ફટાકડા પર પ્રતિબંધના સુપ્રીમ કોર્ટના આદેશ વિરુઘ્ધ તેમણે ટિવટ કરીને આમ કહ્યું
અગાઉ બોલીવુડ સિંગર સોનુ નિગમે અઝાનને નોઈસ પોલ્યુશન કહ્યા બાદ વધુ એક જાહેર ક્ષેત્રની ઉચ્ચ પદે બિરાજેલી સેલિબ્રિટીએ આવું જ વિવાદી નિવેદન કર્યું છે. જી હા, ત્રિપુરા રાજયના ગવર્નરે આમ કહીને વિવાદનો મધપુડો છેડયો છે. તેમણે ટિવટ કરીને વિવાદી નિવેદન કર્યું છે.
ત્રિપુરાના ગવર્નર તાથાગાતા રોયે મુસ્લિમોના પ્રેયર કોલ અઝાનને જોઈસ પોલ્યુશન એટલે કે અવાજનું પ્રદુષણ સમાન ગણાવ્યું છે. એવું લાગે છે કે ત્રિપુરાના ગવર્નર તાથાગાતા રોયને અવાર નવાર વિવાદનો મધપુડો છેડવાની ટેવ છે. કેમ કે હજુ ગયા અઠવાડીયે જ હિન્દુ સમુદાયના સૌથી મોટા તહેવાર દીવાળી પર રાજધાની નવી દિલ્હી ટેરીટરીમાં ફટાકડા વેચવા-ખરીદવા કે જલાવવા પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મુકયો ત્યારે પણ તેમણે દેશની સર્વોચ્ચ અદાલત વિરુઘ્ધ નિવેદન કરીને નાહકનો વિવાદ ઉભો કર્યો હતો.
તેમણે ટિવટ કરીને કહ્યું હતું કે, હિન્દુઓના પ્રથમ અને મોટો તહેવાર દિવાળી પર ફટાકડાને પોલ્યુશન સાથે સરખાવીને તેના પર પ્રતિબંધ મુકાય છે તો રોજ સવારે ૪:૩૦ વાગ્યે પ્રેયર કોલ અઝાન માટે લાઉડ સ્પીકર પર જે થાય છે તે શું છે ??? ત્રિપુરાના ગવર્નરે ટિવટર પર આમ લખ્યું છે.