હાલ વેચાણમાં સાતથી આઠ ટકા ડાઉન રેટમાં માલનું વેચાણ કરવું પડે: અશોકભાઇ ટીલવા
અબતક સાથેની વાતચીત દરમિયાન ગોદાવરી પાઇપ્સ પ્રા.લી. ડિરેકટર અશોકભાઇ ટીલવાએ જણાવ્યું હતું કે લોકડાઉન થતા બિઝનેસ બંધ કરવો પડયો. હાલ ઘણા પડકારો જેમ કે હરિફાઇ થાય વેચાણમાં સાત થી આઠ ટકા ડાઉન રેટમાં માલ વેચવું પડે છે. માલ સ્ટોક પણ સીઝન હતી તેથી વધુ હતો. અંદાજે સાતથી આઠ કરોડનો માલ હતો. ઉઘોગને ફરી ધમધમતો કરવા ટ્રાન્સપોટેશનની પૂરી મંજુરી મળતા પરપ્રાંતિયો જો વતનમાં ન જાય તો ધંધાને ફરી ચાલુ કરવા સહયોગ મળશે. હવે અમારા ઉઘોગની સીઝન આવે તો થોડા જ સમય માટે હોય ચોમાસામાં અમારે સીઝન ન હોય અમારી પાસે એક મહીનો ચાલી શકે તેટલું રો-મટીરીયલ ઉપલબ્ધ છે.
સામે માણસોની મોટી સમસ્યા છે. હવે પરપ્રાંતિય કારીગરો પોતાના વતન જવાની માંગ કરે. અડધા જતા રહ્યા હોવાથી પ્રોડકશનમાં કાપ અને વેચાણમાં કાપ આવશે. અમારાં કારીગરો માટેની તમામ વ્યવસ્થા અમે કરી આપી છે. અમે હાલ ૧પ થી ર૦ ટકા જેટલું એકસ્પોર્ટ કરીએ છીએ. હાલ વિશ્ર્વભરમાં પરિસ્થિતિ ખરાબ છે. કોઇ મટીરીયલ લેવા તૈયાર થાય તો અમે આપવા તૈયાર થાય. અત્યારે નાણાંકીય ભીડ ખુબ જ છે. મટીરીયલ પહોંચ થઇ ગયા છે. બેંક લોનના હપ્તા ભરવાના પીજીવીસીએલના બીલ આપવાના તેમાં સરકાર મદદ કરે તો આગળ આવી શકીએ લોકડાઉન કારણે અમારી જે ઉઘરાણી છે તે થોડા અંશે આવી રહી છે.
પરપ્રાંતિયોને વતનમાં જવાની છુટથી ઉઘોગને મુશ્કેલી: રજનીભાઇ વડોદરીયા
અબતક સાથેની વાતચીત દરમિયાન માર્શલ ટેકનોકાસ્ટ પ્રાઇવેટ લી. ના રજનીભાઇ વડોદરીયા એ જણાવ્યું હતું કે લોકડાઉન પહેલા ઉઘોગો ધમધમતા હતા લોકડાઉન થતા સ્ટીમ લાઇન બંધ થયું આમ મોટી સમસ્યામાં જે કામ કરતા કારીગરો લોકડાઉનના કારણે ડરી ગયાં. અને વતન જવાનું વિચારી રહ્યા તેમને સમજાવીએ છીએ. હાલમાં ઉઘોગોને છૂટ મળતા કામ શરૂ થયું. તેથી તેમની રોજરોટી ચાલુ થઇ જો પરપ્રાંતિય મજુરો પોતાના વતન ચાલ્યા જશે તો ઉઘોગો પર મોટી અસર થશે અમે અત્યારે જે મટીરીયલ તૈયાર કરીએ તેને ડીસ્પેચ કરી શકતા નથી.
ઉઘોગોને સરકાર સહાય કરે તો નુકશાની ભરપાઇ કરી શકાય: મિતેશભાઇ ટીલાળા
અબતક સાથેની વાતચીત દરમિયાન ગેલેકસી ટેકનોયફોર્જ ઇન્ડિયા પ્રા.લી. ના મિતેશભાઇ ટીલારાએ જણાવ્યું હતું કે કોરોના કારણે લોકડાઉન કરવામાં આવ્યું હતું. જયારથી આંશિક છુટછાટ આપવામાં આવી છે જેમાં અમે માત્ર ૪૦ ટકા જેટલું પ્રોડકશન શરુ કર્યુ છે. અને આગામી સમયમાં પુરેપુરું પ્રોડકશન શરુ થાય તેવું આયોજન કરીએ છીએ. અમારી પાસે મટીરીયલ તો પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે જે માલ ડીસ્પેચ કરવાનો બાકી હતું તે હવે ડીસ્પેચ થશે પરંતુ ઘણા એવા વિસ્તાર છે જયાં રેડ ઝોન છે.
તેથી ત્યાં ટ્રાન્સપોટેશન બંધ હોવાથી મુશ્કેલીઓ આવી રહી છે. આ સમયમાં અમારે ત્યાં ૧૦ જેટલા લોકો કામ કરે છે તેના માટે રહેવા જમવા સહીતની બધી જ વ્યવસ્થા કરી આપી છે. પહેલા પણ જમવાની તો વ્યવસ્થા હતી જ તેમના પરિવાર માટે પણ રાશન કીટ આપી છે અત્યારે તો બધા ઉઘોગોની સ્થીતી ખરાબ છે. પરંતુ સરકાર ઉઘોગોને સહાય આપે તેવી આશા રાખીએ છીએ. સરકાર ઉઘોગોની જે સાઇકલ અટકાયેલી છે તે આગામી છ મહિનામાં પાછી શરુ થાય તો જે નુકશાની થઇ છે તેની ભરપાઇ થઇ શકે.
સરકાર નિકાસ પોલીસીમાં છુટછાટ આપે તો વિકાસની તક: પ્રમિતભાઇ સોરઠીયા
સુમંગલ કાસ્ટીંગ પ્રાઇવેટ લીમીટેડના માલિક પ્રમિતભાઇ સોરઠીયાએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે લોકડાઉન સમયએ અમારી સામે ઘણા પડકારો ઉભા થયા જેવા કે રો મટીરીયલની અછત, તંત્ર પાસે મંજુરી લઇ ગ્રાહકની ડિમાન્ડ પૂરીકરવા જ કંપની શરુ કરી છે. અમારું મેઇન રો-મટીરીયલ જે ભાવનગરથી આવે પરંતુ ભાવનગરમાં અમુક વિસ્તારો રેડ ઝોન હોવાને કારણે ટ્રાન્સપોટેશન લોકો ઓછા કામ કરે તેના કારણે અમને રો-મટીરીયલ મળી રહ્યું નથી. તેથી અમે ૩૦ ટકા જ પ્રોડકશન કરીએ છીએ. રો-મટીરીયલ એક મહીનામાં પૂર્ણ થઇ જશે તો સમસ્યાએ થશે કે ઉપરથી ફંડ નહી આવે અમારો કેસ ફલો અટકી જશે.
તેના કારણે ૩૦ ટકા પ્રોડકશન કરીએ છીએ. અમારી પાસે ઘણું વધુ મટીરીયલ તૈયાર છે. ડીસ્પેચ કરવા માટે તે ટ્રાન્સપોટેશન બંધ હોવાથી હાલ નથી થઇ શકતું. ટ્રાન્સપોટેશન બંધ હોવાથી હાલમાં કંપનીમાં ૧૦૦ કારીગરો કામ કરી રહ્યાં છે. તેના માટે પૂરતી રહેવા જમવાની સુવિધા કરી છે. સરકાર પાસે એવી આશા છે કે એવી ઉઘોગ નીતિ જાહેર કરે અમારે કંપની ૮૦ ટકા એકસ્પોર્ટ કરે છે તો અમને એવી કોઇ બુસ્ટ મળે તો અમારો ધંધો ફરી પહેલા જેવો ધમધમવા માંડે સરકાર સબસીડી, વ્યાજદરમાં ઘટાડો કરે વગેરે નીતિ જાહેર કરે તો ઘણો ફાયદો થઇ શક અને અમે ફરી પાછી છ આઠ મહિનામાં પહેલા જેવો બિનઝેશ કરી શકીએ.
માત્ર ૩૦ ટકા પ્રોડકશનમાં ઉઘોગનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ: વિજયભાઇ શીયાણી
અબતક સાથેની વાતચીત દરમિયાન સાઇનીંગ એન્જીનીયર્સ એનડ ફાઉન્ડેશન ડિરેકટર વિજયભાઇ સીયાણીએ જણાવ્યું હતું કે હાલમાં કોરોનાને કારણે ગંભીર પરિસ્થિતિ ઉભી થઇ છે. પરંતુ અમારી જે પ્રોડકટ છે તે એસેન્સીયલમાં આવતી હોય તેથી કંપની તરફથી સપોટીંગ લેટર મળતા કલેકટર કચેરી મારફતે મંજુરી મેળવી સરકારના નિયમોને ઘ્યાનમાં રાખી યુનિટ ૩૦ થી ૪૦ ટકા ચાલુ કરેલ છે. હાલમાં ઇનહાઉસ લેબરથી જ કંપની ચાલી રહી છે. કોસ્ટ ઓફ પ્રોડકશન ઘણા ઉંચા આવે ૩૦ ટકા જ ડિસ્પેચ કરવામાં આવે છે લેબર માટે રહેવા જમવા સહિતની સુવિધા પુરી પાડીએ. કંપનીનો જેટલો એરીયા છે તેના પ્રમાણે કંપની આ પરિસ્થિતિમાં ચલાવી મુશ્કેલ છે. આવું જો લાંબો સમય ચાલે તો ખુબ કપરી પરિસ્થિતિ ઉદભવીત થાય. અમારું મેઇન કામ એકસ્પોર્ટનું હોય તેથી રો-મટીરીયલ તો ઉપલબ્ધ હોય, પરંતુ રાજકોટ-અમદાવાદથી અમારા સપ્લાયરો હોય તો ત્યાંથી અમને માલ મળવો મુશ્કેલ છે. તો આવું જ ચાલશે તો અમારી કંપનીમાં રો-મટીરીયલના અભાવે ઉભી રાખવી પડે અમારું મટીરીયલ જર્મની, યુ.એસ.એ. અને યુરોપના વિભીન્ન દેશોમાં જાય છે. ત્યાં આંશિક લોકડાઉન છે ત્યાં પ્રોડકશન થઇ જ રહ્યું છે. અમારા પર પ્રેશર પણ છે.
સરકાર પાસે એટલી અપેક્ષા કે ઇલેકટ્રીસીટી યુનિટમાં ઘટાડો કરે ઘણા એવા ખર્ચ છે જેમાં સરકાર મદદ કરી શકે. જેમ કે લોન બેંકની સી.સી. ના વ્યાજના દરમાં ઘટાડો થાય તો મુશ્કેલીમાંથી બહાર જલ્દી નીકળી શકીશું મારી કંપનીમાં મે એક ડોકટર પણ રાખ્યા છે. તેઓ બધા કર્મચારીઓના ટેમ્પરેચર માપે તના રજીસ્ટર પણ મેઇન્ટેન કરે.
મોદીજીએ કહેલ ભવિષ્યમાં નવા રોકાણો, ઓર્ડરો આવશે તેની રાહ જોઇએ: મૌલિક પટેલ
અબતક સાથેની વાતચીત દરમિયાન રેઇન્બો ટેકનોકાસ્ટના મૌલીક પટેલએ જણાવ્યું હતું કે કોરોનાને લઇ લોકડાઉન કરવામાં આવ્યું છે. પરંતુ સરકારે આ લોકડાઉનમાં ઉઘોગોને શરુ કરવાની છુટ આપવામાં આવી છે જેથી અમે શરુ કરેલ હાલમાં અમારી પાસે પૂરતું મટીરીયલ તો છે પરંતુ અમારે ત્યાં કામ કરતા અમારા કર્મચારીઓ પરપ્રાંતિય મજુરો પણ છે તો તેઓ પોતાના રાજયમાં જવા ખુબ ઉત્સુકત છે. તેઓ છૂટ મળવાની જ રાહમાં છે. તો સરકારને અમારી વિનંતી છે કે તેઓને હમણાં નહી બે મહિના બાદ જવા માટેની છુટ આપે જેથી લોકડાઉન ખુલે તો ઉઘોગ જે બંધ પડયાં છે. તેને ફરીથી ધમધમતા કરવા સહયોગ મળે તેમના વગર અમારા ઉઘોગ શરૂ થવા અશકય છે. અત્યારે જે નુકશાન થયું છે તે બધાના સાથ સહકારથી તેની ભરપાઇ કરી શકીશું.
હાલમાં અમને મટીરીયલ તો ધીમે ધીમે મળી રહ્યું છે. પહેલાની સરખામણીએ માત્ર ૪૦ ટકા જેટલું થાય છે. સરકાર તરફથી અમને અપેક્ષા છે કે જીએસટી દરને થોડા સમય માટે ઓછો કરે, ઇલેકટ્રીસીટી યુનિટનો ચાર્જ ઓછો કરે અને લોન ચાલુ હોય તો તેના વ્યાજદરમાં ઘટાડો થાય તો અમે આમાંથી જલ્દીથી બહાર નીકળી શકીશું. અમે એકસપોર્ટ કરીએ છીએ હાલમાં વિશ્ર્વભરમાં લોકડાઉન હોવાથી અમારા ગ્રાહકને જોઇતું મટીરીયલ જ લીફર કરે છે. મોદીજીએ કહ્યું હતું કે ભવિષ્યમાં નવા રોકાણો ઓર્ડર આવશે તો તેની રાહ જોઇએ છીએ અને તેમને કહ્યું તેવું થશે જ એવું લાગી રહ્યું છે.
હાલમાં ફેસ માસ્ક બનાવવાનું શરૂ કરી સપ્લાય કરીએ: બ્રિજેશ ટીલાળા
અબતક સાથેની વાતચીત દરમિયાન ટીલારા પોલી પ્લાસ્ટના ડાયરેકટર બ્રિજેશ ટીલારાએ જણાવ્યું હતું કે લોકડાઉન થતા ઉઘોગો સહિત બધુ બંધ હતું છુટછાટ મળતા અમે ઉઘોગો તો શરૂ કર્યા છે. રો-મટીરીયલ તો અમને મળી રહે છે. પરંતુ ઘણા રાજયો બંધ હોવાથી અમે માલ સપ્લાય કરી શકતા નથી. ઉપરાંત ટ્રાન્સપોર્ટેશનના અભાવે માલનો સ્ટોક હોવા છતાં પણ સપ્લયા નથી કરી શકાતો. હાલમા ૩૦ થી ૪૦ ટકા જેટલું પ્રોડકશન થઇ શકે છે. હાલમાં અમે ફેસ માસ્ક બનાવવાનું શરૂ કર્યુ છે, કારણ કે કોરોનાના વાઇરસને ફેલાતો રોકવા ડોકટર્સ, પોલીસ સહિતના ફેસ માસ્કની જરૂરત હોય તેથી બનાવીએ છીએ અને તેને સપ્લાય કરીએ છીએ અમારા કર્મચારીઓ પરપ્રાંતિય મજુરો માટે બધી જ વ્યવસ્થા જમવા, રહેવાની કરી છે જેથી તેમને મુશ્કેલી ન પડે. ઉપરાંત મેડીકલ સવિસ પણ પૂરી પાડી રહ્યા છીએ. અમને સરકાર સમક્ષ એક જ અપેક્ષા છે કે ટ્રાન્સપોટેશન શરૂ કરી આપે હજુ જયાં બંધ છે તો માલ મોકલી નથી શકતા તેની છુટછાટ આપે. તો માલની હેરાફેરી કરી શકીએ.
ખાસ એમ.એસ.એમ.ઈ.ને પ્રોત્સાહન આપતા પેકેજો બહાર પાડવા જોઈએ: મહેશભાઈ ગોવાણી
માર્સ ફોર્જ પ્રા. લીમીટેડના એમ.ડી. મહેશભાઈ ગોવાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમે એક સિફટનું પ્રોડકશન હાલ ચાલુ રાખ્યું છે. કારણ કે પૂરતો કાચો માલ હાલ ઉપસ્થિત નથી. તેમના યુનીટમાં પરપ્રાંતીય મજૂરોની રહેવા માટેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.ત્યારે સરકારના નિયમો અનુસાર સોશ્યલ ડીસટન્સીંગ સાથે તેમના વર્કસ કાર્ય કરતા હોય છે. આ ઉપરાંત તેમના માર્કેટીંગના લોકો હાલ ઘરેથી જ કામ કરે છે. પરંતુ એન્જીનીયર્સ વર્કસે તેવો ફેકટરી પર આવીને કામ કરે છે તેમની ફેકટરીનો સૌથી મોટો પ્રશ્ર્ન કાચા માલનો છે સાથોસાથ સરકાર પાસે માંગણી કરી હતી કે આ કપરા સમયમાં ઈન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આપવા માટેના પેકેજો બહાર પાડવા જોઈએ તેમા પણ ખાસ એમ.એસ.એમ.ઈ. સેકટર માટે ખૂબજ ગંભીર સમય છે.
હાલમાં લીકવીડીટીને લગતા અનેક પ્રશ્ર્નો છે. આ ઉપરાંત હાલમાં અમુક છૂટછાટ આપવામાં આવી છે.તે પણ પૂરતી નથી. સો વર્કર અને ૧૦%નો સ્લેબ કાઢી નાખવું જોઈએ અને પીએફમાં મદદ કરવી જોઈએ ઉપરાંત નિકાસના લાભો વધારવા જોઈએ
ટ્રાન્સપોટેશનના અભાવે તૈયાર માલઇ ડીસ્પેચ શકય ન હોય મુશ્કેલી: અંકુર સેજરીયા
અબતક સાથેની વાતચીત દરમિયાન શ્રીહરી પ્લાસ્ટિક કંપનીના પાર્ટનર અંકુર સેજરીયાએ જણાવ્યું હતું કે લોકડાઉન પહેલા અમારા ઉઘોગમાં મંદીનો માહોલ હતો. પરંતુ લોકડાઉન થતા વધુ સ્થીતી ગંભીર થઇ છે. સરકાર તરફથી આંશિક છુટછાટ આપવામાં આવતા અમે હાલ ર૦ થી રપ ટકા પ્રોડકશન શરુ કરવામાં આવ્યું છે. હાલ ટ્રાન્સપોટેશન બંધ હોવાથી મટીરીયલ બનાવી સ્ટોક કરીએ છીએ. અમારે ત્યાં જે પરપ્રાંતિય કારીગરો છે તેઓ અહીંયા જ રહે છે તેમના માટેની બધી જ સુવિધાઓ ઉ૫લબ્ધ કરી છે. અત્યારે વૈશ્ર્વિક મહામારી ચાલી રહી છે.
વિશ્ર્વમાં મંદીનો માહોલ છે મને એવું લાગી રહ્યું છે તે પાછું શરૂ કરવામાં રેગ્યુલર કરવામાં થોડો સમય લાગશે એવું કહેવાય છે કે જાન છે તો જહાન છે. સરકાર પાસે એ અપેક્ષા છે કે જલ્દીથી ટ્રાન્સપોટેશન રાબેતા મુજબ ચાલુ થાય તો તૈયાર થયેલ માલને ડીસ્પેચ કરી શકીએ. અને શરૂ થશે તેવી આશા છે. દરેક ધંધા માટે નાણાની ખુબ જ જરૂરીયાત હોય પરંતુ લોકડાઉનને કારણે હાલ અછત સર્જાય રહી છે.
લોકડાઉન બાદનો સમય ફેકટરી માટે નવી તકોનું સર્જન કરશે: ઉત્સવ દોશી
રાજુ એકસેલેન્સ ઈન ઈકસટયુશનના ટેકનીકલ ડાયરેકટર ઉત્સવ દોશી એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, લોકડાઉનનાં કારણે દરેક કારખાનાનાં ઓનર્સને ઘણી તકલીફો થઈ રહી છે. અને સરકારના નિયમો પ્રમાણે હાલમાં ફેકટરી શરૂ કરવામાં આવી છે. જેમાં સોશ્યલ ડિસટન્સ અને માસ્ક સાથે કામગીરી શરૂ રાખવામાં આવી છે. હાલમાં ફેકટરી ૩૦ ટકા સ્ટાફ સાથે ચાલુ રાખવામા આવી છે. હાલમાં સમસ્યાએ ઉદભવી છે કે અમુક મશીનને શરૂ કર્યા બાદ બંધ કરવા મુશ્કેલ છે. ત્યારે હાલ એક સિફટમાં કામગીરી થતી હોવાથી તે નુકશાનની સંભાવના વધે છે. પરંતુ તેમ છતાં હાલમાં પૂરા પ્રયાસો રાખી ફેકટરી શરૂ રાખવામાં આવી છે. ખાસ તો તેઓની એક ખાસીયત છે કે પરપ્રાંતીય કર્મચારીઓએ તેઓની નૈતીક ફરજ સમજી કંપની સાથે જ રહ્યા છે. હાલમાં તમામ કામગીરીઓ શરૂ કરવામાં આવી છે. ખાસ તો લોકડાઉન ખૂલ્યા બાદનો સમય કંપની માટેનો નવજીવન હશે. ત્યારે આ સમયમાં કર્મચારી અને કંપનીએ સાથે મળી તમામ કામગીરી કરવાની રહેશે. અને આ સમય બાદ જે કંઈ પણ થશે તે ખૂબજ સારૂ થશે.
ફેકટરીનાં હાથ પગ સમા કારીગરો આવે ત્યારે જ પૂર જોશમાં ઉત્પાદન થશે
ગુજરાત એરોઝ પ્રા.લીમીટેડના એકસપોર્ટ હેડ જોબી થોમસએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ૨૦ તારીખથી તેમની ફેકટરી શરૂ થઈ ગઈ છે. હાલમાં ૩૦ ટકા સ્ટાફ સાથે કંપની શરૂ રાખી ઉત્પાદન પધ્ધતી હાલ ધરવામાં આવ્યા છે. ખાસ તો હાલની પરિસ્થિતિ કંઈક એવી નિર્માણ પામી છે કે જેમાં ટ્રાન્સપોર્ટેશનના કારણે કાચા માલની અછત સર્જાય છે. અને ઉત્પાદીત માલનો નિકાસ થઈ શકતી નથી તેથી હવે કોરોના કંટ્રોલમાં આવે અને ટ્રાન્સપોર્ટેશન શરૂ થાય તો કંપનીઓ તેમની કામગીરી યથાવત રાખી શકશે હાલમાં ફેકટરીમાં કાર્ય કરવા માટેના ઓર્ડર છે પરંતુ કામગીરી કરવા પૂરો સ્ટાફ નથી. જો પૂરતા મજૂર કે કર્મચારી સાથે કામગીરી થશે તો સારૂ ઉત્પાદન મળી રહેશે અને ફેકટરી લોકડાઉનમાં બંધ રહી તેનું વળતર પણ મેળવી શકશે તેથી હવે ફેકટરીની તમામ સમસ્યા ફેકટરીના હાથ પગ સમાન કર્મચારીઓ આવ્યા બાદ શ્રેષ્ઠ કામગીરીઓ થશે.
લોકડાઉન ખૂલ્યા બાદ ઉદ્યોગો માટે નવસર્જનની તક છે: યશ રાઠોડ
વિકાસ સ્ટવના એમ.ડી. યશ રાઠોડએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે હાલમાં ટ્રાન્સપોર્ટેશન બંધ હોવાથી મોટી સમસ્યા ઉદભવી છે. તેથી કાચો માલ નથી મળતો અને બીજુ એ કે હાલમાં વર્કર્સ મળતા નથી એક દિવસનું લોકડાઉન જાહેર થયું ત્યારે મોટાભાગના વર્કસ પોતાને વતન ચાલ્યા ગયા જેથી ઉત્પાદન શકિતને મોટી અસરો પહોચી છે હાલમાં ૨૫ થી ૩૦ કામદારો સાથે કાર્ય કરવામાં આવી રહ્યું છે.
ખાસ તો એમ.એસ.એમ.ઈ. માં ટેકસેસનમાં રાહત મળવી જોઈએ. જી.એસ.ટી.નાં દરમાં ફેરફાર થવા જોઈએ ખાસ તો વિજળી વપરાશ બીલમાં ૫૦% પ્રોત્સાહન આપે તો પણ હાલમાં ઉદ્યોગો તકલીફમાં છે. તેને બચાવી શકાશે અને આગળ દિવસો સારા જશે તકલીફ પછીના દિવસો સારા હોય તેમ લોકડાઉન ખૂલ્યા બાદ ફેકટરી માટે નવસર્જનની તક છે. અને એક સાઈનીંગ ઈન્ડીયાનું સર્જન થશે.