૮૫ વર્ષીય લાલજી ટંડન ૧૧ જુનનાં રોજ વેદાંતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા
કોરોનાના પગલે ગવર્નર હાઉસ પણ સુરક્ષિત ન હોવાનું સામે આવ્યું છે. કોરોનાના કારણે ૩૦ અધિકારીઓને કાળ આંબી ગયો હોવાનું જાણવા મળે છે. ભાજપનાં દિગ્ગજ નેતા અને મધ્યપ્રદેશનાં ગર્વનર લાલજી ટંડનને સારવાર અર્થે મેદાંતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. લાલજી ટંડન, કલ્યાણસિંહ, કલરાજ મિશ્રા, ભાજપ પક્ષનાં વરિષ્ઠ અને દિગ્ગજ નેતાઓમાં સમાવેશ થાય છે. ૮૫ વર્ષીય લાલજી ટંડનને શ્ર્વાસ અને તાવની સમસ્યાનાં કારણે તબીબી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તબીબોનાં જણાવ્યા મુજબ હાલ રાજયપાલ લાલજી ટંડનની તબિયત ગંભીર છે, પરંતુ નિયંત્રણમાં હોવાનું પણ ડોકટરો દ્વારા જાણવા મળ્યું છે.
મેદાંતા હોસ્પિટલે લાલજી ટંડનની સ્વાસ્થ્ય માટે જાણકારી આપતા જણાવ્યું હતું કે, તેઓને હાલ ઈલેકિટવ વેન્ટીલેટર સપોર્ટ ઉપર રખાયા છે. હાલ લાલજી ટંડન ક્રિટીકલ કેરનાં તબીબી નિષ્ણાંતોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે. સાથો-સાથ એઈમ્સનાં નિર્દેશક, પલમોનરી વિભાગનાં પ્રમુખ સૂર્યકાંત ત્રિપાઠી સહિત અને તબીબોની સલાહ પણ લેવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે.
ડોકટરોનાં જણાવ્યા મુજબ હાલ રાજયપાલની તબિયત સુધારા પર જોવા મળી રહી છે. તેઓએ તેમનાં પરિવારનાં સભ્યો અને પક્ષના આગેવાનો સાથે વાતચીત પણ કરી હતી પરંતુ હજુ પણ તેઓ વેન્ટીલેટરનાં સપોર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. વહેલી તકે ગર્વનર લાલજી ટંડનની તબિયત સુધરે તે માટે ડોકટરો અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.