર્શન કર્યું હતુ તથા સાથે મળીભારતની ભૂમિને પવિત્ર, દૈવિભૂમિ, શાંતિકૃત ભૂમિ, વિશ્ર્વગૂરૂ ભૂમિ બનાવવા માટે જોડાઈએ મોદીજી તથા ગાંધીજીના સ્વપ્નને સાકાર કરીએ.

vlcsnap 2019 10 14 09h02m26s797

નેહાદીદી (બ્રહ્મકુમારી)એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે બ્રહ્માકુમારી રાજકોટ પોતાની ગોલ્ડન જયુબેલી ૫૦ વર્ષ ઉજવીરહ્યું છે. એ પ્રોગ્રામના અંતર્ગત આજે હેપ્પી, હેલ્ધી લાઈફ સ્ટાઈલ ઉપર સુંદર વકતવ્યનું આયોજન કરવામાં આવ્યું છે. આ વકતવ્ય માટે ખાસ દિલ્હીથી બ્રહ્મકુમારી રાજયોગીની આશાદીદી પધારેલા છે. આશાદીદી એ પ્રખર વકતા છે આજે એ ખૂબ સરસ વક્તવ્ય આપી હેલ્ધી લાઈફસ્ટાઈલ પર વધુ માહિતી આપી હતી. આવતીકાલે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં બ્રહ્મકુમારી રાજકોટની બહેનો ૫૦ જેટલી બહેનોનું સન્માન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.