છેલ્લા કેટલા સમયથી ડિજીટલ મીડિયાનો વ્યાપ દિવસે ને દિવસે વધતો જાય છે. ત્યારે તેનો દુરુપયોગ પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. તેની સામે પગલા લેવા સરકાર હવે સજજ થઇ ગઇ છે. અત્યાર સુધી જેટલા પણ ડિજીટલ માઘ્યમો આવ્યા તે બધા વિદેશી હોવાથી ભારના યુઝરોના ડેટા પણ વિદેશમાં જતા અને દુરુપયોગના બનાવો પણ વધતાં રહ્યો ત્યારે સરકારે નકકી કર્યુ છે કે હવે ભારતનો ડેટા ભારતની બહાર નહિ જાય તે અનુસંધાને વોટસએપ પર પણ સરકારે નીયંત્રણ લાવવા માટે તાકીદ કરી છે.
સુપ્રીમ કોર્ટે રીઝર્વ બેંકને તાકીદ કરી છે કે એક અઠવાડીયામાં વોટસએપનું ડેટા લોકલાઇઝેશન ના નિયમો તેમજ ફેસબુક મેસેન્જરની પેમેન્ટ સીસ્ટમ લોન્ચ કરવા ભારતમાં એક અધિકારી નિયમ કરે જે ભારતની જવાબદારી જોઇ શકે.
વોટસએપ છેલ્લા કેટલાંય સમયથી વ્યકિતથી વ્યકિત પેમેન્ટ સર્વિસ ભારતમાં દાખલ કરવા પ્રયત્ન કરી રહ્યું છે. જેમાં તેને ભારતમાં મોટું માર્કેટ મળશે. પરંતુ ડેટાનું લોકલાઇઝેશનના નિયમો બનાવવામાં તે ટાઇમ લઇ રહ્યું છે.
વિદેશની ચુકવણી કરતી કંપનીઓ ગયા વર્ષે આરબીઆઇ ના આદેશથી નજરકેદ થઇ હતી અને કહ્યું હતું કે ચુકવણીના તમામ ડેટા માત્રને માત્ર ભારતમાં સુપરવાઇઝરી એકસેસ નીરંકુશ માટે સંગ્રહીત કરવા જોઇએ.
આ જુનમાં તેણે નિયમો સ્પષ્ટ કર્યા કે વિદેશી ચુકવણી કરતી કંપનીઓ દેશની બહાર ભારતમાં કરવામાં આવતા વ્યવહારો પર પ્રક્રિયા કરી શકે છે. પરંતુ તેને લગતો ડેટા ર૪ કલાકની અંદર સ્થાનીક સંગ્રહ માટે પાછો લાવવો જોઇએ.
વોટસએપ એક બીજી મુશ્કેલીનો પણ સામનો કરી રહ્યું છે. જે દિલ્હી સ્થિત થિંકટેંક છે જે સીસ્ટમેટીક ચેન્જ તેમજ જવાબદારીઓ માટેનું સેન્ટર છે. જેમાં ગયા વર્ષે ટોચની અદાલતોમાં કરેલી અરજીઓ માં આપેક્ષ કર્યો હતો. કે કંપની ચુકવણી ડેટાના સ્થાનીક કરણનું નિયમોનુ: પાલન કરતી નથી.
આ અંતર્ગત સુપ્રીમ કોર્ટ આરબીઆઇને જવાબ દાખલ કરવા જણાવ્યું છે વોટસએપે આ અંગે તુરંત કોઇપણ પ્રકારનો પ્રત્યુતર આપ્યો ન હતો કયારે આરબીઆઇએ તેમની પાસે જવાબ માંગ્યો ત્યારે
ગયા અઠવાડીયે વોટસએપના વૈશ્ર્વિક વડા વિલ કેથકોર્ટે જણાવ્યું હતું કે આ વર્ષે ભારતમાં વોટસએપ પેમેન્ટ ચુકવણીની સેવાઓ શરુ કરશે અને ડેટાના સ્થાનીકીકરણનું નિયમોનું પાલન કરશે.
મેસેજીંગ સર્વીસ વોટસએપ છેલ્લા વર્ષમાં અનેક વિવાદો વચ્ચે રહ્યું છે. જેમાં ફેક સમાચારોના ફેલાવવાથી લઇને સ્થાનીક રીતે ડેટા સ્ટોર કરવા સુધીની વાત આવી છે તે ડિજીટલ ચુકવણીમાં વિસ્તૃત થવાનું લાગે છે. પ્લેટફોર્મ પર સંદેશ મોકલવા જેટલું સરળ પૈસા મોકલવાનું કંપનીની દ્રષ્ટિ છે.
શુક્રવારે સુપ્રીમ કોર્ટે પણ સરકારને સ્પષ્ટ કરવા જણાવ્યું કે દર અઠવાડીયાની અંદર કંપનીના ફરીયાદ અધિકારી ભારતમાં સ્થીત હોવા જોઇએ કે કેમ તેની સ્થીતીથી વાકેફ કરે.
વોટસએપમાં કેલિફોનીયા સ્થિત ફરીયાદ અધિકારી છે. જે ભારતમાં બાબતના મુદ્દાઓ સંભાળી છે. વર્તમાન સમયમાં કોઇપણ ટેકનોલોજી કંપનીને દેશમાં આવા એકઝયુકીટીવ રાખવાનો આદેશ આપણા નથી. જે નીયમને ભારત સરકાર બદલવા માંગે છે.
દેશના ટેકનોલોજી મંત્રીએ સંસદમાં કહ્યું કે કે નવી દિલ્હી ગંભીરતાથી વિચારી રહી છે કે સોશ્યિલ મીડીયા કંપનીઓને ભારતમાં એક ફરીયાદી અધિકારીને નીમણુંક કરવી જોઇએ.