કૃષિ કાયદાનો મુદો ઉકેલવા માટે ખેડુતો સહકાર આપવા તૈયાર થાય તો બંધારણીય ઉકેલ માટે સરકાર પ્રયત્ન કરશે: કાયદાને રાજયો માટે વૈકલ્પિક બનાવવા પણ વિચારણા થશે
કૃષિ બિલ મુદ્દે રાજધાનીમાં મોટાપાયે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. આંદોલનકારીઓ બિલને નાબુદ કરવાની માંગ કરી રહ્યા છે જોકે કૃષિબિલને લગતા સુધારા સ્વીકારવા સરકાર તત્પર છે.
દેશભરમાં ભારે ચર્ચા જગાવનાર ખેડુતોના કૃષિ કાયદાના વિરોધ અંગે સરકારનાં વલણ સ્પષ્ટ કરતા કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતુ કે એકવાર આંદોલનકારી ખેડુતો સરકાર સાથે બેસીને ચર્ચા કરવા તૈયાર થાય તો સરકાર બંધારણીય રીતે આ ઉકેલની ચર્ચા કરવા માટે તૈયાર છે.દેશભરમાં ખેડુત સંગઠનો એ શ કરેલા ખેડુત આંદોલન દરમિયાન ખેડુત સંગઠનો દ્વારા પંજાબ હરિયાણા, રાજસ્થાન, ઉતર પ્રદેશનાં વિવિધ વિસ્તારોમાં વિરોધ કાર્યક્રમો વધુ આક્રમક બનાવી રસ્તાઓનાં ચકકાજામ અને નેશનલ હાઈવે ૮ પર ચકકાજામ કરી દીધા હતા. આ આંદોલનની પ્રતિક્રિયા આપતા રાજનાથસિંહે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરની વાત અંગે પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતુ કે સરકાર ખેડુતો સાથે વાતચીત કરવા તૈયાર છે. પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતુ કે કૃષિ કાયદાના સુધારાઓ ખેડુતો અને ખેતીનાં વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે. કૃષિક્ષેત્રનાં વિકાસના હવે પાછીપાની કરવાને કોઈ પ્રશ્ર્ન જ નથી કારણ કે આ ક્ષેત્રની તમામ ક્ષેત્રની જનેતા છે.સંરક્ષણ મંત્રીએ ‘ફિકકી’ના સંમેલનમાં બોલતા જણાવ્યું હતુ કે અમે હંમેશા ખેડુતોની વાતો સાંભળવા, તેમના ગેરવર્તનને ભૂલીને તેમના વિકાસની ખાતરી આપવા તૈયાર છીએ અમારી સરકાર હંમેશા ચર્ચા અને સંવાદ માટે તૈયાર છે.દરમિયાન ખેડુત આંદોલનોમાં ખેડુતોએ પંજાબ અને હરિયાણામાં ટ્રેકટર ટ્રોલીઓમાં વિરોધ પ્રદર્શન કરી સરકારી કચેરીઓ સામે ઘેરાવો કર્યા હતા. રાજસ્થાન હરિયાણામાં રસ્તાઓ બંધ કરી દેવાથી દિલ્હી, પંજાબ, ઉતરાખંડ, હિમાચલ, જમ્મુ કાશ્મીર, ઉતરપ્રદેશનો પરિવહન સંપર્ક તૂટી ગયો હતો. પેસેન્જર વાહનો પણ દિલ્હી તરફ જતા બંધ થઈ ગયા હતાઆંદોલનકારીઓ કૃષિમંત્રીને મળ્યા હતા આ કાયદાને રાજયો માટે વૈકિલ્પક બનાવવાની વાત પણ વહેતી થઈ છે.
હરિયાણા અને ઉતરાખંડના કેટલાક ખેડુત સંગઠનોએ કૃષિ કાયદાને સમર્થન આપવાનું વલણ અપનાવ્યું હતુ આ કાયદાથી ભારત વૈશ્ર્વીક વ્યાપારમાં કૃષિ ઉત્પાદન ક્ષેત્રમાં વિકાસ સાધી શકે તેમ છે.