સિસ્ટમને વધુ સુદ્રઢ બનાવવા માટે સીબીઆઇસી અને વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાઇ કરદાતાઓની સમસ્યાને 30 દિવસમાં નિવારવા માટે અધિકારીઓને કરાઇ છે તાકીદ
અબતક-રાજકોટ
છેલ્લા લાંબા સમયથી જીએસટી અને તેના કરદાતાઓને ઘણી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ વાસ્તવિકતાએ છે કે, સીબીઆઇસી અને વિભાગ દ્વારા સતત એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હોય છે કે રાજ્ય અને દેશની આવક કેવી રીતે વધી શકે તેના માટે વોર્ડ દ્વારા કરદાતાઓને સતત જાગૃત પણ કરવામાં આવતા હોય છે અને તેના માટે વિવિધ જાગૃતતાલક્ષી સેમીનાર અને વેબીનારનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. આ સ્થિતિને ધ્યાને લઇ વિભાગ દ્વારા જે કામગીરી હાથ ધરવામાં આવી છે.
તેનાથી રાજ્યની જીએસટીની આવકમાં તબ્બકાભેર વધારો પણ નોંધાયો છે અને તે રકમ હજુ પણ વધે તે માટેનાં તમામ પ્રયત્નો વિભાગ દ્વારા લેવામાં આવી રહ્યા છે. બીજી તરફ જીએસટી ભરનાર કરદાતાઓનું માનવુ છે કે જો સિસ્ટમમાં બદલાવ લાવવામાં આવે તો હજુ ઘણી સરળતા થઇ શકે છે. હાલ જીએસટીને 4.5 વર્ષ જેટલો સમય વિતી ચૂક્યો છે ત્યારે હજુ પણ સિસ્ટમને સરળ બનાવવાનાં પ્રયત્નો હાથ ધરાઇ છે. આ અંગે જીએસટી કાઉન્સિલ દ્વારા સમગ્ર ભારતભરમાંથી સૂચનો અને સૂજાવો લેવામાં આવી રહ્યા છે કે ક્યા પ્રકારનાં બદલાવ લાવી શકાય. બીજી તરફએ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે કે ભારતમાં 96 ટકા લોકો જીએસટી ભરી રહ્યા છે ત્યારે બાકી રહેતા 4 ટકા લોકોને જીએસટીમાં જે ગેરરીતી કરે છે.
તેને ડાંભવા માટેના પ્રયત્નો વિભાગ દ્વારા હાથ ધરાઇ છે. જો આ કરવામાં વિભાગ સફળતા હાંસલ કરે તો દેશની જીએસટી આવકમાં અધધધ……વધારો થશે અને વિકાસ કામો શક્ય બનશે. સરકારની આવક જીએસટી પેટે ઉભી થતી હોય તેમાં પણ ઘટાડો ન થાય. તમામ સ્થિતિને ધ્યાને લઇ બોર્ડ દ્વારા નક્કર પગલાં ભરવામાં આવ્યા છે તેનાથી દેશને ઘણો ફાયદો પણ પહોંચ્યો છે અને સમયાંતરે દેશની જીએસટી આવકમાં પણ વધારો થયો છે તમે જીએસટી ભરનાર કરદાતાઓની સંખ્યામાં પણ વધારો જોવા મળેલો છે જે ખરા અર્થમાં એક હકારાત્મક અભિગમ કહી શકાય.
રાજ્યમાં વર્ષ 2019થી વર્ષ 2022નાં જાન્યુઆરી માસનું જ જીએસટી કલેક્શન
જીએસટી અમલી થયાના 4.5 વર્ષનો સમય વિતી ગયા બાદ ગુજરાત રાજ્યમાં જીએસટીની આવકમાં સતત વધારો જોવા મળ્યો છે ત્યારે વર્ષ 2019 થી વર્ષ 2022નાં જાન્યુઆરી માસનું જ જીએસટી કલેક્શનમાં તબ્બકાવેર વધારો નોંધાયો છે.
વર્ષ જીએસટી આવક
જાન્યુઆરી 2019 4100 કરોડ
જાન્યુઆરી 2020 4900 કરોડ
જાન્યુઆરી 2021 5200 કરોડ
જાન્યુઆરી 2022 5900 કરોડ