પ્રાકૃતિક ખેતી અંગે ખેડુતોને માર્ગદર્શન આપશે
ગીર સોમનાથ જિલ્લામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનાં અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળાનું આયોજન તા.02/09/2022 ને શુક્રવારનાં રોજ કરવામાં આવનાર છે. સોમનાથ ખાતેનાં રામ મંદિર ઓડિટોરિયમ ખાતે યોજાનાર પ્રાકૃતિક ખેતી તાલીમ કાર્યશાળામાં ઉપસ્થિત રહી ખેડુતોને માર્ગદર્શન આપશે. ગીર સોમનાથ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અંગે પહેલ કરવામાં આવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરણાથી રાજ્યમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ જોડાઈ રહ્યા છે.
આ દિશામાં ગીર સોમનાથના જિલ્લા વહીવટી તંત્ર દ્રારા પણ પહેલ કરવામા આવી છે. ગીર સોમનાથના જિલ્લા વહીવટી તંત્ર અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત પ્રયાસોથી ખેડૂતો વધુને વધુ પ્રાકૃતિક ખેતી તરફ જોડાઈ તે માટેના પ્રયાસોના હાથ ધરાયા છે. જેના ભાગરૂપે 2સપ્ટેમ્બર2022ના રોજ સવારે 10કલાકે સોમનાથના શ્રી રામ મંદિર ઓડિટોરિયમ ખાતે પ્રાકૃતિક ખેતી તાલીમ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવશે.