પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી-પીએફઆરડીને વધુ સતા અપાશે
ઘણા નિયમો સરળ બનતા પેન્શનરોને લાભ મળશે; નિવૃત્તિ સમયે વિવિધ સિસ્ટેમેટિક વિથડ્રોવલ યોજનામાં રોકાણ કરવાની પસંદગી મળશે
ઘણાં જુના કાયદાઓમાં સુધારા વધારા કરી જટીલતાને દૂર કરવા મોદી સરકારે કમર કસી છે ત્યારે હવે પેન્શન કાયદામાં પણ ઘરમૂળથી ફેરફાર કરવાની સરકાર તૈયારી કરી રહી છે. આને કારણે, પેન્શન રેગ્યુલેટર પીએફઆરડી- પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીને વધુ અધિકારો મળશે તો બીજી બાજુ સામાન્ય માણસને પણ ઘણા લાભો મળશે.
અહેવાલો મુજબ, પેન્શન કાયદામાં ફેરફાર થયા બાદ પીએફઆરડીએ પાસે વધુ સત્તા હશે. ગ્રાહકોને નિવૃત્તિ સમયે તેમના ભંડોળ પાછું ખેંચી લેતા પહેલા કરતાં વધુ રાહત પીએફઆરડીએ આપી શકશે. કાયદામાં પરિવર્તન પછી, સામાન્ય લોકો માટે પેન્શન ફંડ પાછા ખેંચવા સંબંધિત ઘણા નિયમો સરળ બનશે. ગ્રાહકો નિવૃત્તિ સમયે ‘સિસ્ટમેટિક વિથડ્રોવલ યોજના’ માં રોકાણ કરી શકશે. ફુગાવાને લગતી વાર્ષિકીની પસંદગી પણ કરી શકશે.
આ ઉપરાંત, તેમની પાસે તેમની નિવૃત્તિના ભંડોળનો એક ભાગ વિવિધ વાર્ષિકી યોજનાઓમાં રોકાણ કરવાનો વિકલ્પ હશે જેથી તેઓ તેમના ભંડોળ પર સારું વળતર મેળવી શકે. આ માટે 10 વર્ષની પાકતી મુદતની સરકારી સિક્યોરિટીઝને બેન્ચમાર્ક બનાવી શકાય છે.
પેન્શન કાયદામાં સંભવિત ફેરફારો પછી નેશનલ પેન્શન સિસ્ટમ ટ્રસ્ટને પીએફઆરડીએથી અલગ કરવામાં આવશે. વીમા ક્ષેત્રમાં મહત્તમ વિદેશી રોકાણ મર્યાદા 74% છે. આ સિવાય PFRDAને ભૂલ કરવા બદલ દંડ વસૂલવાનો અધિકાર પણ મળશે. આ રીતે પીએફઆરડીએ નિયમનકાર તરીકે વધુ મજબૂત બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલમાં, નિવૃત્તિ સમયે એનપીએસ સબ્સ્ક્રાઇબર્સ
60% જેટલો ઉપાડ કરી શકે છે અને બાકીના ભંડોળ એક વાર્ષિકીમાં રોકાણ કરવું પડશે. કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોના સચિવો ઘણા મહિનાઓથી પેન્શન કાયદામાં સંભવિત ફેરફાર માટે બિલ પર ચર્ચા કરી રહ્યા છે. આ માટે સચિવોની એક સમિતિ પણ બનાવવામાં આવી છે.