શ્રીગૌડના ચાર તડગોળ ર૮ સપ્ટેમ્બરે મળશે: વિવિધ સ્પર્ધા અને સમુહ ભોજન સહિતના કાર્યક્રમો સાથે કાર્યકરો અબતકને આંગણે
રાજકોટમાં આગામી તારીખ ર૮ સપ્ટેમ્બરને શનિવારના રોજ તળગોળોના વાળા છોડી સમસ્ત શ્રીગોડ બ્રાહ્મણ સમાજની રચના કર્યાને એક વર્ષ પૂર્ણ થતું હોય સમાજના ચારે તળગોળો મળી ઇતિહાસ રચાવા જઇ રહ્યા છે. દ્વિતીય વખત શ્રી ગૌડ સમાજના ચાર તડગોળ ભેગા થઇને માં આધશકિતની આરાધનાના પ્રસંગે એટલે કે નવરાત્રી પર્વ શ્રી ગૌડનો રણકાર ૨૦૧૯ની ઉજવણી કરશે. આ તકે આયોજકોઅ અબતક ની શુભેચ્છા મુલાકાત લીધી. આગામી તા. ર૮ ને શનિવારના રોજ ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલા ગોલ્ડન પેલેસ પાટી પ્લોટમાં સાંજે ૬ વાગ્યાથી આ કાર્યક્રમની શરુઆત થશે. આ કાર્યક્રમમાં સોરઠીયા શ્રી ગૌડ માળવીય, મેડતવાડ શ્રી ગોડ માળવીય શ્રી ગુજરાતી શ્રીગોડ માળવીય અને શ્રી ગૌંડ સાતુડીયા મેડતવાડ બ્રાહ્મણસમાજ એક મંચ પર એકત્ર થશે અને રાસની રમઝટ બોલાવશે.
આ કાર્યક્રમમાં રાસોત્સવની સાથે સાથે મહીલા મંડળ દ્વારા આરતી અને ગરબા ડેકોરેશન સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આયોજનના અંતે જ્ઞાતિજનો માટે સમુહ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ શૈલેષ જાની મહામંત્રી દિપક ભટ્ટ, શૈલેષ દવે, પંકજ ત્રિવેદી, શિરીષ ભટ્ટ, યશવંત શુકલ તથા મહિલા મંડળમાંથી રેખાબેન દવે, એકતાબેન, ક્રિષ્નાબેન જોશી, ગીતાબેન શુકલ, રાજુભાઇ દવે, જયેશભાઇ જાની, અજયભાઇ જોષી, ભાવેશભાઇ જોષી, અસીતભાઇ જાની, ઉમેશભાઇ જાની જહેમત ઉઠાવી રહ્યા છે.
આ કાર્યક્રમમાં તમામ તડગોળના જ્ઞાતિજનોને મોટી સંખ્યામાં ઉ૫સ્થિત રહેવા અનુરોધ છે. કાર્યક્રમે લગતી વધુ વિગત માટે મો. નં. ૮૭૮૦૩ ૬૩૭૮૨ પર સંપર્ક અનુરોધ છે.