દેશના રાજયપાલને નાયબ રાજયપાલોના ૫૦માં સંમેલનના સમાપન સમારોહમાં કોવિંદે રાજયપાલની કામગીરીને મહત્વપૂર્ણ ગણાવી
રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સારા સંકલનને સુનિશ્ચિત કરવા રાજ્યપાલ અને લેફ્ટનન્ટ ગવર્નરની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી હતી. રાજ્યપાલો અને નાયબ રાજ્યપાલોની ૫૦માં સંમેલનના સમાપન સંબોધનમાં રાષ્ટ્રપતિએ તેમને રાજભવનને લોકો માટે અનુકૂળ બનાવવા કહ્યું. રાષ્ટ્રપતિ કોવિંદનું એવા સમયે આવ્યું છે જ્યારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી રાજ્યમાં વિપક્ષનું નિશાન છે.શિવસેના-એનસીપી-કોંગ્રેસ સરકાર રચવાની સંમતિ વચ્ચે શનિવારે સવારે ભાજપના દેવેન્દ્ર ફડણવીસે શપથ લીધા હોવાથી વિપક્ષ તેમની ભૂમિકા પર સવાલ ઉભા કરી રહ્યા છે.બીજી તરફ રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે ૨૬ નવેમ્બર, મંગળવારે દેશ બંધારણની ૭૦ મી વર્ષગાંઠની ઉજવણી કરશે. તેમણે કહ્યું કે, આ દિવસે, નાગરિકોમાં તેમને મૂળભૂત ફરજો અંગે જાગૃત કરવા માટે એક અભિયાન શરૂ કરવામાં આવશે. તેમણે આશા વ્યક્ત કરી કે તમામ રાજભવન બંધારણ દિવસની અસરકારક રીતે ઉજવણી કરશે અને રાજ્યપાલ તેમને મૂળ ફરજોથી વાકેફ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
રાષ્ટ્રપતિએ કહ્યું, ’રાજ્યપાલનું પદ એ આપણા સંઘીય બંધારણની સૌથી અગત્યની કડી છે. રાજ્યપાલની કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વધુ સુમેળ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા છે.કોવિંદેએ એમ પણ સૂચવ્યું કે રાજ ભવનમાં સુધારો થવો જોઈએ અને સામાન્ય લોકો ત્યાં સરળતાથી પહોંચી શકે. તેમણે કહ્યું કે સામાન્ય લોકો માને છે કે આ એક વસાહતી વારસો છે જે તેમને ઉપલબ્ધ નથી. તેમણે કહ્યું કે આ ધારણાને બદલવાનો સતત પ્રયાસ કરો. સંમેલનમાંં આદિજાતિ કલ્યાણ અને પાણી, કૃષિ, ઉચ્ચ શિક્ષણ અને સુલભ જીવન સાથે સંબંધિત મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.રાજ્યપાલો અને નાયબ રાજ્યપાલોથી સંબંધિત આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને ગૃહ પ્રધાન અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતાં.